________________
આ સુચના.. ઉપર જણાવ્યા સિવાયની આ લીસ્ટ બહાર પડ્યા પછીની બુક યા પ્રતો જે બહાર પડશે તે વેચાણ માટે મંગાવી રાખવામાં આવશે અને તેને લાભ વેચાણ મંગાવનારને આપવામાં આવશે. તેનું લીસ્ટ હવે પછી જરૂર જણાશે ત્યારે જૈન ધર્મ પ્રકાશ માસિકની અંદર પ્રગટ કરવામાં આવશે.
- શ્રી જૈન ધર્મ પ્રકાશ. ૨
આ માસિકનું હાલ ૪૩ મું વર્ષ ચાલે છે. એ માસિક અને તેને પ્રગટ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા જેનું ૪૭ મું વર્ષ ચાલે છે. એ બધી સંસ્થાઓમાં ને માસિકમાં જુના છે, એટલા વર્ષનું એક પણ માસિક નથી અને એવી એક પણ જુની સભા નથી. જેનવર્ગમાં એ પ્રથમ દરજો ધરાવે છે. માસિકનું લવાજમ પ્રથમ રૂા. ૧) હતું, હાલ રૂા. ૧૫ કરેલ છે આટલી બધી મેંઘવારી કાગળ ને છપામણુની થયા છતાં લવાજમમાં તે વધારે કર્યો નથી. લેખો બહુજ ઉપયોગી અને શાસ્ત્રાધ ૨ સાથેના આવે છે. વાંચનારને અનેક પ્રકારના સગુણે પ્રાપ્ત થવા માટે તે પ્રબળ સાધનભૂત થાય તેવું છે. દરેક જૈનબંધુને વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. ગ્રાહકોની સંખ્યા સારી છે. સભાની અંદર સભાસદની સંખ્યા પણ સારી છે, આખા હિંદુસ્થાનના પ્રતિષ્ઠિત પુરૂને બહાળો ભાગ એ સંસ્થા સાથે જોડાયેલ છે. માસિક કેઈની પણ નિંદા કરવાથી કે ફ્લેશ જગાડવાથી તદ્દન દૂર રહેલ છે. આજ સુધી તે કારણને લઈને જ અવિચ્છિન્ન ચાલ્યા કરે છે. સભામાં મેમ્બર થનારને તે ભેટ મળે છે તેથી સભામાં મેઅર થઈને અથવા એ માસિકના ગ્રાહક થઈને તેને લાભ જરૂર લેવો. એકવાર વાંચીને ખાત્રી કરવી. વધારે લખવાની આવશ્યક્તા નથી. બહારગામવાળાને પિસ્ટેજના ચાર આના વધારે આપવા પડે છે. દર વર્ષે એક ભેટની બુક આપવામાં આવે છે.
મરી શ્રી જ ધમપ્રસારુ wવનગર