Book Title: JAINA Convention 2007 07 Edison NJ
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 211
________________ તથા શીતળતાની અનુભૂતિ સહેજે આવી મળશે. લિંચી નામના એક ઝેન ફકીરે લખ્યું છે, હું જ્યારે યુવાન હતો તો મને નૌકાવિહારનો ખૂબ જ શોખ હતો. મારી પાસે એક નાની નાવ હતી અને તેને લઈને હું મોટે ભાગે એકલો સરોવરમાં સહેલ કરતો હતો. એક દિવસ એવું બન્યું કે હું મારી નાવમાં આંખો બંધ કરીને ધ્યાન કરતો હતો ત્યારે એક નાવ ઊલટી દિશામાંથી આવી અને મારી નાવ સાથે ટકરાઈ ગઈ. મને ખલેલ પડી. મારી આંખો બંધ હતી એટલા માટે મેં મનમાં વિચાર્યું કે કોઈ વ્યક્તિએ પોતાની નાવ મારી નાવ સાથે ટકરાવી દીધી છે અને મને ક્રોધ આવી ગયો. મેં આંખો ખોલી અને હું એ વ્યક્તિને ક્રોધમાં કંઈક કહેવા જતો હતો કે મને ખબર પડી કે બીજી નાવ ખાલી છે. હવે મારે બહારમાં ગતિ કરવા માટે કોઈ ઉપાય ન રહ્યો. કોના પર ક્રોધ પ્રગટ કરું? નાવ તો ખાલી છે. પ્રવાહ સાથે વહીને આવી હતી અને મારી નાવ સાથે ટકરાઈ ગઈ હતી. એક ખાલી નાવ પર ક્રોધ ઉતારવાની કોઈ સંભાવના ન બચી. ત્યારે એક જ ઉપાય બાકી રહ્યો. મેં આંખો બંધ કરી મારા ક્રોધને પકડીને ઊલટી દિશામાં વહેવું શરૂ કર્યું. હું ભીતરમાં પ્રવેશી ગયો અને એ ખાલી નાવ મારા આત્મજ્ઞાનનું કારણ બની ગઈ. એટલે જ એ નાવને હું મારી ગુરુ કહું છું. એક ખાલી નાવ પર ક્રોધ ઉતારવાની કોઈ સંભાવના ન બચી. ત્યારે એક જ ઉપાય બાકી રહ્યો. મેં આંખો બંધ કરી મારા ક્રોધને પકડીને ઊલટી દિશામાં વહેવું શરૂ કર્યું. હું ભીતરમાં પ્રવેશી ગયો અને એ ખાલી નાવ મારા આત્મજ્ઞાનનું કારણ બની ગઈ. એટલે જ એ નાવને હું મારી ગુરુ કહું છું. આ રીતે આપણે પણ દરેક પ્રસંગે ભીતરમાં જવાનો અભ્યાસ પાડવો જોઈએ. લોકો કહે છે કે ચાર કલાક તો કષાયમાં બગાડ્યા! હવે એ ઘટના ફરીથી જોવામાં સમય વેડફવો શું હિતાવહ છે? હા, અંતરના અનેક દોષોમાંથી મુક્ત થવા જ્ઞાની ભગવંતોની આજ્ઞા અનુસાર નિયમિત પ્રતિક્રમણ કરવું. યથાર્થ રીતે થતી પ્રતિક્રમણની આરાધના એ કંઈ સમય કે શક્તિનો વ્યય નથી. એ મહદ્ લાભ અને હિતનું જ કારણ છે. એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. એનું આવશ્યક એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યોગ્ય જ છે. (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૪૦) આ એવી અગત્યની દેવદેવસુવિધિ છે કે જેના વિના તમે સાધનામાં આગળ વધી શકશો નહીં. પોપટની જેમ પાઠ ભણી જવા કે શરીરનાં અંગોની કોઈ વિશિષ્ટ ક્રિયાને પ્રતિક્રમણ કર્યું નથી. જેમ બને તેમ ઉપયોગપૂર્વક, ભાવ જોડીને પ્રતિક્રમણ કરવું; ધીરજથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. Painting Courtesy: Mahendra Shah Jahta Bendah IAINA Convention 2007 For Private & Perso Only PEACE THROUGH DIALOGUEary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220