________________
પરિસ્થિતિમાં ઘણી વાર આપણી આલોચનાને કારણે તેઓ વિષય છોડી દે તેવું પણ બને. માટે આલોચના કરવાને બદલે કુશળતાપૂર્વક તેઓને માઠું ન લાગે તેમ લેખની મર્યાદા દર્શાવવી અને હવે પછી જ્યારે પણ લેખ લખાય ત્યારે અમુક પ્રકારની બાબતો ખ્યાલમાં રાખે તેમ જણાવવું. તથા ખૂબ સારી રીતે રજૂ થયેલા લેખની અતિપ્રશંસા પણ ન કરવી, કારણ કે તેમણે તૈયાર કરેલો લખેલો લેખ આપણી પાસે આવે નહીં ત્યાં સુધી આપણે નિર્ણય ન કરી શકીએ કે તે લેખ ખરેખર મૌલિક છે કે નહીં? માત્ર સારી રીતે પ્રસ્તુત કરવાથી તેની પ્રશંસા કરવી નહીં. આવી રીતે મૈત્રીપૂર્ણ વાત કરી મારી સમાલોચનાને એક નવી દિશા આપી. આમ તેઓ વાત્સલ્ય સભર પ્રબુદ્ધ પાંડિત્ય ધરાવતા હતા. મધ્યકાલીન ગુજરાતી ભાષાના આરૂઢ વિદ્વાન:
શ્રી રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે જોડાયા ત્યારે પણ સંશોધન-સંપાદન કાર્ય કરતા રહ્યા. મધ્યકાલીન ગુજરાતી ભાષાનું સાહિત્ય વિપુલ માત્રામાં ઉપલબ્ધ થાય છે. મોટા ભાગનું સાહિત્ય અપ્રકાશિત અને અપ્રગટ રૂપે પડ્યું છે. આ ગુજરાતી સાહિત્યની વિશેષતા એ છે કે આ સમગ્ર સાહિત્યમાં ૭૦થી ૮૦ ટકા જેટલું સાહિત્ય તો માત્ર જૈન મુનિઓ-સાધુઓ અને આચાર્યોએ રચેલું છે. તે સાહિત્યને પ્રગટ કરવાની પરંપરા વ્રજલાલ શાસ્ત્રી, નરસિંહરાવ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, મધુસૂદન મોદી, ભોગીલાલ સાંડેસરા અને હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનોએ આરંભી હતી જે રમણભાઈએ આગળ વધારી હતી. ગુજરાતી રાસ-ફાગુ-બાલાવબોધની ભાષાના તેઓ આરૂઢ વિદ્વાન હતા. તે તેમણે સંપાદિત કરેલા ગ્રંથોની સૂચિ ઉપરથી સહજ જાણી શકાય છે. તેઓએ આ ઉપરાંત આવા અનેક ગ્રંથો ઉપર વિદ્યાર્થીઓ પાસે પીએચ.ડી.ના મહાનિબંધરૂપે શોધનિબંધ લખાવી ગ્રંથો તૈયાર કરાવ્યા છે. આજે તો આવા ગ્રંથોનું સંપાદન કરનાર જૂજ વિદ્વાનો રહ્યા છે. તેમની આ પ્રકારની સાહિત્યસેવા સદાય અમર રહેશે જ. શ્રી રમણલાલ ચી. શાહનું જૈનદર્શન-ધર્મ વિષયક સાહિત્ય :
શ્રી રમણભાઈ ગુજરાતી ભાષાના વિદ્વાન હોવા ઉપરાંત એક આદર્શ પત્રકાર, કુશળ સંશોધક, ઉત્તમ સંપાદક, ઉત્સાહી પ્રવાસી અને પ્રવાસલેખક, ચારિત્ર લેખક જેવા અનેકવિધ ગુણો ધરાવતા પ્રતિભાવંત ઉત્તમ પુરુષ હતા. તેમના લેખો અને ગ્રંથોની સૂચિ ખૂબ જ વિસ્તૃત હોવા ઉપરાંત કોઈપણને આશ્ચર્ય પમાડે તેટલી વિશાળ છે. તેમની સંપાદનકલા તેમણે સંપાદિત કરેલા ગ્રંથોમાં સહજ જોવા મળે છે. અહીં તેમના સમગ્ર સાહિત્યમાંથી જૈનધર્મદર્શનને લગતા ગ્રંથોની સૂચિ આપવામાં આવી છે.
२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org