Book Title: Jain Tirth Taranga Ek Prachin Nagari
Author(s): Kanubhai V Sheth, Ramanlal N Mehta
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Catalog link: https://jainqq.org/explore/230113/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ # 1 ' જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી ડૉ. કનુભાઈ વ. શેઠ ડૉ. રમણલાલ ના. મહેતા પ્રસ્તાવિક તારંગા પર્વત પર આવેલા પ્રાયઃ બારમી સદીના અજિતનાથના દહેરાસરને કારણે તે એક સુપ્રસિદ્ધ જૈન તીર્થ ગણાય છે. આ દહેરાસર અંગે આ પૂર્વે અધ્યયન કરવાના કેટલાક પ્રયાસ થયા છે. પણ તેનો અભ્યાસ કરતા એમાં કેટલીક ક્ષતિઓ, વિગતદોષ આદિ જોવા મળ્યા. દહેરાસરનું વર્ણન પણ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી. તારંગાની સ્થળતપાસ પણ વ્યવસ્થિત થઈ નથી એનો પણ ખ્યાલ આવ્યો. એટલે તારંગા પર સ્થળતપાસ કરીને ત્યાં આવેલ નગરનું અવલોકન કરી, એની સ્થાપના ઈતિહાસ આદિનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને તે અનુસાર તારંગાની અમે સ્થળતપાસ કરી જે અવલોકન-અધ્યયન કર્યું તે સંદર્ભે અત્રે કેટલીક ચર્ચા વિચારણા રજૂ કરી છે. તારંગા તીર્થ - પૂર્વ માહિતી પ્રાચીન પ્રબંધોમાં તારંગા તીર્થ અંગે માહિતી મળે છે. તેમાં અજિતનાથના દહેરાસર અને કેટલાંક કાર્યો અંગે નોધ છે. પણ વર્ણન નથી. વર્ણન કરી તીથૅ અને દહેરાસરોની માહિતી આપી, તેનો ઈતિહાસ તૈયાર કરવો ઈત્યાદિ પ્રવૃતિ ઓગણીસમી સદી પછી આરંભાઈ છે. તારંગા તીર્થની માહિતી રાસમાળા (ફાર્બસસ્કૃત) માં પ્રાપ્ત થાય છે તે અનુસાર અહીં કેટલાક નવાં નાનાં દહેરાસરો છે. સ્વચ્છ જલાયો છે. પર્વત પર દેવી તારણનું મંદિર છે, તેથી તેનું નામ તારંગા પડયું છે. તે વેણી વત્સરાજના સમયનું છે સંભવ છે કે આ સ્થળે કુમારપાલે બંધાવેલ અજિતનાથના દહેરાસર પૂર્વે પણ કોઈ દહેરાસર હોય. આ સ્થળની ચારે તરફ જંગલો છે અને ભોમિયા વિના ત્યાં જવું મુશ્કેલ છે. અહીં પહોચવાના બે માર્ગો છે. ઈડરની માફક અહીં નાનો દુર્ગ છે. આ પર્વતની ખીણમાં દહેરાસર છે અજિતનાથનું. તેની આજુબાજુના ત્રણ શિખરો પર નાની છત્રીઓ છે. જે ભોમિયાનું સ્થાન લે છે. જૈનો દર વર્ષે કાર્તિક અને ચૈત્રમાં અહીં યાત્રાએ આવે છે. આ માહિતી પછી બર્જેસ અને કઝિન્સે આ દહેરાસરનો તલદર્શનનો નકશો બનાવ્યો તથા જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી ૧૬૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ દહેરાસરના કેટલાક ફોટોગ્રાફો આર્કિયોલોજિકલ સર્વે નોર્થ ગુજરાત અથવા આર્કિયોલોજિકલ એન્ટીવિટિઝ ઓફ નોર્થ ગુજરાત માં (પૃ. ૧૧૪-૧૧૬) તથા સંક્ષેપમાં નોંધ પ્રસિધ્ધ કરી. આ નોંધ પરથી અનુકાલીન લેખ લખાયા છે. જૈન તીર્થ સર્વ સંગ્રહ (પૃ. ૧૪૬-૧૫૨)માં તારંગાની નોંધ કરી છે. તેમાં તેમણે કુમારપાલ પ્રતિબોધ (સોમપ્રભાચાર્ય) ની આર્ય ખપૂટાચાર્ય કથા તથા પ્રભાવક ચરિત્ર આદિમાંથી સાહિત્યિક પ્રમાણોનો કેટલોક આધાર લઈને તારંગા તીર્થની સામગ્રી આપી છે. તેમાં ઘણા દોષ છે. એમાં ઐતિહાસિક ક્રમ જળવાયો નથી. “સોલંકી કાલીન ગુજરાતમાં કાંતિલાલ સોમપુરાએ તારંગાના અજિતનાથના દહેરાસરનું (પૃ. ૪૧૨-૪૭૫) વર્ણન કર્યું છે. તેમાં પણ ઐતિહાસિક સામગ્રીનો અભાવ છે. આવી પરિસ્થિતિમાં દહેરાસરનું વ્યવસ્થિત વર્ણન કરવાની અને તેનો ઈતિહાસ તપાસવાની જરૂર લાગતા, આ અભ્યાસનો ઉપક્રમ કર્યો છે. તારંગા ભૌગોલિક તારંગા (ઉ.અ. ૨૩-૫૯; પુ.રે. ૭૨-૪૯) ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું છે, તાલુકાનાં મુખ્ય મથક ખેરાલુના ઈશાન ખૂણે આશરે ૨૫ કિલો મીટર પર આવેલા તારંગાનાં દહેરાસરને ગુજરાતનાં વિવિધ સ્થળો સાથે આજે સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસથી સાંકળી લેવામાં આવ્યું છે. તથા મહેસાણા - તારંગા રેલ્વેથી પણ ભારતના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. તારંગાની ઉત્તરે ભેમપુરા, ટીંબા, ઈશાનમાં ખાડોમલી, પૂર્વમાં આશરે પાંચ-છે કિલોમીટર પર સાબરમતી, અગ્નિખૂણે હાડોલા, દક્ષિણે કનોરિયા, કુડા, રાજપર તથા પશ્ચિમે કારડો અને તારંગા સ્ટેશન છે. તારંગાનો પર્વત સમુદ્રની સપાટીથી આશરે ૩૬૪ મીટર ઊંચો છે. અને આજુબાજુ પ્રદેશમાં તે આશરે ૧૫૦ થી ૨૦૦ મીટર ઊંચો છે. સામાન્યતઃ ગુજરાતના સપાટ પ્રદેશની પૂર્વ તરફના પહાડી પ્રદેશની વિવિધતામાં તારંગા અરવલ્લી ગિરિમાળાના ગ્રેનાઈટના પડો ધરાવે છે. તેથી આ હારમાળામાં ગોળાકાર ધરાવતાં, પવન અને ધોવાણની પ્રક્રિયા થી ગુફાઓવાળાં સ્થાનો ઘાણાં છે. તેની સાથે આ વિસ્તારની પવનથી ઊંડલી રેતના ટીંબા તથા ધારો પણ આમ બે ભૂસ્તરો ધરાવતા આ વિસ્તારની પરિસ્થિતિ જોતાં પર્વતનો પશ્ચિમ તરફનો ભાગ વધુ ઢાળવાળો તથા વસવાટ માટે ઓછો અનુકુળ છે. તેથી અહીંના નદીનાં વાંઘાની નજીક કેટલાંક વસ્તીના સ્થાનો છે, તે વાંઘાની પાસેની ભેખડ પર તથા ત્યાંના ખડકોની ગુફામાં દેખાય છે. આ બૌદ્ધસ્થાનો છે. તેની વધુ તપાસ અપેક્ષિત છે. આજે તારા કે ધારણ માતાનું નાનું સામરણયુકત મંદિર, તેની પાસેની જોગીડાની ગુફા થોડાઘણાં જાણીતાં છે. અહીં ઈટોનો ઉપયોગ કરીને કેટલુક બાંધકામ થયું છે. થી વિરાટ શકિ. ધ્યtion શાદી pim Page #3 -------------------------------------------------------------------------- ________________ આ સ્થળની પૂર્વમાં પર્વતના ઉપરના ભાગમાં ભૌગોલિક પરિસ્થિતિ બદલાય છે. બે ધાર વચ્ચે, પવનથી ઊડેલી રેત પથરાયેલી કંઈક ત્રિકોણાકાર ખીણ છે. આ ખીણના નીચાણવાળા ભાગો પ્રમાણમાં ઓછા ઢાળવાળા છે. અહીં ઉત્તર તથા દક્ષિણની ધાર પરથી ચોમાસામાં વહેતાં નાળાંથી બનેલી ખીણ આશરે બસો મીટર પહોળી છે. તેની બન્ને બાજુના ખડકોની તળેટીના ઢાળ પણ સરળતાથી સમતલ બનાવાય એવા છે. આમ તારંગાની આ ખીણ માનવ વસવાટને માટે કંઈક અનુકૂળ પરિસ્થિતિ દર્શાવે છે. આ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈને માનવ વસવાટ શરૂ થયો હોય એમ માનવામાં કોઈ બાધા નથી. અહીંના વિવિધ પુરાવયવો તે વાત પુષ્ટ કરે છે. તેની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં તારંગાના પાણીના પ્રવાહો સાબરમતીમાં જવાને બદલે ઈશાનથી નૈઋત્યની સામાન્ય દિશામાં વહીને ઉત્તર ગુજરાતની રૂપેણ નદી બનાવે છે, તે અહીંની જમીનના ઢોળાવની પ્રક્રિયા છે. સાબરમતીના પાસેનાં આ પ્રદેશ તારંગાનું અજિતનાથનું દહેરાસર સોલંકીવંશના કેન્દ્રસ્થ સારસ્વતમંડળનો ભાગ હોય એમ ઉપલબ્ધ પ્રમાણ દર્શાવતા નથી. પરંતુ તે આબુના પરમાર અને ત્યાર બાદ ચૌહાણોને પ્રદેશ હોવાનું લાગે છે. તારંગા પુરાવયવો પાણીના પુરવઠાની તારંગાની આ ખીણમાં સારી સગવડ હોવાથી અહી વસતી હોવાના કેટલાંક પ્રમાણો મળે છે. તેમાં મકાન તથા માર્ગના અવશેષો, માટીકામ, પ્રતિમાઓ તેમજ દુર્ગની રચના આદિની ગણના થાય એમ છે. મકાન અને વાસણો અજિતનાથની ખીણનાં વિશિષ્ટ લક્ષણોમાં પર્વતની તળેટીના ધીમા ઢોળાવો છે. આ ઢોળાવોને સમતલ કરીને મકાનોની રચના થઈ છે. તેથી તે મકાનોનું બાંધકામ કરવા માટે નાના ટેકરાની આજુબાજુ પથ્થરોની ભીત બનાવી જમીન સમતલ કરવામાં આવી છે. આવી સમતલ કરેલી જમીનના તથા ભીતોના અવશેષ અજિતનાથના દહેરાસરની બન્ને બાજુએ અને તથા પશ્ચિમમાં ઘણી જગ્યાએ દેખાય છે. આ અવશેષોમાં સ્થાનિક ગ્રેનાઈટના પથ્થર તોડીને તે ગોઠવીને બનાવેલી ભીંતો એકબીજાને કાટખૂણે મળતી દેખાય છે. તેમાં કેટલીક વાર નીચે મોટી ભીંતથી જમીન સમતલ કરી તેની ઉપર પ્રમાણમાં નાની ભીતો બાંધેલી દેખાય છે. આ ભીંતો પથ્થરની તેમજ ઈટોની બનાવેલી છે. અહીંની ઈટોની ભીતો મોટે ભાગે છિન્નભિન્ન થયેલી છે. પરંતુ કેટલીક જગ્યાએ તેના કેટલાક થો વ્યવસ્થિત રીતે સચવાયેલા છે. આ ઘરોનું ચણતર માટીનું છે. અહીં વપરાયેલી ઈટો ૪૫ x ૩૦ x ૭ સેન્ટીનાં કદની છે. તેથી તેની સરખામણી કરતા દેવની મોરીના સ્તુપ તથા તેના સમકાલીન જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી ૧૬૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ બાંધકામમાં આ ઈટોનું કદ સામાન્ય છે. તેના અનુકાલીન યુગની ઈટો ૩૭.૫ x ૩૦ X ૭ ની છે. સુલતાન યુગમાં ૩૦ x ૨૨.૫ x ૭ ઈટો વપરાઈ છે. તે બાબત લક્ષમાં લેતાં આ અવશેષો આજથી દોઢ હજાર વર્ષ કરતાં જૂની પરંપરા દર્શાવે છે. આ અવશેષો પાસેથી નળિયાં, વાસાણો આદિ ઘરવખરી મળે છે. આ પ્રકારના નળિયાં આજના મેગ્લોરી ટાઈલ્સની સાથે સામ્ય ધરાવતા છે. તે બન્ને બાજુએ ઊભી ધારવાળાં સપાટ છે. આ પ્રકારના નળિયાં થાપલા ને નામે ઓળખાય છે. તે અત્યારે વપરાતા અર્ધગોળ નળિયાં કરતાં જૂની પરંપરાના છે. દેવની મોરી તથા તેના સમકાલીન સ્તરોમાંથી મળતા થેપલા બન્ને બાજુની ધારની સરખામણીમાં અહીંના થાપલા વધુ ઊંચી ધારવાળા છે. તેની બનાવટની શૈલી જોતાં તે દેવની મોરીના અનુકાલીન યુગના લાગે છે અને તેથી તેની મદદથી અહીંનાં મકાનોનો કાલનિર્ણય કરતાં તે આશરે હજાર વર્ષ કરતાં જૂનાં હોવાનું સૂચન કરે છે. માટીનાં કોડિયા, વાડકા, કથરોટ, હાંડી જેવાં વાસણોનાં દીકરાં પણ અહીંથી મળે છે તે થાપલાની સાથે કાલક્રમમાં સામ્ય ધરાવતાં લાગે છે. વધુ તપાસ કરતાં જૂના ઘાટના વાસણો મળે તો તેની મદદથી આ વસવાટનો સમય હજાર વર્ષ કરતાં કેટલો પુરાણો-પ્રાચીન છે તે બાબત સ્પષ્ટ થાય. આજની પરિસ્થિતિમાં તે આશરે હજાર-બારસો વર્ષ જૂનો ગણવામાં કોઈ બાધક પ્રમાણ દેખાતો નથી. માર્ગો મકાનો અને ઘરવખરી જતાં આ મકાનો સાથે સંબંધ ધરાવતા માર્ગો બાબત તપાસ કરતાં અહીં પૂર્વ પશ્ચિમના મુખ્ય માર્ગને પર્વતની તળેટીમાં બંધાયેલાં મકાનો, તળાવ પર આવવાના માર્ગ આદિ સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. તેની સાથે દુર્ગની અંદર ફરવાના માર્ગો પણ હોવાના પ્રમાણે છે. તે પૈકી કેટલેક સ્થળે ચઢવા ઊતરવા માટે વ્યવસ્થિત પગથિયાં બાંધવામાં આવેલાં દેખાય છે. આ પગથિયાં બાંધવામાં પણ સ્થાનિક પથ્થરોનો ઉપયોગ થયો છે. પથ્થરો ગોઠવીને પગથિયાં સમતલ કરવામાં આવ્યા છે. તેથી તૈયાર થતી સોપાનપંકિતઓ મકાનો તરફ જતી હોવાના એંધાણ છે. આમ આ માર્ગો, મકાનો, ઘરવખરી આદિ તારંગા પર આશરે હજાર વર્ષ કરતાં જૂનો માનવવસવાટ હોવાનું સૂચવે છે. તેના એક મુખ્ય માર્ગ અને તેની સાથે તેની બન્ને બાજુએથી આવતા બીજા માર્ગોવાળા આ ગામની ચારેબાજુ દુર્ગ પર હિલચાલ થઈ શકે એવી માર્ગોની સગવડ હતી. ૧૭૦ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ તારંગાના નગરના રક્ષણ માટે દુર્ગ બાંધેલો છે. જ્યાં ભેખડો સીધી અને ચઢાણ અશક્ય છે તેવાં સ્થળો બાદ કરતાં બીજા ભાગો પર સ્થાનિક ગ્રેનાઈટ પથ્થરની ભીતો બાંધીને દુર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. તેની પંચકોણાત્મક જેવી રચના નકશા પર દેખાય છે. આ દુર્ગને પૂર્વ અને પશ્ચિમ દિશાના દરવાજા છે. તેમાં પૂર્વના દરવાજાની રચના સુલતાન યુગની કથનવાળી છે. ત્યાં દરવાજાની પાસેની ભીત પર શિખરના ભાગો, ચકેશ્વરી, તીર્થકર આદિ શિલ્પો, દેખાય તે રીતે જડી દીધેલાં છે. દુર્ગના પશ્ચિમનો દરવાજો પૂર્વના જેવો છે. અહીંગણેશ, મહિષાસુરમર્દિનીના શિલ્પો ગોખમાં છે. અને તેના ઉપર ધન્વયુધ્ધનાં શિલ્પો છે. દરવાજાની દોઢી કે ચોકીદારોને બેસવાનાં સ્થળોની ભીંતો પર રેખા બુટી આદિનાં ચિત્રો છે. ગણેશ અને મહિસાસુરમર્દિનીનાં શિલ્પો આ દરવાજાનું મહત્ત્વ દર્શાવે છે. એની યાત્રાના હેવાલો, પુષ્ટિ કરે છે. આ તરફથી તારંગા આવવાના બે માર્ગોનું વર્ણન મળે છે. આ દુર્ગ કયારે બંધાયો તે બાબત વધુ તપાસ અપેક્ષિત છે. પરંતુ તેના દરવાજાઓનાં ચિત્રો, રચના આદિ જોતાં તે સંભવતઃ અઢારમી સદીમાં બંધાયા છે. આ દરવાજાનો જીર્ણોધ્ધાર થઈને નવા તૈયાર થયા છે કેજિલ્લા ની ભીંતના સમકાલીન છે તે બાબત અન્વેષણથી નિશ્ચિત કરવાની જરૂર છે. અજિતનાથના દહેરાસરના ઈશાન ખૂણે, દિગંબરોના દહેરાસર પાસે એક સમચોરસ કુંડ છે. આ કુંડમાં બન્ને બાજુથી પ્રવેશ કરવામાં પ્રવેશદ્વાર છે. કુંડ પથ્થરયુકત છે. તેની રચનામાં વપરાયેલી ઈટો તથા બીજી સુશોભન આદિ સામગ્રી પણ તેને વાવ કરતાં વધુ પ્રાચીન હોય તેમ દર્શાવતી નથી. કૂવો અજિતનાથના દહેરાસરના પશ્ચિમે આવેલાં તળાવ પાસે એક નાનો પુરાઈ ગયેલો કૂવો છે. એ કૂવાની બાજુએથી અંદર ઊતરવાનાં સોપાન છે. તેથી તે ગુજરાતના સામાન્ય રીતે જાણીતા ફેરકૂવા ના પ્રકારનો લાગે છે. આવા કૂવા ચાંપાનેર, સેવાસી જેવાં સ્થળોએ જોવામાં આવ્યા છે. તથા તે ભમરિયો કૂવા કરતાં સાદા સ્વરૂપનાં છે. આવા કૂવા પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં તૈયાર થયા છે. તેથી આ કૂવો આ યુગનો હોય તો અજિતનાથ ના દહેરાસરમાં સંવત ૧૬૪૨માં જીર્ણોધ્ધાર થયો તેને સમકાલીન ગણાય. પરંતુ એની પ્રાચીનતાની વધુ તપાસ જરૂરી છે. પાણીના પુરવઠાની આ ખીણમાં આવી સારી સગવડ હોવાથી અહીં માનવ વસતી હોવાના કેટલાક પ્રમાણો મળે છે. જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી ૧૭૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ અજિતનાથ દહેરાસરનું સ્થાન આમ આ સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરતા હાલના અજિતનાથના દહેરાસરનું સ્થાન તારંગા નગરનાં કેન્દ્રસ્થાને મુખ્ય માર્ગની દક્ષિણે હોવાનું સ્પષ્ટ થાય છે. તેથી એ દહેરાસર અહીંના નગરનું મહત્ત્વનું દેવસ્થાન કે ચૈત્ય છે. આથી સ્પષ્ટ થાય છે કે અજિતનાથનું દહેરાસર તે પ્રાચીન તારંગા નગરીનું મહત્ત્વનું દેવસ્થાન હતું. અહીં માનવ વસવાટ પ્રાયઃ પંદરસો વર્ષ પુરાણો હોવાનું અનુમાન કરી શકાય છે. અજિતનાથનું દહેરાસર ભમતી, પીઠ, મંડપો, ગર્ભગૃહ અંતભૂમિ, ત્રણ ભૂમિ, મંડપો પર અગાસી, સામરણ તથા ગર્ભગૃહ અને પ્રદક્ષિણા પથ, શિખર ધરાવે છે. માનવવસવાટ માટે જરૂરી એવાં જલાશયો, તલાવ, વાવ, કુંડ, કૂવો વગેરે પણ તારંગાની ખીણમાં અસ્તિત્વ ધરાવે છે. આ બધાંનું આ ખીણમાં થયેલી માનવ પ્રવૃત્તિને આભારી છે. જલાશય તારંગાની ખીણમાં આવતા નાળાંના પ્રવાહો રોકીને કે તેની પાસેનાં જમીનની અંદરનાં પાણીનો કૂવા દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે અજિતનાથનાં દહેરાસરની દક્ષિણે બાંધેલું તળાવ સૌથી મોટું છે. આ તળાવની પાળ માટી અને પથ્થરની છે તળાવના પાણીની આવક ડુંગરપુર તરફથી થાય છે. આ આવકની પાસે બન્ને બાજુ પર સ્થાનિક ગ્રેનાઈટ પથ્થરોની પાળ બનાવીને તળાવને સુરક્ષિત અને ઊડું બનાવવામાં આવ્યું છે. દક્ષિણ દિશામાં પાળ બાંધીને તળાવનું પાણી રોકવામાં આવ્યું છે. વધારાનું પાણી પાળને નુકશાન ન કરે તે માટે તેનો નિકાલ થાય એવી આ પાળની એક બાજુ વ્યવસ્થા પણ છે. ડુંગર પરના તળાવની આ વ્યવસ્થા જેવી રચના ગુજરાતના ઘણા જલાશયોમાં જોવામાં આવે છે. આવાં કૃત્રિમ તળાવો જીવન જરૂરિયાત માટે આવશ્યક છે. તે આવશ્યકતા અત્રે પૂરી પાડવાનો પ્રયાસ છે. વાવ આ તળાવની પૂર્વમાં, આજની બ્લોકવાળી નવી ધર્મશાળાની પાસે એક ચૂના અને ઈંટની બાંધેલી વાવ છે. તેનો કૂવાવાળો ભાગ ખુલ્લો અને ચોરસ છે. તેના પ્રવેશદ્વારનાં પગથિયાં એક માળ પર્યંત ખુલ્લાં છે. અને બીજે માળથી આરંભીને પાણી સુધી જવાના ભાગ પરનાં પગથિયા પર ગગારક, તોરણ અને વિતાન છે. વાવની કોશ ખેંચવાની જગ્યા પર પાંચ કેન્દ્રીય કમાનો છે વાવમાં વાયુદેવની અને પાર્વતી દેવીની પ્રાચીન પ્રતિમાઓ છે. એની પ્રાચીન ઈંટો ૪૫ × ૩૦ ૪ ૭.૫ ૧૭૨ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ ' Page #7 -------------------------------------------------------------------------- ________________ સેન્ટીમીટરની છે. આ વાવનું સ્વરૂપ ગુજરાતમાં સામાન્યતઃ પ્રાપ્ત વાતો કરતાં ભિન્ન છે. તે રાજસ્થાની સ્વરૂપની વાવ સાથે સમાનતા ધરાવે છે. એની રચનાનાં વિવિધ અંગોમાં વપરાયેલા જૂના પદાર્થો પરથી તે બંધાઈ તે પહેલાની ઈમારતના ભાગોનો એમાં થયેલો ઉપયોગ સ્પષ્ટ જણાઈ આવે છે. તેનાં સ્વરૂપ પરથી તે આશરે સોળમી સદી પછી રચના હોવાનું અનુમાન કરી શકાય. આ દુર્ગ અને નગરના અવશેષોમાં કેટલાંક શિલ્પો મહત્વનાં છે. તે પૈકી અજિતનાથના હાલમાં વપરાતા દરવાજાની અંદરના ગણેશ અને વિષ્ણુનાં પથ્થરનાં શિલ્પા શેલીની દૃષ્ટિએ નવમી-દશમી સદીનાં છે. તેવી રીતે અજિતનાથના દહેરાસરના મુખ્ય પ્રવેશમંડપની જમણા હાથની દેવકુલિકાની અંદર સ્થાપન કરેલી પદ્માવતી દેવીની લગભગ આ સમયની અત્યંત મનોહર પ્રતિમા છે. તેની સાથે દહેરાસરના કોટની ઉત્તરની ભીતમાં ગોખમાં ગોમુખ યક્ષની આરસની પ્રતિમા પણ બારમી સદીના પૂર્વાર્ધની શૈલીને અનુસરે છે. તદુપરાંત સોમનાથ મહાદેવના મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુએ ખારા પથ્થરની ઈશાન અને વાયુ દિપાલની પ્રતિમાઓ પણ બારમી સદીથી પ્રાચીન છે. આ ઉપરાંત દુર્ગની ભીતોમાં જડાયેલાં શિલ્પો, પૂર્વના દરવાજા પાસેની ચૌહાણની કુલદેવી આશાપુરીની મહિષમર્દિની પ્રતિમા અને તેનાથી થોડે દૂર પડેલી ઘસાયેલી, ઊભેલી પ્રતિમા આદિ અહીનાં પ્રાચીન દેવસ્થાનોના અવશેષો હોય એમ સૂચવે છે. આ શિલ્પો ખારા પથ્થર, આરસ તથા પારેવાના પથ્થરનું છે. તેમાં ખારો પથ્થર હાથમતી નદીના વિસ્તારનો, પારેવાનો પથ્થર ડુંગરપુર તરફનો અને આરસ ચંદ્રાવતી તરફનો કે મકરાણાનો છે. આ પથ્થરો અહીં બહારથી લાવવામાં આવ્યાં હતા. તે અહીંનાં લોકની પ્રવૃત્તિ દર્શાવે છે. 173 જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી