Book Title: Jain Sangh Tulsa OK 2004 05 Pratistha
Author(s): Jain Sangh Tulsa
Publisher: USA Jain Sangh Tulsa OK

View full book text
Previous | Next

Page 93
________________ Tulsa Jain Sangh Pratishtha Mahotsav 2004 જ એક ભવના ‘આનંદ’ માટે, “અનંત-ભવોનું આમંત્રણ' આપતાં પહેલાં હે સાધક, તું જરા વિચારજે! જ આજના યુવાનો Heroin (હેરોઈન = એક માદક દ્રવ્ય) અને Heroine (હિરોઈન = નટી) પાછળ પાગલ બની પોતાનું પૌરૂષત્વ ગુમાવી રહ્યા છે. ઉપાશ્રયો વધાર્યો શું વળે, જે યોગ્ય ઉપાસનાઓ થતી ન હોય? (સ્થાનકો વધવાથી - સાધનાઓ વધે એવો કોઈ નિયમ નથી) છે “પાત્રતા' પ્રમાણે જ “પ્રાતિ' હોય છે (પાત્રતા = પ્રારબ્ધક પુરુષાર્થ). જ મોક્ષ-મંઝિલે ન પહોંચાડે એ માર્ગ' શું કામનો ? (એ “મોક્ષમાર્ગ' હોતો જ નથી) જ “ઉકળતા'' (ક્રોધી) જીવનો “ઉપદેશ” પણ “ઉપકારી” બનતો નથી છે “સંસાર-ભાવ'' ન છૂટે તો, સો વરસનું સાધુપણું પણ શું કામનું? છે “હોય ભેદ ભલે કાષ્ટ્રમાં – બાવળ ક ચંદનતણા, પણ “રાખ' થયા પછી કોઈ ભેદ નથી. હોય ભેદ ભલે સંસારમાં – અમીર કે ગરીબતણો પણ “રાખ' થયા પછી કોઈ ભેદ નથી'' “વેદ” ના “વમળ'માં ન ફસાઈ જાય એ ખરે જ ‘વિરલો' હોય છે! જ “વખત' ને “વેડફી’ નાખનારને, “વખત' જ “વેડફી' નાખે છે! વચનગુપ્તિ (મૌન) સેવનારને પ્રાયઃ “વચનલબ્ધિ' પ્રાપ્ત થાય છે. (મૌન પણ એક ‘તપ' છે) જ “અનંત નો અંત આવે જ નહિં” એ સત્ય હોવા છતાં, “અનંત'ને આંબવા માટે અમુક “અજ્ઞ' લોકો પ્રયાસ કરે છે. એવો પ્રયાસ “એળે' (વ્યર્થ) જ જવાનો. અપેક્ષાઓ-આશાઓ અનંત છે તેની પૂર્તિ કદી શક્ય નથી. હા! ઘટાડી જરૂર શકાય! જ “સરળતા' એ “સાધનરૂપી સીડી''નું સૌથી પ્રથમ “સોપાન' (પગથિયું) છે. છેઆત્મધ્યાન-અનુપ્રેક્ષાઓ આદિ વડે, આત્માનો અલૌકિક-અદ્ભુત આનંદ અનુભવી શકાય છે. જ “લખપતી” હોય કે “લંકાપતિ', આખરે તો તેને “લાકડાં” ભેગું જ થવાનું હોય છે. (પ્રશ્ય હોય તો ચંદનના નહિંતર બાવળના તો ખરા જ!) જ “સુખ'નું સરનામું કાં તો આપણને ખબર નથી અને કાં તો ખબર હોવા છતાં તેને અન્ય સ્થળે શોધીએ છીએ – તેથી જ આપણે દુઃખી થઈએ છીએ. “જે જ્યાં છે, તે | ત્યાંથી જ મળશે – જે જ્યાં નથી, તેને ત્યાં શોધવાથી કદી પ્રાપ્ત નહિં જ થાય. જ પેટની ભૂખ તો કદાચ બે ચાર રોટલી-શાક વગેરેથી સંતોષાઈ જાય છે, પણ સત્તાની ભૂખ – "Power Hunger" કેમેય સંતોષાથી નથી. અશાંતિનું મુખ્ય કારણ આ સત્તાની ભૂખ જ છે. દેશ-દેશ વચ્ચેના યુદ્ધનું આ જ મુખ્ય કારણ છે. – ડો. મધુસુદન મોદી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104