Book Title: Jain Center Los Angeles CA 2003 05 Expansion Charity Gala Author(s): Jain Center So CA Los Angeles Publisher: USA Jain Center Southern California View full book textPage 9
________________ જીન મંદિર જતા મન વિચારે ચઢે છે. જીવનના સરવાળા બાદબાકી વાગોળતા એકાએક એક જ્યોતી પ્રગટે છે.જૈન સેંટરનું વિક્સત સ્વરૂપનાં સ્વપ્નો સાંપડે છે. અને યુ હરખથી મરાય છે. વડીલોની દીર્ઘદષ્ટિ કસબીઓની કારીગરી, યોગીહાઓની હાડમારી, દાનવીરોના દાન અને મેમ્બરોની મહત્વકાંક્ષાથી આ સ્વપ્ન સાકાર થતું જણાય છે. એ દિવસો ક્યારે આવશે કે જ્યારે આનંદનો ઉત્સવ હશે અને ઉત્સવનો આનંદ હશે. પાછ કરીને જોતાં એ દિવસો યાદ આવે છે જ્યારે આપણે સૌ અભ્યાસ, અનુમય કે પ્રગતીમય જીવનની શોધમાં આ સમૃદ્ધ ધરતી પર આવ્યા હતાં. આંખો અંજાઇ જાય તેવી જાહોજલાલી અને આશ્ચર્યમય આધુનિકતા જોઇને રાજી તો થયા હતાં, પણ સાથે સાથે ક્યારેક એવા વિચારો પણ આવતા કે આ દોડમાં આપણે આપણા ધાર્મિક સંસ્કારો સાચવી શકીશું? મન પસંદ આ જૈન જીવનનું જતન કરી શકીશું? ભાષા ભુલાઇ જવાનો પણ ડર રહેતો. દેવ ગુરુ શાસ્ત્રને ફરી પામીશું કે કેમ? અવાર નવાર આવા સવાલો ઉઠી ઉઠીને ગમી જતા, તો ક્યારેક શમાવી દેવા પડતા હતા. જીન મંદિર જતાં પલ્લવી દીધી જૈન ભવન મળતાં એ દિવસો ગયા અને ડર પણ ગયો. રવિવારે સવારે દેવ દર્શનથી અઠવાળિયુ શરુ કરી શકીયે. ગાડીમાંથી ઉતરતાં જ સાધર્મીઓ નજરે ચઢે. જય જીનેન્દ .. જય જીનેન્દ્ર નું કાનમાં ગુંજન રહે. પગથીયા ચઢતાં જ પ્રભુ દર્શનને પામીયે. આપણા સ્વાધ્યાયકારો અહીં નિયમીત સરસ્વતી વહાવે અને તેમાં તરબોળ થઇ આપણા વિચારોમાં વધુ શુધ્ધતા લાવી શકીયે. બાળઉછેર માટે ઉચ્ચ સંસ્કાર સિંચનનું સાધન મળ્યુ. ભાવતા ભોજન તો જૈન સેન્ટરે આપણને પીરસ્યા, તો આજે આ આનંદ સાગર કેમ ઉછળી રહ્યા છે? એમ લાગે છે કે આધ્યાત્મીક રસ્તાના એક એવા તબક્કા પર આવીને ઉભા છીએ કે જ્યાંથી ભૂતકાળ તરફ નજર કરતાં ઇચ્છા, આશા અને જંખના ઉભેલી દેખાય છે. અને ભવિષ્ય તરફ જોતાં પ્રકાશ, નિશ્ચય અને ગૌરવ ઉભેલો દેખાય છે. કેલીફોર્નીયામાં જૈનોનો પાયો મજબૂત તો હતો જ. હવે તેના પર સુંદર ઇમારત ચણાતી દેખાય છે. આપણા પછીની પેઢીઓનું જૈન ભવિષ્ય ઉજળુ ભાસે છે. આપને ધર્મ, ભાષા અને સંસ્કૃતીનો જ વણમાગ્યો વારસો મળ્યો છે, તેમાં ઉમેરીને જ્વેની પેઢીને આપી શકીશું એવા સંઘાણના આયોજન છે. તો ચાલો, આપણે સૌ સહર્ષ આ expansion ને વધાવી લઇએ, અને યયાશક્તિ તન-મન-ધન અર્પવા તત્પર રહીયે એજ અભિલાષા. આ કાર્યના કાર્યકર્તાઓને સમ્બોધવા શબ્દો ઓછા પડે છે. એમ છતાં .. .. કરી કરી એમને અભિનંદન અને સૌને શુભેચ્છાઓ. જય જીનેન્દ પલ્લવી દોષી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68