Book Title: Jain Tirth Margdarshikka
Author(s): Pradip Jain
Publisher: Jain Mitra Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ © જુલા વાંચતા પહેલા રાજા ઇ.સ.૧૯૯૯ માર્ચની ૨૩ તારીખે જેનમિત્ર સમાચાર પત્રનો પ્રથમ અંક પ્રગટ થયો. જેન સમાજમાં અનેક સામાયિકો અને સમાચાર પત્રો પ્રગટ થતા હતા. પરંતુ જેનમિત્ર અખબાર માત્ર સમાચાર જ નહિ પણ ખૂબજ જાણવાલાયક અને ઉપયોગી માહિતી શોધી લાવીને પ્રગટ કરતા હતા. અમે શરૂઆતના અંકોમાં જ સમગ્ર ભારતના જૈન તીર્થોની ખૂબજ સુંદર અને જરૂરી માહિતી પ્રગટ કરી હતી. ત્યાર બાદ આજે આ અખબારને છઠ્ઠું વર્ષ પુરૂ થયું અને સો(૧૦૦)મા અંકથી પણ અમે આગળ પહોંચ્યા ત્યાં સુધીમાં અમે જેનમિત્રના સેંકડો વાચકોને ખૂબ સુંદર માહિતી આપી હતી. અમારા જૈનમિત્રના નિયમીત વાચકોનું કહેવું એમ હતું કે તમો આ માહિતી જે અલગ અલગ અંકોમાં આપી છે તેનું સંકલન કરીને માત્ર એક બુક બનાવો તો સૌ કોઈને ઉપયોગી થાય. અમો વાચકોના આજવિચારને અમલમાં મુકીને આપની સામે ભારતના જૈન તીર્થોની માહિતી જિલ્લા પ્રમાણે રજૂ કરી છે. આ પુસ્તક પ્રગટ કરતા અમે અમુક જૈન તીર્થોના પુસ્તકોનો સહારો પણ લીધેલ છે. આ સિવાય અમે ફોન દ્વારા ટ્રસ્ટીઓ સાથે વાર્તાલાપ કર્યો છે. માહિતી મેળવી છે. ચોકકસ અને કાળજીપૂર્વક આ માહિતી આપવાનો અમે પ્રયાસ કર્યો છે. છતાં કયાંક ક્ષતિ દોષ રહી ગેઓ હોય તો અમોને જાણ કરવાથી નવી આવૃત્તિમાં તે સુધારો ચોક્કસ કરીશું. સંવત-૨૦૧૧ શુભાભિલાષી ૦૯-૦૩-૨૦૦૫, ડભોઇ પ્રદીપ જેના Jain Education International 2000 porate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 188