Book Title: Jain Center ST Louis 1999 05 Pratistha
Author(s): Jain Center St Louis
Publisher: USA Jain Center St Louis MO

View full book text
Previous | Next

Page 22
________________ પ્રભુ મહાવીરને લખેલો પત્ર ન્યુજીમાં કાલ્ડવેલના દેરાસરમાં દર મહિને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૦૦૦૦ ભક્તામર સ્તોત્ર અને સમુહ સામાયિક થાય છે. લગભગ ૨૦૦ જેટલા ભાઇ – બેનો ઉત્સાહથી ભાગ લે છે. આ વર્ષે સામાયિકના સ્વાધ્યાયમાં ભગવાન મહાવીરના ૨૭ ભવોનું ચરિત્ર ચાલે છે. આજે ૨૬મો ભવ પુરો કર્યો અને ૨૭મા ભવની કથા શરૂ થઇ. પ્રભુ મહાવીર દેવલોકમાંથી ચ્યવીને દેવાનંદાની કુક્ષિમાં ગર્ભ રૂપે આવ્યા. ૮૨ દિવસ પછી મહાવીર પ્રભુનો ગર્ભ રૂપાંતરિત થયો ત્રિશલા માતાની કુશીમાં...... અને ૯ ૧/૨ મહિના પસાર થયા. ઘોડા જ સમયમાં ત્રિશલા માતા પ્રભુને જન્મ આપશે. આ પળે સામયિકમાં બેઠેલા સર્વ ભાઇ બેનો, એ ભાવના ભાવે છે કે પ્રત્યેકના હૃદયમાં ભગવાન મહાવીર ચ્યવીને આવ્યા છે. આ સમયે – જન્મ પહેલા – મહાવીર પ્રભુને લખાયેલો પત્ર વાંચી સંભળાવવામાં આવે છે... અવધિજ્ઞાનના ઉપયોગથી ભગવાન પત્રની વિગત સાંભળે છે.. પત્ર હે પ્રભુ ! આજના સામયિક્માં આપના ચ્યવન કલ્યાણકની વાત સાંભળી અમારા હૈયામાં ભાવનાની ભરતી આવી છે. પ્રભુ અમે જાણે એ અનુભવ કરીએ છીએ કે અમારા હૃદયમાં આપ આવીને પધાર્યા છો. પ્રભુ! આપની સમક્ષ મસ્તક ઝુકાવી, આપની મંજુરી મેળવી, આપની સમક્ષ આ પત્ર વાંચવામાં આવે છે, તો સાંભળો. પ્રભુ! આ જીવે તો ૮૪ લાખ જીવાયોનિમાં અનંતફેરા કર્યા. રાહ બદલ્યા, રાહી બદલ્યા પણ હજુ મંઝીલ પ્રાપ્ત થઇ નથી. પ્રભુ ! આપના પૂર્વ ભવોની મહાયાત્રા અદ્ભુત છે. પ્રભુ ! અત્યારે નજર સામે આપનો પ્રથમ ભવ દેખાય છે. અનંતા વર્ષો પહેલા આપ એક નગરના નયસાર નામે ભલા ભોળા, એક મુખી હતા. આંખના પરદા સામે એ પ્રસંગ આજે પણ એટલો જ સ્પષ્ટ દેખાય છે. જંગલમાં ભુલા પડેલા, ભુખ તરસથી પીડાતા સાધુઓને આપે ભોજન આપ્યું. અને જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો. સાધુ મહાત્મા આપની સરળતા અને નિખાલસતા જોઇને પ્રભાવિત થયા અને આપને નવકારમંત્ર આપ્યો. અત્યંત ભાવપુર્વક, ગ્રાહક દૃષ્ટિથી, આપે નવકારમંત્રને ગ્રહણ કર્યો અને ખાલી હૃદયમાં ભરી દીધો. આપે તેને જીવન મંત્ર બનાવ્યો. હ્રદયની ધરતીમાં ધર્મનું બીજ વવાયું અને તેમાંથી અંકુરો ફુટયો. આપને સમ્યગદર્શન પ્રાપ્ત થયું. પ્રભુ ! પ્રશ્ન થાય છે કે અમારા જીવે પણ મહાત્મા અને ગુરૂ પાસેથી અનેક મંત્રો લીધા અને લાખોવાર ગણ્યા પણ સમ્યગદર્શન કેમ પ્રગટ્યું નહિ? પ્રભુ! હવે સમજાય છે કે મંત્ર સ્વીકારત્તી વખતે અમારું હૃદય નથસાર જેવું નિખાલસ અને ખાલી ન હતું. પરિણામે અહંકાર અને કષાયોથી ભરેલા હ્રદયે સ્વીકારેલા મંત્રો કંઇ જ અસર ન કરી શક્યા. પ્રભુ નયસાર બનીને આપે સમગ્ર જગતને અદ્ભુત પ્રેરણા આપી કે હે માનવ! તુ સ૨ળ બનીને સહજભાવે યથાશક્તિ સેવા કર. બદલામાં કોઇજ અપેક્ષા ન રાખતો. ગુરૂ પાસેથી જે કંઇ મળે તે, ગ્રાહકતાથી, બાલ સહજતાથી સ્વીકાર કરજે. પ્રભુ ! મરીચિના ભવને જોતા અમને થાય છે કે મરીચિ જેવા મહાન જ્ઞાની, મુની બન્યા અને હજારોને ધર્મ પમાડયો. પરંતુ અસાધારણ અને અસહ્ય ગરમીના એ દિવસોમાં ભર બપોરે, ખુલ્લા પગે વિહાર કરતા કરતા, ગરમી સહન ન કરી શક્યા અને ઈંદ્રીયોથી પરાજિત થયા. જૈન સંઘ અને સાધુ સમાજથી જુદા પડીને ત્રિદંડીનો વેશ લીધો. એ તો ઠીક પણ દાદા, તીર્થંકર આદિનાથ ભગવાન પાસેથી જાણ્યું કે મરીચિ ૨૪મા તીર્થંકર થવાના છે ત્યારે મરીચિનો અહંકાર સીમા ઓળંગી ગયો, કુળનું અભિમાન કર્યુ અને નીચ ગૌત્ર કર્મ બપ્પુ, પ્રભુ ! આ દૃશ્ય જોઇને અમને પણ થાય છે કે અમારો જીવ કેટ કેટલીવાર અહંકારની ભરતીમાં ભીંસાયો હશે. ધન સંપત્તિ, કે પદવી જરાક કંઇક વધ્યું અને અમારો અહંકાર ગેસના ફુગ્ગાની જેમ ફુલાતો ગયો. કર્મ પ્રકૃતિએ મરીચિ જેવા મહાન આત્માને ન છોડયો તો અમારી શું હાલત થશે? પ્રભુ ! મરીચિ બનીને આપે જગતને એ પ્રેરણા આપી કે પુણ્યના ઉદયથી ઉચ્ચ કુળ કે ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરો તો અહંકાર ન કરશો. પ્રભુ ! વિશ્વભુતિના ભવને યાદ કરૂં છું ત્યારે એ પ્રસંગ મારી નજર સામે દેખાય છે. માસક્ષમણને પારણે માસક્ષમણ કરનારા મહામુનિ વિશ્વભુતિ રાજમાર્ગ પર ચાલ્યા જાય છે. કાકાનો દિકરો વિશાખાનંદી મહેલના ઝરુખામાં બેઠેલો છે. રસ્તામાં ચાલતી એક ગાયની અડફેટમાં આવતા વિભુતિ મુનિ જમીન પર પડે છે. ઝરૂખામાં બેઠેલો વિશાખાનંદી, આ દશ્ય જોઈને મો મારે છે. .. વિશ્વભુતિ, માત્ર એક મુક્કો મારીને કોઠાના વૃક્ષના ફળો તોડનારી તારી તાકાત કર્યાં ચાલી ગઇ? મહાતપસ્વી વિભૂતિનો ાસ આ શબ્દો સાંભળતા રૂપાય છે. હાથની બે મુઠ્ઠીઓ વળે છે. અહંકાર Jain Education International For Privat 20Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40