Book Title: Jain Center ST Louis 1999 05 Pratistha
Author(s): Jain Center St Louis
Publisher: USA Jain Center St Louis MO

View full book text
Previous | Next

Page 29
________________ માનવ અને મંદિર વિશ્વમાં કોઇપણ માનવજાતી એવી નહિ હોય કે જેણે મંદિર જેવું કશુંજબનાવ્યું ન હોય. માણસને ઇવરતત્વની ખોજ હંમેશા રહે છે. ઈજાર નિસકાર લેવા છતાં એને આકાર આપી પોતપોતાની સંસ્કૃતિ અનુસાર માનવ મંદિરોમાં પોતાની માન્યતા અનુસાર મુરતિ, પ્રતિમા પ્રતિસ્થાપે છે. પછી ભલેને માનવ પહાડ પર, પૃથ્વી પર, વનમાં, ઉપવનમાં, કે નિકુંજમાં, ગમે ત્યાં વસ્યો હોય. જયાં જયાં એ વસ્યો ત્યાં ત્યાં એ મંદિર જેવું કશુંક બનાવ્યા વિના રહી શક્યો નથી. જાનવર અને માનવની વચ્ચેનો તફ્રવત શું? માનવ એટલે મંદિર બનાવનારું પ્રાણી. ઘર તો જાનવર પણ બનાવે છે. પરમાત્માનું ઘર માત્ર માનવજબનાવે છે. મંદિરમાં કોઇપણ જાતનાં ઘચ નીચના ભેદો નથી હોતા. ભગવાન સમક્ષ જયારે માનવ ર્દશન કરવા ઊભા રહે છે ત્યારે એને એના જ્ઞાનને, સંપત્તિને કે રૂપને બતાવવાનું નથી હોતું. મંદિરના દ્વાર હંમેશા દરેક વ્યક્તિ માટે ખુલ્લા હોય છે. ભલે એ ગરીબ કે તવંગર હોય, ભગવાનના દરબારમાં હંમેશા સમાનતા જોવા મળે છે. મન જયારે જયારે અશાંત થાય છે ત્યારે માનવ પોતાના મનની શાંતી માટે ભટકતો હોય છે. પોતાના મનનાં દુ:ખો, સુખો, ભગવાન પાસે રજૂ કરતાં ખચકાતો નથી. શુધ્ધ મનથી કરેલો પચાતાપ માનવને ફી માનવ બનાવવા માટેની શક્તિ આપે છે. જયારે વિદેશમાં આવ્યા ત્યારે, નવું શહેર, નવી વ્યક્તિઓ, નવો દેશ, આ બધાંમાં માનવ મુંઝવણ અનુભવતો હેય, અને મનની એકલતા હોય ત્યારે એને જરૂર વિચાર આવે કે એક મંદિર હોય તો કેવું મંદિરમાં ભગવાનના દર્શનથી એનામાં સમ્યગુ જ્ઞાન, દર્શન, ચસ્ત્રિની પ્રેરણા મળે છે. સાચા મનથી, દિલથી, જો ભ તિ કરીએ તો ખરેખર એ વ્યક્તિ આપણને સાચો મગ બતાવે છે અને જ્ઞાન આપે છે સાથે સારું જીવન જીવવાની એક પ્રેરણા આપે છે. આજે આપણે ત્યાં એક સુંદર દહેરાસર બની રહયું છે, સૌનો આનંઠ, ઉમંગ, ઉમળકો હૈયામાં થનગનાટ ઉત્પન કરી રહ્યો છે, જે દર્શાવે છે કે, આ મંદિર એક સુંદર પવિત્ર યા, પવિત્ર પ્રતિક, મનને સ્વચ્છ બનાવનાર, આ મંદિર સૌના હદયમાં વસે અને સૌના દિલમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરૂં હંમેશા વહયા કરે એવી ભાવના રહે. મિલન કાપડીયા સોનલવર્ણો.....સંદેશ એટલા નરમ ના થાઓ કે... લોકો તમને ખાઇ જાય એટલા ગરમ ના થાઓ કે... લોકો તમને અડી પણ ન શકે એટલા ભોળા ના થાઓ કે... લોકોને તમને મુરખ બનાવી દે એટલા અતડા પણ ના થાઓ કે... લોકો તમને મળી પણ ન શકે એટલા ગંભીર ના બનો કે... લોકો તમારાથી કંટાળી જાય એટલા છીછરા ના બનો કે... લોકો તમને ગણકારે નહીં એટલા મોંઘા ને બનો કે... લોકો તમને બોલાવી પણ ના શકે એટલા સસ્તા પણ ના બનો કે... લોકો તમને નચાવ્યા કરે એટલા ભૌતિક સુખમાં વ્યસ્ત ન બનો કે... આત્મા પણ ભુલાઈ જાય હંમેશા મધ્ય બિંદુ બનો... જે થી મોક્ષ હાથવેંતમાં 27. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40