Book Title: Jain Tirth Sarva Sangraha Part 02
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 5
________________ ' એ બોલ ભારતવર્ષના ધર્મોમાં જૈનધર્મ પિતાની, પ્રાચીનતા, પિતાનું તત્વજ્ઞાન અને પિતાની કલાપ્રિયતાથી મહત્વનું સ્થાન ધરાવે છે. જેનધર્મની આ પ્રાચીનતા, ભવ્યતા અને ઉદારતાના એક પ્રતીકરૂપ જૈન તીર્થો છે, એમ ભારતીય તથા યુરોપીય વિદ્વાનેએ એકમતે સ્વીકારેલું છે. જેના અણુએ અણુમાં જૈનેને ભવ્ય ભૂતકાળ ગૂંજી રહ્યો છે, અને જેના પરમાણુએ પરમાણુમાં મન અને જેના પરમાણુ પરમાણમાં મન અને આત્માને પવિત્ર કરે એવું વાતાવરણ છે, એવાં પિતાનાં પુનિત તીર્થોને ને સંદિરને જ પ્રભાતકાલે આબાલવૃદ્ધ જૈન “સકલ તીર્થ વંદું કર જોડ” એમ સ્પી વંદે છે; ત્યારે ભારતવર્ષના વિશાળ પટ પર આવેલાં એ તીર્થો, મંદિર, મદિરાવલિઓ વિષે જાણવા અંગે તેઓમાં ઉત્કંઠા ને ઉલ્લાસ જાગે એ પણ સ્વાભાવિક છે. ત્યાં રહેતા પિતાના સાધમી જેન ભાઈઓ, જનસંખ્યા, ત્યાં ચાલતે વહીવટ, ત્યાં જવાના માર્ગો, ધર્મશાળાઓ વિષે જાણવાની ઈંતેજારી થાય, એ પણ એટલું જ સ્વાભાવિક છે. આજે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનું ભારતવર્ષ પિતાની અસ્મિતાની તપાસ કરી રહ્યું છે. આ અસ્મિતાના અભ્યાસી ઇતિહાસવિદ અને પુરાતત્વવિદેનું જૈનધર્મનાં આ મહત્ત્વનાં સ્થાપત્ય તરફ ખાસ લક્ષ ગયું છે, ને ભવ્ય ભારતના ઇતિહાસની તટતી કડીઓ સાંધવા તેઓ જેનેના આ પ્રતાપી વારસા પ્રત્યે સવિશેષ દૃષ્ટિ નાખી રહ્યા છે. ઘણા વખતથી આ સંશોધકવર્ગ તરફથી આ મહાન તીર્થો અંગે સર્વજનસુલભ કોઈ માહિતી ગ્રંથ પ્રગટ કરવાની માગણી ચાલુ જ હતી. લગભગ એકાદ દશકાથી આ માહિતી–ગ્રંથ વિષે વિચારણા ચાલ્યા કરતી હતી. આ કાર્ય સામાન્ય નહોતું. વળી, એમાં જવાબદારી ને ખમ પણ અ૫ નહોતાં. એમાં પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થા એ પ્રગટ કરે ત્યારે તે એ ખૂબ વધી જતાં હતાં. બીજી તરફ આ વિષયની સર્વગ્રાહી, સર્વમાન્ય હકીકતે એકત્ર કરવી એ ગાગરમાં સાગર ભરવા જેવી કઠિન વાત હતી. છતાં આ કાર્ય અનિવાર્ય લાગ્યું ને તેને પ્રારંભ કરવામાં આવ્યો. પ્રારંભમાં આ માટે એક ખાતું ખોલીનેતેના દ્વારા તે તે વિષયના અભ્યાસીઓને હિંદુસ્તાનના જુદા જુદા પ્રાતમાં મોકલવામાં આવ્યા. રેલથી, ગાડીથી, મોટરથી, ગાડાથી ને પગે ચાલીને તે તે સ્થળે પહોંચીને બધી માહિતીઓ પ્રમાણભૂત સાધને દ્વારા એકત્ર કરવામાં આવી. આ સુદીર્ઘ પ્રવાસે ને અટપટું માહિતીકરણ લાંબે વખત લે એ સ્વાભાવિક હતું. આ માહિતી એકત્ર કર્યા પછી એને પરિષ્કૃત–શુદ્ધ કરવા માટે ચાળવાનું કામ શરૂ કરવામાં આવ્યું. કઈ હરી હકીકત રહી જવા ન પામે, કે બિનજરૂરી હકીકત પેસી ન જાય, સત્ય હકીક્તમાં ભેળસેળ ન આવી જાય. કઈક વિવાદી વિધાને ન થઈ જાય, એ માટે ભારે કાળજીથી સંપાદન-કાર્ય કરાવવામાં આવ્યું છે. આવા પુસ્તકનું છાપકામ ને કાગળો પણ ભારે ચીવટ માગે છે. પુસ્તકને “ગ્ય કાગળ મેળવવામાં ઘણી મુશ્કેલી ને ઘણા સમય લાગ્યું. આખરે એનું મુદ્રણુકામ શરૂ થયું. એમાં શુદ્ધિ, સ્વછતા ને સુઘડતા સાચવવામાં પણ પૂરતી તકેદારી લેવામાં આવી. પરિણામે આ ઉપગી ગ્રંથ જાહેર જનતા સમક્ષ રજુ થાય છે. આ ગ્રંથથી સમાજની ને રાષ્ટ્રની ઘણા વખતથી થાય એક માગણી સંતોષાય છે ને અભ્યાસીઓ તેમજ યાત્રિકોના હાથમાં ઉપયેગી પ્રમાણભૂત સાધન મૂકી શકીએ છે. તેના આનંદ થાય છે. છતાં આ ભગીરથ કાર્યમાં અનેક ક્ષતિઓ, અનેક માહિતી-ભૂલે રહી જવા સંભવ છે. એ અમે બરાબર જાણીએ છીએ. આશા છે કે સુજ્ઞ વાચકે અમને તેવી ક્ષતિઓ જણાવી આભારી કરશે, જેથી નવીન આવૃત્તિ વખતે એમાં યથાગ્ય સુધારે કરી શકાય.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 513