Book Title: JAINA Convention 2007 07 Edison NJ
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 209
________________ Rakesh Jhaveri રાકેશભાઈ ઝવેરી પ્રતિક્રમણ એક ચમત્કારિક વિધિ છે. જો તમે પાછા ફરીને તમારા મનની ગાંઠો ખોલો તો તમે ધીરે ધીરે એ પહેલી ક્ષણને પકડી શકશો જ્યારે એ રોગ શરૂ થયો હતો. એ ક્ષણને પકડીને તમને ખબર પડશે કે એ રોગ અનેક માનસિક ઘટનાઓ અને કારણોથી નિર્મિત થયો છે. પ્રતિક્રમણ દ્વારા એ કારણો ફરીથી દૃષ્ટિ- ગોચર થઈ જાય છે. પ્રતિક્રમણ એક ચમત્કારિક વિધિ - પ્રતિક્રમણ એટલે સામું જવું - સ્મરણ કરી જવું – ફરીથી જોઈ જવું. (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૪૦) ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ. (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૪૦, દ્વિતીય આવૃત્તિનું પાઠાંતર) પ્રતિક્રમણ બહુ જ ઉપયોગી છે. એ મનને ખોલવાનો, નિગ્રંથ કરવાનો ઉપાય છે. જ્યારે તમે પાછા ફરો છો તો મનનાં થર ઊઘડવાં લાગે છે. સવારમાં જે રીતે ઘડિયાળને ચાવી આપો છો, એ રીતે તમે મન ઉપર પણ થર લગાવવાના શરૂ કરો છો. દિવસભરમાં મન ઉપર અનેક વિચારો, ઘટનાઓ અને સ્થાનોના સંસ્કાર જામી જાય છે; મન એનાથી બંધાઈ જાય છે. એટલા માટે રાત્રે એને પાછા ફરીને જુઓ. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ માટે પ્રતિક્ષણ મનમાં રાગાત્મક કે દ્વેષાત્મક ગાંઠો બંધાતી જાય છે. બેહોશીમાં બાંધેલી આ ગાંઠોને જાગૃત થઈ ખોલવા માંડીએ તો પ્રતિક્રમણ કર્યું કહેવાય. મનની સફાઈની આ એક અદ્ભુત પ્રક્રિયા છે. પ્રતિક્રમણ એક ચમત્કારિક વિધિ છે. જો તમે પાછા ફરીને તમારા મનની ગાંઠો ખોલો તો તમે ધીરે ધીરે એ પહેલી ક્ષણને પકડી શકશો જ્યારે એ રોગ શરૂ થયો હતો. એ ક્ષણને પકડીને તમને ખબર પડશે કે એ રોગ અનેક માનસિક ઘટનાઓ અને કારણોથી નિર્મિત થયો છે. પ્રતિક્રમણ દ્વારા એ કારણો ફરીથી દૃષ્ટિ- ગોચર થઈ જાય છે. હવાઈમથક પરથી શરૂ થતું વિમાનનું ઉડ્ડયન તમે ધ્યાનથી નિહાળ્યું છે ? રન-વે પર વિમાન દોડવાનું શરૂ કરે છે. એક દિશામાં આગળ વધ્યા પછી તે પાછું વળે છે અને હવે તેનો વેગ ધીરે ધીરે એટલો વધી જાય છે કે તે આકાશમાં ઊડવા લાગે છે. જો કોઈ કારણવશાત્ વિમાનને અટકાવવું હોય તો તેનો વેગ વધે એ પહેલાં જ અટકાવવું રહ્યું, કારણ કે વેગ અમુક માત્રામાં વધ્યા પછી વિમાનને અટકાવી શકાતું નથી. આપણી વૃત્તિઓનું પણ આવું જ છે. ચિત્તવૃત્તિ કયા દ્દ પર આવી દ્દદ્ધદ્ર થાય છે, ક્યારે ગતિ પકડે છે અને ક્યારે આપણા કાબૂ બહાર નીકળી જાય છે એનું ભાન કરાવે છે પ્રતિક્રમણ, ધારો કે ક્રોધનો કોઈ અનિચ્છનીય પ્રસંગ બન્યો. એ વખતે તો તમે અજાગૃતિપૂર્વક - બેહોશીમાં ક્રોધ કરી લીધો, પણ હવે શાંત ક્ષણોમાં એ જ પ્રસંગ ફરીથી સ્મરણમાં લાવો. જાગૃતિપૂર્વક - બોધપૂર્ણ રીતે એને બારીકાઈથી નિહાળો તો માલૂમ પડશે કે એ ઘટનાચક્રમાં ક્રોધ ચોક્કસપણે ક્યાં અને કઈ રીતે ઉત્પન્ન થયો ? નક્કી કર્યું હતું કે ક્રોધ નથી કરવો અને છતાં એક ચોક્કસ ક્ષણે જ્ઞાનીનો બોધ ભુલાઈ ગયો, દિશા ઊલટી પકડાઈ ગઈ અને ધીમે ધીમે એવો વેગ પકડાયો કે ક્રોધ ઉત્પન્ન થવા સિવાય ત્યાં કંઈ રહ્યું જ નહીં. દિશા ફેરવાય તો જ દશા બદલાય. દિશા સવળી રહે અને દશા અવળી બને એ શક્ય નથી. પોતાના વિચારો અને ભાવોને બરાબર નિહાળશો તો પકડાશે કે જે ક્ષણે દૃષ્ટિ પોતા ઉપરથી ખસી નિમિત્ત ભણી વળે છે, તે જ ક્ષણથી વિકારની ઉત્પત્તિ થવા લાગે છે અને ધીમે ધીમે આગળ વધતાં અભિવ્યક્તિ પામે છે. જો તમે એ ક્ષણમાંથી પસાર થઈ શકો જેમાં પહેલવહેલા આ રોગે તમને પકડ્યા હતા, તો અચાનક તમને ખબર પડી જશે કે કયાં માનસિક તત્ત્વોથી આ રોગ બન્યો હતો. ત્યારે તમારે કંઈ કરવાનું નથી, માત્ર એ માનસિક કારણોને બોધમાં લઈ આવવાનાં છે. આ પ્રતિક્રમણથી ગ્રંથિઓ તૂટી જાય છે. જે ગ્રંથિઓને તમે જાણી લો છો એ ગ્રંથિઓ નિષ્પયોજન થઈ જાય છે અને એનાથી બનેલો રોગ સમાપ્ત થઈ જાય છે. આ વિધિ ગહન રેચનની વિધિ છે. જો તમે એને રોજ કરી શકો તો તમને એક નવું સ્વાસ્થ્ય અને એક નવી તાજગીનો અનુભવ થશે. JattduhbwétmATIA Covetiow 200 207 For Private & Personal Use Only PEACE THROUGH DIALOGH Frary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220