Book Title: Hathisinh nu Daheru Author(s): Ravishankar M Raval Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ હઠીસિંહનું દહેરું : ૨૬૯ એમનો જન્મ ઓશવાળ વણિક જ્ઞાતિમાં વિ॰ સં॰ ૧૮૫૨માં થયો હતો. એમના પિતા કેશરીસિંહ રેશમ અને કિરમજનો વેપાર કરતા. તેમણે એ સમયે જરૂર પડે એટલું ભણતર હઠીભાઈ ને કરાવ્યું હતું. હઠ્ઠીસિંહને નાના મૂકી તે ગુજરી ગયા એટલે પેઢીનો વહીવટ એમના કાકાના દીકરા મોહકમચંદ ચલાવતા. તેમની પાસેથી હઠીસિંહે વેપારવહીવટ અને પરદેશની આડતો બાબત ખૂબ અનુભવ મેળવ્યો. હઠીસિંહનો વેપાર ચીન અફીણુ ચડાવવાનો હતો અને તેમાં ઘણીવાર મોટા સોદા પણ કરતા. હજાર બે હજાર પેટીથી ઓછો સોદો તેઓ કરતા નહિ પણ એ વખતે હમણાના કેટલાક વેપારીઓની જેમ કોઈ સાથે દગો રમતા નહિ અને સંબંધમાં આવેલા વેપારીઓની આંટ જાળવતા. દાન આપવામાં વર્ણ કે જાતનો ભેદ રાખતા નહિ. એમની ઉદારતાને લીધે એમના મૃત્યુ પછી પણ ગરીબ લોકો તેમને સંભારતા. શેઠ હીમાભાઈ અને શેઠ મગનભાઈની સાથે પંચતીર્થનો સંધ લઈ તે જાત્રાએ નીકળ્યા હતા પણ રસ્તામાં રોગ ચાલ્યાની ખબર મળતાં પાછા આવ્યા. વિ॰ સં॰ ૧૯૪૧(ઈ૦ ૧૮૪૮)ના મહા મહિનામાં એમણે દિલ્લી દરવાજા હાર મોટા મંદિરનું ખાતમુર્ત કર્યું. એ મંદિર પૂરું થાય તે પહેલાં તેમનાં માતુશ્રી સૂરજબાઈ માંદાં પડ્યાં. એમની આખર અવસ્થા હતી તેવામાં હઠીસિંહને હોઠે એક ક્ોલ્લી થઈ તે ઝેરી થઈ વકરી. તેમાં તેઓ ચાર દિવસની માંદગીબાદ, વિ૰ સં॰ ૧૯૪૧ના શ્રાવણ શુદ ૫ને શુક્રવારે મરણ પામ્યા. તેમના મરણ પછી એક મહિને તેમનાં માતુશ્રી સૂરજબાઈ ગુજરી ગયાં. હઠીભાઈ નગરશેઠ હીમાભાઈની પુત્રી રુક્ષ્મણીને પરણ્યાં હતાં પણ તેમની આંખે અંધાપો આવ્યો એટલે હીમાભાઈની ખીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યાં. પણ તે અકાળે ગુજરી ગયાં એટલે ઘોધાના એક વિષ્ણુકનાં પુત્રી હરકુંવર સાથે તેમનું ત્રીજીવાર લગ્ન થયું. આ હરકોર શેઠાણીનું નામ અમદાવાદમાં આજ સુધી પ્રસિદ્ધ છે. એમનાં પગલાં થયાં પછી શેઠની સમૃદ્ધિ બહુ વધી. તે ભણેલાં, વ્યવહારદક્ષ, ચતુર અને ધર્મપ્રભાવનાવાળાં ગુર્જર નારીરત્ન હતાં. નામાંકિત પતિની ઇચ્છા પ્રમાણે તેમણે મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું. પેઢી અને મંદિરનું કામ સંભાળવા તે જાતે પેઢી પર જતાં અને મુનીમો તથા ગુમાસ્તાઓને દોરવણી આપતાં. શેઠ હઠીસિંહને પુત્ર નહોતો તેથી તેમણે બંને પત્નીઓને પિતરાઇભાઈ દોલતભાઈના બે દીકરા દત્તક લેવરાવ્યા હતા. પણુ એમની અલૌકિક કીર્તિ આ હડીમંદિરથી જ જળવાઈ છે. મંદિરની પ્રતિષ્ઠા કરાવતી વખતે કંકોત્રીઓ કાઢી. અનેક સંધ આવ્યા. લગભગ લાખ માણસ ભેગું થયું હતું. દિલ્લી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોએ પડાવ નાખ્યો હતો અને સં૦ ૧૯૦૭ના મહા વદ ૧૧ને દિવસે ચૌદ ધડી ને પાંચ પળે શ્રી સાગરગચ્છના ભટ્ટારક શ્રી શાંતિસાગરજીના હસ્તે ૧૫મા તીર્થંકર શ્રીધર્મનાથ ભગવાન વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકાથી પ્રતિષ્ઠા થઈ. અમદાવાદનું આ શ્રેષ્ઠ દેવાલય છે. ગઈ સદીના પૂર્વભાગમાં એ બંધાયું છે. પ્રાચીન રીત પ્રમાણે મંદિરો બાંધનારા શિલ્પીઓના પરિવાર હજુ હયાત છે તે આ મંદિરથી સિદ્ધ થાય છે. શિલ્પી પ્રેમચંદ સલાટે એની રચના કરી છે. તે બંધાયું ત્યારે શિખરબંધ દેરીઓના કોટ વચ્ચે ધેરાયેલું સમગ્ર નિર્માણુ, ચારે પાસની હરિયાળી વચ્ચે, ખરેખર કોઈ દેનિવાસ સમું લાગતું હશે. પાછળથી નજીકમાં યુરોપિયન ઢબનો એક બેંગલો અને ક્રૂરતા મોટા કોટનો દરવાજો, ગ્રીક સ્વરૂપના કોરિંથિયન થાંભલાઓ અને રોમન ઢબની કમાનનો દરવાજો કોઈ પરદેશીને વિમાસણ કરાવી દે કે પ્રાચીન બાંધણીના દેવાલય આસપાસ આવું યાવની સ્વરૂપ નિર્માણ કરનારાનો હેતુ શો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4