________________
Jain Education International
Tulsa Jain Sangh Pratishtha Mahotsav 2004
હે ભગવાન
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુખ ૫૨ હું વિજય મેળવી શકું એવું ક૨જો. મને સહાય ન આવી મળે તો કાંઈ નહિ પણ મારું બળ તૂટી ન પડે,
સંસારમાં મને નુકશાન થાય કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો. મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો પણ એને હું ઊંચકી જઈ શકું, એવું કરજો. સુખના દિવસોમાં નમ્ર ભાવે તમારું મુખ હું ઓળખી શકું, દુખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય ત્યારે તમે તો છો જ – એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો. - રવીન્દ્રનાથ ટાગોર
This page
is donated by Ashok Ranchhod & Family
For Private & Personal Use Only
www.jainelibrary.org