________________
૧૦૯
(૨૫૧) શ્રી ઉમેદપુર તીર્થ (રાજ.) સરનામું: શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનાલય- શ્રી પાર્શ્વ ઉમેદ જૈન બાલાશ્રમ,મુ.પો:ઉમેદપુર,તા.આહોર-૩૦૭૦૩૦ ફોન .નં.: ૦૨૯૭૮-૨૩૦૨૩૦
વિશેષ વિગત : રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલું આ તીર્થ ખરેખર ખૂબ જ સુંદર છે. પ્રભુજીની પ્રતિમા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરતા જ મન-હૈયું નાચી ઉઠે છે. આ તીર્થ જાલોર-ફાલના માર્ગ પર આહોરથી ૧૦ કિ.મી. દૂર આવેલ છે. અહીંથી તખતગઢ૧૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે.
(૨૫૨) શ્રી બીકાનેર તીર્થ (રાજ.) સરનામું: શ્રી ચિંતામણી આદિશ્વર જિનાલય, નાહટોં કા ચોક, ભુજીયા બજાર, બીકાનેર ફોન.નં.:
વિશેષ વિગત : રાજસ્થાનનું બીકાનેર શહેર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ શહેરમાં કુલ ૨૫ જિનાલયો આવેલા છે. જેમાં શ્રી ચિંતામણી આદિશ્વરનું જિનાલય ૫૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે.અહીં શ્રી સુમતીનાથજીનું ચૌમુખજી દેરાસર બીકાનેરમાં ત્રણ માળનું સૌથી મોટું જિનાલય છે. ધર્મશાળા – ભોજનશાળા છે.
Jain Education International 2560 Bate & Personal Use Only
www.jainelibrary.org