Book Title: Jain Digest 2011 04
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

View full book text
Previous | Next

Page 72
________________ સુખનીધાન પોતાની સાથે જ રહે છે. જ્ઞાનીએ પોતાનો સ્વભાવ જાણ્યો છે. આત્માનો સ્વભાવ સંપૂર્ણ સ્વતંત્ર, પોતાથી જ પોતામાં પરિપૂર્ણ, સુખરૂપ છે. તેથી જ્ઞાનીને કદી પણ પોતાના સુખ માટે પરાશ્રયની જરૂર લાગતી નથી. આવી દશા પ્રાપ્ત કરવા, તેને સહજ બનાવવા માટે બેહદ પુરુષાર્થ આવશ્યક છે. કલાકાર કુશળતાથી ચિત્ર દોરી શકે છે કે અદાકારી કરી શકે છે કારણકે એની પાછળ વરસોની તપસ્યા છે; એમજ જ્ઞાનીની આ સહજતા નિરંતર અભ્યાસથી આવે છે. અજ્ઞાની પોતે પોતાના સ્વભાવને ભૂલીને, ઉંધી માન્યતાથી પરની ગુલામી સ્વીકારે છે; પરંતુ જ્ઞાની સ્વભાવના જોરે પરાશ્રયરૂપ ગુલામીના બંધનને સર્વથા છેદીને, સંપૂર્ણ સ્વતંત્ર દશામાં બિરાજે છે. સંસારની સર્વ પ્રવૃત્તિઓમાં તેઓ ઉદાસીન થઈને નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે. નીજાનંદનો અનુભવ થયો હોવાથી તેમને વિષયો પ્રત્યે વૈરાગ્ય હોય છે. "સકલ જગત છે એઠવત, અથવા સ્વપ્ન સમાન" પ્રતીત થાય છે, તેથી તેમને વિષયસુખ ભોગવવાના પરિણામ થતા નથી. ૨) અપૂર્વ જાગૃતિ જ્ઞાની પૂર્વ કર્મોદયના કારણે સંસારની પ્રવૃત્તિમાં પ્રવર્તે છે ત્યારે પણ એમની વૃત્તિ નિજભાવમા જ રહે છે. સંસારના કાર્યોમાં પણ તેમને પોતાના શુદ્ધસ્વરૂપની પ્રતીતિ તેમજ જ્ઞાન વર્તે છે. તેઓ ગમે તેવા ઉપાધી પ્રસંગમાં પ્રવર્તતા હોય તોપણ તેમના શ્રદ્ધા-જ્ઞાન ઘેરાઈ જતા નથી,વિપરીત થતા નથી. જેમ એક નાવને કિનારે બાંધેલી હોય તો પાણી અને પવનના કારણે તે હાલકડોલક થાય પણ છૂટી ન જાય; તેમ જ્ઞાની પૂર્વબદ્ધ કર્મના ઉદયરૂપ મોજાંથી અઘાપાછા થતા જણાય, પણ પોતાના લંગર નાખેલા સ્થાનથી તેઓ જરા પણ હટતા નથી, સ્વરૂપલક્ષ ચુકતા નથી. આવા ઉદય પ્રસંગોમાં તેમને ક્યાંય ગમતું નથી, ઉત્સાહ આવતો નથી, હોંશ કે ઉમંગ ઉછળતો નથી. તેમની પ્રવૃત્તિ તપેલા લોઢા ઉપર પગ મુકવા જેવી હોય છે. જેમ તપેલા લોઢા ઉપર પગ મુકતા તરતજ આંચકો અનુભવાય છે, પગ ત્યાં ઝાઝો વખત ટકી શકતો નથી, તરતજ આપોઆપ ખેંચી લેવાય છે; તેમ સંસાર પ્રવૃત્તિમાં જ્ઞાનીઓ એકદમ આંચકો અનુભવે છે, એમાં ઝાઝો વખત સ્થિતિ કરતા નથી, ત્યાંથી તરત પાછા વળી જાય છે. જે પ્રવૃત્તિ કરવી પડે તે અત્યંત નીરસપણે, અંતરંગ ખેદ સહીત કરે છે. સંસાર પ્રવૃત્તિ કરતી વખતે જ્ઞાની પોતાના સ્વરૂપ પ્રત્યે જાગૃત રહી, ઉદયથી ઉપયોગને છૂટો પાડે છે. તેમનો ઉપયોગ આત્મામય રહે છે. કોઈ પણ પ્રસંગમાં સ્વરૂપ જાગૃતિ ચુકતા નથી. તેઓ ખાતા, પીતા, બેસતા, ઉઠતા "હું માત્ર દ્રષ્ટા છું" એવી જાગૃતિ રાખે છે. પોતાને જે સંગપ્રસંગ Jain Education International JAIN DIGEST .. May 2011 પ્રાપ્ત થાય એની સાથે તેઓ એકત્વ કરતા નથી. એમાં ખોવાઈ જતા નથી. કર્મના ઉદયે જે ફરઝ આવી પડે તેને તેઓ સારીરીતે, સાક્ષીભાવ નિભાવે છે. તેઓ બધી ફરજોનું પાલન કરવા છતાં એમાં લેપાતા નથી.વિષય કષાયની પ્રવૃત્તિમાં હોવા છતાં તેઓ જળકમળવત રહે છે. ૩) અપરિગ્રહ જેમણે સમ્યક દર્શન પામ્યું છે, તેઓ આ રીતે સંસારિક પ્રવૃત્તિમાં અનાસક્ત રહે છે. તેમની દૃષ્ટિ તો આત્મા પર જ રહે છે. પરમાં સુખ બુદ્ધિની કલ્પના છોડી, નિજ શુદ્ધ ચિદાનંદ પૂર્ણ સ્વભાવમાં સ્થિરતા કરતા અનુપમ અતીન્દ્રિય સુખ પ્રગટે છે. તેના આસ્વાદથી અદભુત તૃપ્તિ થાય છે. આવી સ્થિતિમાં સંસારિક પદાર્થોમાં રસ રહેતો નથી. પોતાના પાસે કેટલું છે એ માપ ન રહેતા પોતાને શેના વગર ચાલે છે એ સમૃદ્ધિનું માપ થાય છે. આવા જ્ઞાની કહે છે કે કિંચિત માત્ર ગ્રાહવું એ સુખનો નાશ છે. એ કહે છે કે બહારથી જેટલો તું ભરેલો છે તેટલો તું અંદરથી ખાલી છે. અજ્ઞાની જીવો સુખની ભ્રાંતિ માટે પ્રથમ પદાર્થો ભેગા કરે છે અને પછી તેને રક્ષવાની, વધારવાની અને ભોગવાની ચિંતામાં દુખી રહે છે. પણ જેમને વિતરાગ માર્ગની યથાર્થ સમજણ થઇ છે તેઓ આત્મ મહિમાને લીધે પરિગ્રહથી દૂર રહે છે. ૪) નિર્લેપતા જ્ઞાની બાહ્યથી સંસારને ભજતા દેખાય તોપણ તે ભજનમાં આત્મભાવ, આદર, આસક્તિનો અભાવ હોય છે. તેમની દ્રષ્ટિ તો નીજાત્માં પર જ હોય છે. મત્સ્યવેધ વેળા અર્જુનની આંખ નીચે પાણીમાં સ્થિર થઇ હતી. માત્ર વિચક્ષણ જન જ પકડી શકે કે અર્જુનની આંખ નીચે મંડાઈ હોવા છતાં એની દ્રષ્ટી તો માથા પર ફરી રહેલ માછલી ઉપર જ ચોંટેલી હતી. તેવી જ રીતે જ્ઞાની સાંસારિક ક્રિયાઓ કરતા દેખાય, પરંતુ તેમની દ્રષ્ટી તો શુદ્ધાત્માંરુપી માછલી પર જ સ્થિર હોય છે. સંસારમાં રહ્યા છતા તેમની દ્રષ્ટી શુદ્ધાત્માંમાં જ સ્થિર હોય છે. જીવમાંથી અજ્ઞાન ટળી જતા જીવનમાં આવું પરિવર્તન આવે છે. ઉપરથી જોતા જીવનમાં કદાચ કોઈ ફરક ન લાગે, તો પણ અંદરથી તે સમગ્રપણે બદલાઈ જાય છે. એક રીતે જોઈએ તો બધું તે જ હોય છે કે જે પહેલા હતું, પરંતુ બીજા અર્થમાં પૂર્વ અવસ્થા પૈકીનું કશું જ રહેતું નથી. દોરીને જમીન ઉપર ગોઠવીને બાળવામાં આવતાં દોરી તો બળી જાય છે. પણ તેની આકૃતિ તો પહેલાં જેવી જ રહે છે. આકૃતિની દૃષ્ટિએ કોઈ પરિવર્તન આવ્યું ન હોવા છતા દોરીપણું તો સમૂળગું નાશ પામ્યું હોય છે. દોરી બાંધવાના કામમાં આવે છે, પણ દોરીની આકૃતિએ રહેલી રાખ કોઈ કામમાં આવતી નથી. જ્ઞાનીપુરુષનું જીવન આવું હોય છે, જ્ઞાનાગ્નીમાં જયારે અજ્ઞાન બળી જાય છે ત્યારે માત્ર For Private & Personal Use Only www.jainlibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80