SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International Tulsa Jain Sangh Pratishtha Mahotsav 2004 હે ભગવાન વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુખ ૫૨ હું વિજય મેળવી શકું એવું ક૨જો. મને સહાય ન આવી મળે તો કાંઈ નહિ પણ મારું બળ તૂટી ન પડે, સંસારમાં મને નુકશાન થાય કેવળ છેતરાવાનું જ મને મળે, તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો. મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો. મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો પણ એને હું ઊંચકી જઈ શકું, એવું કરજો. સુખના દિવસોમાં નમ્ર ભાવે તમારું મુખ હું ઓળખી શકું, દુખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય ત્યારે તમે તો છો જ – એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો. - રવીન્દ્રનાથ ટાગોર This page is donated by Ashok Ranchhod & Family For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528811
Book TitleJain Sangh Tulsa OK 2004 05 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Sangh Tulsa
PublisherUSA Jain Sangh Tulsa OK
Publication Year2004
Total Pages104
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center OK Tulsa, & USA
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy