________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir Reg. No. G 50 હિ, ત્રણ રત્નો આર્ય દેશને વેપારી યવન દેશમાં ગયો. યવનરાજાને નજરાણુમાં વ, મણિ ને રત્ન ભેટ ધર્યા, રત્નો તો અમૂલખ હતાં. કેટલાંક અંધારામાં અજવાળાં કરતાં, કેટલાક પાણીમાં માગ' કરતાં, તે કેટલાંક મૂકીમાં રાખતાં અજબ ગરમાવો આપતાં. યવનરાજ કહે, “રે વેપારી તારા દેશમાં અજબ રત્ન પાકે છે. મારા દેશમાં તો ફક્ત ડુંગળી પાકે છે. મારે તારો દેશ જે છે. આર્ય વેપારી ને યવનરાજ ભારતમાં આવ્યા. અહીં આખું ઝવેરી બજાર હતું. ભાતભાતનાં રત્નો હતાં. યવનરાજ તો એક જુએ ને એક ભૂલે. રત્નનો દાબડો લઈને બેઠેલા એક ઝવેરીએ એકાએક દાબડા બંધ કર્યો, ને કહ્યું, " વનમાં મહાઇવેરી આવ્યા છે. મારે ત્યાં જવું છે. અજબ અજબ રને તેમની પાસે છે.' યવનરાજ તેની સાથે મહાઝવેરીને જેવા વનમાં આવ્યું, ત્યારે જોયું તો એક સાવ વસ્ત્ર વગરને માણસ બેઠેલે, પણ એની વાણી સાકર-શેરડી જેવી મીઠી હતી. યવનરાજ કહે, “આ તમારે મહાઝવેરી? એની પાસે તો પહેરવા કપડાંય નથી.” વેપારી કહે, “તમે ચાલે ને પરિચય કરો. મહારત્નોનો એ ઝવેરી છે. " યવનરાજે તે જઈને પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો, “આપની પાસેનાં રત્નો બતાવશો ?' મારી પાસે અનેક રત્ન છે, એમાં ત્રણ રત્નો તો અજબગજબ છે. પહેલાં રત્નનું નામ છે જ્ઞાન. એનાથી સારું છું અને હું શું એની સમજ પડે છે. બીજા રત્નનું નામ છે શ્રદ્ધા. સારું જાણું, બેટું જાણ્યું, પણ તે વાત પર શ્રદ્ધા થાય તે કામ થાય. માટે એ રત્નનું નામ શ્રદ્ધારત્ન છે. “ત્રીજા રત્નનું નામ છે કાર્યરત્ન. જ્ઞાન થયું, શ્રદ્ધા બેઠી, પણ જો આચરણ ન કર્યું તે નકામું. આ કાર્યરત્ન તમને આચરણ કરવા પ્રેરે છે.’ યવનરાજ કહે, “અદ્ભુત છે આ રને ! મારે એ સ્વીકાર્યું છે. મને દીક્ષા આપે.” જ્ઞાન, દર્શન ને ચારિત્ર–આ ત્રણ રત્ન કિરાતરાજને અપૂર્વ મન્યાં. એનો બેડો પાર થઈ ગયે. (શ્રી યશોવિજ્યજી જૈન ગ્રંથમાળા સ્મરણિકામાંથી), ' પ્રકાશક : દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મૃદક : ગીરધરલાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર For Private And Personal Use Only