Book Title: Jain Satyaprakash 1937 02 SrNo 19
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ.....મા.....ચા.....ર ધર્મનિ દૃક રેકો હિંદુસ્તાનમાં વર્ષોથી ગ્રામોફોનની રેકર્ડા બહાર પાડતી “ હીઝ માસ્ટર્સ વાઇસ ” નામની કંપની તરફથી, કેટલાક સમય પહેલાં “તીરુન્યાન સદર” નામનું ચાર રેકર્ડમાં સમાપ્ત થતું નાટક તામિલ ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નાટકમાં સર્વમાન્ય ઇતિહાસની ઈરાદાપૂર્વક અવગણના કરીને પ્રભુ શ્રી પાર્શ્વનાથ અને પ્રભુ શ્રી મહાવીરસ્વામીના સંબંધમાં સાવ કપોલકલ્પિત સવાઃ ગોઠવીને જૈનધર્મને, જૈનધર્મના ગૌરવભર્યા ઇતિહાસને અને જૈનધર્મના પદ્મ માનનીય પૂજ્ય પુરુષોને ઉતારી પાડવામાં આવ્યા છે. તામિલ ભાષાની આ રેકર્ડા તરફ સૌથી પ્રથમ મદ્રાસના જૈન સધનું ધ્યાન ગયું. આ રેકર્ડી ધર્મનિદક અને કાઇ પણ ધર્મપ્રેમીની લાગણીને દુઃખવે તેવા લાગવાથી તે સચે એ વાત આખાય જૈન સંઘ સમક્ષ રજૂ કરી. પરિણામે આખાય દેશમાં એ ધર્મનિક રેકર્ડો માટે ઠેર ઠેર સભા ભરી વિરાધના ડરાવા કરવામાં આવ્યા અને એ વાતની જાણ કંપનીને તથા મદ્રાસની સરકારને કરવામાં આવી. આપણા દરેક પેપરમાં પણ એ માટે ઉગ્ર વિરાધના સૂરો કાઢવામાં આવ્યા. બીજી બાજૂ ધી યંગમેન્સ જૈન સેાસાઈટી તરફથી એ રેકર્ડો બાબત “હીઝ માસ્ટર્સ વાઇસ” કંપનીની કલકત્તાની હેડ આપીસ સાથે પત્ર વ્યવહાર - ચલાવવામાં આવ્યા. ઠેરઠેર સભાઓ ભરીને બતાવવામાં આવેલ ઉગ્ર વિરોધ તથા ધી યુગમેન્સ જૈન સોસાઇટી તરફથી કરવામાં આવેલા પત્રવ્યવહારને ધ્યાનમાં લઇને, (કેટલાક પત્રવ્યવહાર થયા પછી ) છેવટે કંપની તરફથી ધી યંગમેન્સ જૈન સેાસાઇટીને નીચેની મતલબને પુત્ર મળ્યા છેઃ રર......જૈનોના વિરોધ ધ્યાનમાં લેતાં અમેએ મજકુર રેકર્ડે અમારા લીસ્ટમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય કર્યા છે, અમને ખાત્રી છે કે જૈન સમાજને અમારા આ નિણ યથી સાંત્વન મળશે અને અમે માનીએ છીએ કે આ રીતે આ પ્રકરણના સમાધાન પૂર્ણાંક અંત આવ્યા છે.” તા. ૨૧૨૧૩૭, નં. P/A C. આ પ્રમાણે એ કંપનીની મુખ્યશાખા તરફથી ધી યંગમેન્સ જૈન પત્ર મળવાથી આ પ્રકરણના લાભદાયક અંત આવ્યા છે અને તેથી ચ્ચે છે એમ માનવામાં આવે તા તે ખેાટુ નથી. સેાસાટીને આવેા જૈન સંધના વિજય For Private And Personal Use Only تر شیر પરન્તુ મદ્રાસના શ્રી સંધને, આવી ધર્મનિદક રેકડૅ માટે આટલા માત્રથી સતોષ ન થયા, એટલે તે શ્રીસંધે એ માટે કંઇક કાયદેસર પગલાં ભરવામાં આવે અને એ રેકર્ડા સામે રીતસરને સરકારી પ્રતિબંધ મૂકાઇ જાય તે માટે પેાતાને પ્રયત્ન ચાલુ રાખ્યા. તાજેતરમાં જ આ પ્રયત્નને ધારેલી સફળતા મળ્યાના શુભ સમાચાર મળ્યા છે. મદ્રાસની સરકારે એ ધનિક રેકર્ડ સામે કાયદેસરના પ્રતિબંધ જાહેર કર્યાં છે, અને આ રીતે આ પ્રકરણના સંપૂર્ણ વિજયભર્યાં અંત આવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44