Book Title: Jain Center Los Angeles CA 2003 05 Expansion Charity Gala
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California
View full book text
________________
સુવર્ણ તક આપણે આંગણે
જીતેન વસા
આ માનવીનું જીવન એક સુવર્ણ તક છે. સોનેરી અવસર છે. એનો ઉપયોગ કરી લઇએ. આપણને સાંપડે કે નહીં તકદીરના ભરોસે બેસી રહેનારા તકનો લાભ ઉઠાવી નથી શકતા. આપણે નથી મેળવી શક્યા, એ આજે અનાયાસે આપણી સમક્ષ આવ્યો છે તો એને માણી લઇએ.
ગયેલો સમય અને વહેતા નીર કદી પાછા વળતા નથી. વિચારોની વળગણો ખંખેરીને કંઇક સુંદર પગલુ ઉપાડો, દોસ્ત. પ્લાનીંગ કે આયોજાન અહીં ફિક્કા પડે છે. અહીં તો એજ જીતે છે જે સમયની સરગમ પર બેફિક્રીનું ગીત છેડી શકે. અને કિસ્મતના ઘડવૈયાને કહી શકે
“મેં કદી માંગી નથી જગમાં યુગોની જીંદગી કોઇ યુગને સાંપડે એક એવી ક્ષણ મળે.”
ગુલાબ અને ધંતુરી - બન્ને ઉગે જમીનમાંથી છતાંય બન્નેની જીવવાની રીતમાં તફાવત હોય છે. બન્નેને એક જ માટી, એક જ પાણી મળે છે, એક જ જાતનું હવામાન મળે છે . છતાં પણ ગુલાબ શતદલ પાંખડીએ ખીલી ઉઠશે અને ધંતૂરો અલબત્ત ઉઘડશે પણ એનો ઉઘાડ કોઇના ઉરને ઉલ્લાસ નહી બક્ષે. ગુલાબની દરેક પાંખડી કોમળતા વેરે છે .. સુગંધ ફોરે છે .. ગુલાબ જ્યાં હોય છે ત્યાં ખુશબોની દુનિયા રચાઇ જાય છે. માનવના દિલ ને દિમાગ તરબતર બની જાય છે. જ્યારે ધતૂરાની સામે જોવા કોઇનીય પાંપણ તૈયાર નહી થાય.
મીત, શી ખબર, આ પળો કરી અનંત, અસીમ જન્મોમાં જે મોકો
Jain Education International
આજે આપણા આંગણું - જૈન સેંટરના આંગણે – વર્ષોથી જેની મનોકામના હતી, એક સ્વપ્ન હતું. એક અરમાન હતું, એક તમના
=
હતી, તેને સાકાર કરવાનો સમય આવી ગયો છે. તેની અનુભૂતી પણ થઇ જ રહી છે. અનેક કાર્યકરો પોતાના તન, મન, ધનથી તેની સેવા કરી રહ્યા છે. આપણા જૈન સમાજની એક એક વ્યક્તિની જવાબદારી બની રહે છે કે આ સેંટર આંગણાની તુલસી બની જાય, તેની મદદ કરવા તલપાપડ થઇ જાય. આ આપણુ જ ઘર છે. આપણુ જ દેરાસર છે. સેંટરથી થતા લાભની આપ સૌને જાણકારી તો છે જ.
આપણી જ ઇમારત છે. આ
માટે ગુલાબ જેવા બની, દીસ્તી, ગુલાબનું પોતાનું આગવુ વ્યક્તિત્વ છે – અવનવું અસ્તિત્વ છે. માણે છે. તમારી પાસે આવનાર તમારા ગુણોની સુગંધથી સભર બને એવું વ્યક્તિત્વ વિક્સાવો. મન, ધનથી યયાશક્તિ આ ભવ્ય ઇમારતને ચણાવાનું કાર્ય તમારા હાથમાં ઉપાડી લો. ગુલાબની મહેક તમારા જીવનમાં પ્રસરી જશે તેમાં જરાય શંકા નથી.
“ખોટી તુ રકઝક ના કર, જીંદગી પર શક ના કર એ કરી નહીં આવે, તું આ સુંદર તક જતી ના કર.'
જીતેન વસાના જય જીનેન્દ્ર,
-
For Private & Personal Use Only
ગુલાબની પાસે જનાર મહેંક ગુલાબની જેમ ખુલ્લે હાથે તન, સુગંધની જેમ આ ભવ્ય સેંટરની
www.jainelibrary.org