Book Title: Hathisinh nu Daheru Author(s): Ravishankar M Raval Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ Catalog link: https://jainqq.org/explore/230279/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ હઠીસિંહનું દહેરું રવિશંકર મ રાવળ ગાર્જર નરેશ મહારાજાધિરાજ કુમારપાળના સમયમાં જૈન ધર્મનો પ્રભાવ ગુજરાતમાં વિસ્તાર્યો ત્યારથી છે જ્યારે જ્યારે ગુર્જર ધનિકોને તક મળી ત્યારે ત્યારે તેમણે પોતાના ઇષ્ટદેવનાં મહાન તીર્થધામોનાં સર્જન માટે અખૂટ દ્રવ્ય વાપરવામાં જે ઉદારતા દાખવી છે તે ઈતિહાસપ્રસિદ્ધ બની છે. કુંભારિયા, આબુ, શત્રુંજય અને રાણકપુરનાં દેવમંદિરો તેની પૂર્ણ પ્રતીતિ આપે છે. - આ પરંપરાએ અમદાવાદમાં પણ જૈન મંદિરોથી નગરને શોભા અને પ્રસિદ્ધિ મળ્યાં છે. ગુજરાતી મુસ્લિમ સુલતાનોએ અમદાવાદ વસાવ્યું એટલે તેમનાં મકાનો અને મસ્જિદ તથા મકરબા ઉત્તમ જ હોય. તેમના રાજદ્વારે જૈન શેઠિયાઓને સારું સન્માન મળતું તેનો લાભ લઈ તેમણે પણ સારામાં સારાં મંદિરો બંધાવી કીર્તિ પ્રાપ્ત કરી છે. અમદાવાદ અસલથી જૈન નગરી છે. શાહજહાંના વખતમાં ઝવેરી શાંતિદાસે બાવન જીનાલયોવાળું ચિંતામણિનું દહેરું બંધાવેલું પણ ઔરંગઝેબની સુબાગીરી વખતે તે અપવિત્ર થયું હતું અને કેટલાક સમય સુધી જૈનોની પ્રતિષ્ઠા પામેલી પ્રતિમાઓ ભોંયરામાં રાખવી પડી હતી. આવું ઘણું કાળ ચાલ્યા પછી ઓગણસમી સદીના અધવચમાં પહેલાંના રાજ્યની અસ્થિરતા અને ભય જતાં રહ્યાં હતાં અને ખાસ કરી અંગ્રેજી રાજ્યમાં લોકોને શાંતિ મળી. એ શાંતિમાં અમદાવાદના લોકોનો ભાંગી પડેલો વેપાર ધીમેધીમે સુધર્યો, જામ્યો અને વિસ્તર્યો એટલે જેનોનો મંદિરો બાંધવાનો રસ પણ જાગ્રત થયો અને ઓગણસમી સદીના મધ્યમાં શેઠ હઠીસિંહનું મોટું દેવાલય દિલ્લી દરવાજા બહાર બંધાયું. શાંતિદાસ શેઠના ચિંતામણિ મંદિરનો નાશ થયા પછી એવું મોટું મંદિર આ જ હતું. મોગલાઈ પછીની અંધાધૂધીમાં મૂંઝાયેલા મુલકમાં બીજા કોઈ પ્રાંતમાં એ સમયે આવી ઉત્તમ કારીગરીવાળું મંદિર ભાગ્યે જ થયું હશે એમ કહેવું વધુ પડતું નહિ ગણાય. અમદાવાદના દિલ્લી દરવાજા બહાર આવેલું આ સુંદર મંદિર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હઠીભાઈ શેઠને અમદાવાદમાં કોઈ નહિ ભૂલે. Page #2 -------------------------------------------------------------------------- ________________ હઠીસિંહનું દહેરું : ૨૬૯ એમનો જન્મ ઓશવાળ વણિક જ્ઞાતિમાં વિ॰ સં॰ ૧૮૫૨માં થયો હતો. એમના પિતા કેશરીસિંહ રેશમ અને કિરમજનો વેપાર કરતા. તેમણે એ સમયે જરૂર પડે એટલું ભણતર હઠીભાઈ ને કરાવ્યું હતું. હઠ્ઠીસિંહને નાના મૂકી તે ગુજરી ગયા એટલે પેઢીનો વહીવટ એમના કાકાના દીકરા મોહકમચંદ ચલાવતા. તેમની પાસેથી હઠીસિંહે વેપારવહીવટ અને પરદેશની આડતો બાબત ખૂબ અનુભવ મેળવ્યો. હઠીસિંહનો વેપાર ચીન અફીણુ ચડાવવાનો હતો અને તેમાં ઘણીવાર મોટા સોદા પણ કરતા. હજાર બે હજાર પેટીથી ઓછો સોદો તેઓ કરતા નહિ પણ એ વખતે હમણાના કેટલાક વેપારીઓની જેમ કોઈ સાથે દગો રમતા નહિ અને સંબંધમાં આવેલા વેપારીઓની આંટ જાળવતા. દાન આપવામાં વર્ણ કે જાતનો ભેદ રાખતા નહિ. એમની ઉદારતાને લીધે એમના મૃત્યુ પછી પણ ગરીબ લોકો તેમને સંભારતા. શેઠ હીમાભાઈ અને શેઠ મગનભાઈની સાથે પંચતીર્થનો સંધ લઈ તે જાત્રાએ નીકળ્યા હતા પણ રસ્તામાં રોગ ચાલ્યાની ખબર મળતાં પાછા આવ્યા. વિ॰ સં॰ ૧૯૪૧(ઈ૦ ૧૮૪૮)ના મહા મહિનામાં એમણે દિલ્લી દરવાજા હાર મોટા મંદિરનું ખાતમુર્ત કર્યું. એ મંદિર પૂરું થાય તે પહેલાં તેમનાં માતુશ્રી સૂરજબાઈ માંદાં પડ્યાં. એમની આખર અવસ્થા હતી તેવામાં હઠીસિંહને હોઠે એક ક્ોલ્લી થઈ તે ઝેરી થઈ વકરી. તેમાં તેઓ ચાર દિવસની માંદગીબાદ, વિ૰ સં॰ ૧૯૪૧ના શ્રાવણ શુદ ૫ને શુક્રવારે મરણ પામ્યા. તેમના મરણ પછી એક મહિને તેમનાં માતુશ્રી સૂરજબાઈ ગુજરી ગયાં. હઠીભાઈ નગરશેઠ હીમાભાઈની પુત્રી રુક્ષ્મણીને પરણ્યાં હતાં પણ તેમની આંખે અંધાપો આવ્યો એટલે હીમાભાઈની ખીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યાં. પણ તે અકાળે ગુજરી ગયાં એટલે ઘોધાના એક વિષ્ણુકનાં પુત્રી હરકુંવર સાથે તેમનું ત્રીજીવાર લગ્ન થયું. આ હરકોર શેઠાણીનું નામ અમદાવાદમાં આજ સુધી પ્રસિદ્ધ છે. એમનાં પગલાં થયાં પછી શેઠની સમૃદ્ધિ બહુ વધી. તે ભણેલાં, વ્યવહારદક્ષ, ચતુર અને ધર્મપ્રભાવનાવાળાં ગુર્જર નારીરત્ન હતાં. નામાંકિત પતિની ઇચ્છા પ્રમાણે તેમણે મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું. પેઢી અને મંદિરનું કામ સંભાળવા તે જાતે પેઢી પર જતાં અને મુનીમો તથા ગુમાસ્તાઓને દોરવણી આપતાં. શેઠ હઠીસિંહને પુત્ર નહોતો તેથી તેમણે બંને પત્નીઓને પિતરાઇભાઈ દોલતભાઈના બે દીકરા દત્તક લેવરાવ્યા હતા. પણુ એમની અલૌકિક કીર્તિ આ હડીમંદિરથી જ જળવાઈ છે. મંદિરની પ્રતિષ્ઠા કરાવતી વખતે કંકોત્રીઓ કાઢી. અનેક સંધ આવ્યા. લગભગ લાખ માણસ ભેગું થયું હતું. દિલ્લી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોએ પડાવ નાખ્યો હતો અને સં૦ ૧૯૦૭ના મહા વદ ૧૧ને દિવસે ચૌદ ધડી ને પાંચ પળે શ્રી સાગરગચ્છના ભટ્ટારક શ્રી શાંતિસાગરજીના હસ્તે ૧૫મા તીર્થંકર શ્રીધર્મનાથ ભગવાન વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકાથી પ્રતિષ્ઠા થઈ. અમદાવાદનું આ શ્રેષ્ઠ દેવાલય છે. ગઈ સદીના પૂર્વભાગમાં એ બંધાયું છે. પ્રાચીન રીત પ્રમાણે મંદિરો બાંધનારા શિલ્પીઓના પરિવાર હજુ હયાત છે તે આ મંદિરથી સિદ્ધ થાય છે. શિલ્પી પ્રેમચંદ સલાટે એની રચના કરી છે. તે બંધાયું ત્યારે શિખરબંધ દેરીઓના કોટ વચ્ચે ધેરાયેલું સમગ્ર નિર્માણુ, ચારે પાસની હરિયાળી વચ્ચે, ખરેખર કોઈ દેનિવાસ સમું લાગતું હશે. પાછળથી નજીકમાં યુરોપિયન ઢબનો એક બેંગલો અને ક્રૂરતા મોટા કોટનો દરવાજો, ગ્રીક સ્વરૂપના કોરિંથિયન થાંભલાઓ અને રોમન ઢબની કમાનનો દરવાજો કોઈ પરદેશીને વિમાસણ કરાવી દે કે પ્રાચીન બાંધણીના દેવાલય આસપાસ આવું યાવની સ્વરૂપ નિર્માણ કરનારાનો હેતુ શો હશે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ર૭૦: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી પરંતુ અંદર પ્રવેશ કરતાં જ મંદિરના દર્શનભાગ જોતાંની સાથે સ્થાપત્યરચનાની સપ્રમાણ એકરૂપતાથી પ્રભાવિત બની કોઈ પણ જોનારથી આનંદના ઉદ્ગાર કાઢ્યા વિના રહેવાતું નથી. મંદિરના બલાનક અથવા પ્રવેશદ્વારના નકશીથી ભરપૂર સ્તંભો ઉપર એવી જ શોભાયમાન માળ રચના છે. તેની બે બાજુ મિનારા જેવા બેઠા ઘાટના તોડા છે, જે મુસ્લિમ અસર બતાવે છે. ડેલી કે દોઢીથી અંદર જતાં જ વિશાળ ચૉક વચ્ચે મંદિર નજરે પડે છે. તેની ફરતી કોટની જેમ ગોઠવાયેલી દેરીઓ આબના મંદિરની યાદ આપે છે. એ બધી સાથે ચૉકમાં બાવન જિનાલયો છે. સત્તર રીઓ દરેક બાજ પર છે. નવ દેરીઓ પાછળના ભાગમાં અને પ્રવેશદ્વારની બે બાજુ ચારચાર મળી આઠ છે. તે અને મુખ્ય મંદિર મળી જિનાલયોની સંખ્યા બાવન થાય છે. મંદિરનો રંગમંડપ પછીની ઘટમંડપ અને છેવટનો ગભારો (ગર્ભમંદિર) : બધું જ કામ દેશી ખારા પથ્થર(સંડ સ્ટોન)માં કરેલું છે. બંને બાજુ ચોકમાં જવાનાં પગથિયાં છે. ગૂઢમંડપની બેઉ બાજુનાં પગથિયાંની ચૉકી ઉપર આ મંદિરની બાંધણીને નાગરશેલીનું સ્વરૂપ ગણવામાં આવે છે. બર્નેસ અને ફર્ગ્યુસન જેવા પ્રકાઃ સ્થાપત્યપંડિતો આ મંદિરની રચનામાં ઉતારેલી સંબંધપરંપર અને એકરૂપતા ઉપર વારી ગયા છે. બીજે કોઈ ઠેકાણે અહીંની પેઠે દરેક રચના હેતુસારી અને મુગ્ધકર બનેલી જોવામાં આવતી નથી. અનેકવિધ નકશીકામ, પ્રમાણ અને ખંડોને સમગ્રતા આપી મુખ્ય કેન્દ્ર તરફ મનને એકાગ્ર કરાવનારી વિરલ શક્તિ અહીં પ્રકટ થતી દેખાય છે. અંદરથી નજર ફેરવો, કે બહાર ચોકમાં જઈ કોઈ ખૂણેથી નિરીક્ષણ કરો તો અનેક પ્રકારની વિવિધતાઓ જોતાં છતાં આપણને ગૂંચવણુ કે મથામણ લાગતી નથી. દરેક રચના કે ગોઠવેણ તેનો હેતુ સંભાળી આનંદપ્રદ બની રહે છે. - ફર્ગ્યુસને કહ્યું છે: “હિન્દુસ્થાનમાં જૈન સ્થાપત્ય ટોચે પહોંચ્યું હતું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણથી એ વધારે શુદ્ધ બન્યું. મુસલમાની સમયમાં પણ જૈન મંદિરો બંધાયા તેમાં આ મંદિરની રચના સંપૂર્ણ દેખાય છે.” આ મંદિરની બાંધણી આટલી ઉત્તમ છતાં એમાં માનવઆકૃતિઓનું રૂપવિધાન પહેલો દરજજાનું ન ગણી શકાય. પાંચ પાંચ સદીઓથી આપણા શિપીઓને મુરિલમ આદશનાં કારણે રૂપકામથી વિમુખ રહેવું પડયું હતું તેથી આકારમાં ઉપજેલી સંદિગ્ધતા અને નિશ્ચેતનતા બહાર પડી આવે છે. - રંગમંડપના આઠે થાંભલા પર દેવાંગના કે પૂતળીઓ છે તેમાં આ વાત સ્પષ્ટ થાય છે. થાંભલાઓને ચોરસની અઠાંસમાં લાવી ગોળ ઘુમ્મટ કરવાની રીત સોલંકી યુગની છે. ઘુમ્મટના અંદરના ટોચને વિતાન કહે છે. વિતાનમાં નકશીદાર કંદોરા હોય છે, અને ઠેઠ ઉપર જતાં સાંકડા બિંદુમાંથી પદ્મશીલાનું કમળ, ઝુમર જેવું શોભે છે. રંગમંડપની ભો ઉપર મધ્યમાં જ આગ્રાના જેવું રંગીન પથ્થરોનું જડતરકામથી બનાવેલું કમળચક્ર છે તેથી શોભા ઘણું વધી જાય છે. સામે ગૂઢમંદિરના એક જ મોટા પંચશાખાવાળા નકશીદાર દ્વારની બે બાજુ જમીન પર બે બાજુ ઘુમરીઓ છે. આ ઘૂમટીઓ નીચેના ભોયરાની મૂર્તિઓની આસાતના કે અપરાધ ન થાય તે માટે રાખી છે. સ્થાપત્યનો દોષ વહોરીને પણ તેને શોભા તરીકે જગ્યા કરી આપેલી છે. ગૂઢમંડપમાં સ્તંભ નથી. પ્રવેશદ્વાર ઉપરાંત બે બાજુથી ચૉકમાં જવાના મોટા બારણાં જ છે, તેથી ત્યાં પ્રકાશ ઓછો છે. પરંતુ સન્મુખ ગર્ભમંદિરનાં ત્રણ દ્વારા તરફ જતાં ધ્યાનસ્થ પ્રતિમાઓમાં એકાગ્ર થવા બીજું અંધારું મદદરૂપ બને છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ હઠીસિંહનું દહેરું : 271 ગૂઢમંદિરનાં પ્રતિમાદારોને સુંદર મુલાયમ આકૃતિઓવાળી પિત્તળની જાળીઓ છે. મુસ્લિમ કાળમાં ઉદય પામેલી નકશીના એ સુંદર નમૂના છે. ગૂઢમંડપની ઉપર માળ છે તેથી તેનો ઘુમ્મટ ઘણો ઊંચો ગયો છે. પણ મંડપની બાજુના ખૂણથી ઉપર જવાના દાદર મૂકેલા છે તે દ્વારા ઉપરના માળે તેમ જ ધાબા ઉપર જઈ શકાય છે. મં૫ના માળે ફરતી ગોળ અટારી છે તેમાંથી નીચેનો ભાગ જોવાય છે; તેમ જ ઘુમ્મટ ત્યાંથી નજીક હોઈ તે પરની કેટલીક સુંદર પૂતળીઓ નીરખવાની સગવડ મળે છે. અટારીમાંથી બહારના ધાબા પર જતાં બે બાજુનાં વિમાનગૃહોનાં છ ઉપરનાં સામરણ (કે સંવરણ) અથવા બેઠાં શિખરો અને તેની ઉપરની કારીગરી નજીકથી જેવાથી મન બહુ તૃપ્તિ પામે છે. ત્યાં કરેલી હાથી અને મનુષ્ય આકૃતિઓ કોઈ સમર્થ કારીગરના હાથની પ્રાણવાન કૃતિઓ છે. તે સાથે વિમાનની ભીંતો પરની કોતરેલી પથ્થરની જાળીઓની નકશી વિવિધતા સાથે સુકુમાર શોભાભર જરૂખાને રાજસ્થાની અસરવાળી કમળપત્તિના શિરોહી ઘાટીની થાંભલીઓ અને કમાનો છે. ખરું કહીએ તો સમગ્ર મંદિરની રચનામાં આ વિમાનમેડીઓ અને પ્રવેશનું બલાનક અથવા મેડીબંધ દોઢી અન્ય જિનમંદિરોમાં જોવા નથી મળતાં એવી એ બેનમૂન સુંદર રચના છે. મંદિરના ઘુમ્મટો પરની રચનાઓ(સંવરણ)નો સારો પરિચય પણ અહીં મળે છે. નૃત્યમંડપનો ઘુમ્મટ મુસ્લિમ અસરનો ગોળ ગુંબજ છે. પણ તેના કલશ આગળથી પાંખડીઓ પાડી તાજમહેલની જેમ તેના કંઠની પાંખડીઓમાં મેળવી દીધી છે. ગૂઢમંડપનું સામરણ (સંવરણ) અનેક કલશોનો બનેલો પ્રાચીન પ્રણાલીનો મેરુ (પિરામિડ)ઘાટ છે. તેની ભૂમિતિ વ્યવસ્થા અને ચોકસાઈ જેઈ છક થઈ જવાય છે. દરેક કામમાં ગણિત અ માપ સમજનાર શિ૯પીઓની સંખ્યા કેટલી હશે તેની કલ્પના કરવી રહી. ગૂઢમંડપનો મોટો બજ અંદરથી 24 ફટના પરિધનો છતાં મુખ્ય પ્રતિમાના ગર્ભમંદિરીનાં પણ શિખરો તેનાથી વધારે ઊંચાઈ પર લીધાં છે. આથી હાર આગળનાં પગથિયાંથી એક રેખા ત્યાં સુધી લંબાવીએ તો બીજી બધી ૨ચનાઓ અનુક્રમે ઢાળમાં રહે છે. નીચે ઊતરી ગયા પછી પણ ચૉકમાંથી વિમાન જરૂખાને જુદી જુદી બાજુએથી જોતાં મંદિરને નવું નવું આકર્ષણ મળે છે. મંદિરના ચોકની ચારે બાજુની પરસાળના દરેક સ્તંભોના મથાળે એકેક નૃત્ય કે સંગીતની પૂતળી છે. તેમાં માત્ર કોઈ કોઈ કૌશલ્યપૂર્ણ હાથે નિર્માયેલી મનોહર હાવભાવવાળી કે સજીવતાભરી મળી આવે છે. ચકોર આંખને હલકું-ભારે કામ તારવતાં વાર લાગતી નથી. પરસાળમાં ફરતા સ્તંભોની હારવાળી લાંબી ચાલીમાં નજર કરતાં અલાદકતા અનુભવાય છે. તેમાં ચાલતાં ચાલતાં પણ મંદિરની ચારે બાજુની શિલ્પલીલા દેખાય છે. આવાં જિનાલય માટે પરંપરાસિદ્ધ રચના દર્શાવતા શાસ્ત્રગ્રંથોનું નિર્માણ થયું છે. તેનું અનુશાસન અને ગણિત સાચવીને શિલ્પીઓને નવું નિર્માણ કરવાનું હોય છે. આ મંદિરની ઉત્તર-દક્ષિણ પહોળાઈ 126 ફીટ છે. બહારના મં૫ (બલાક) સિવાય પૂર્વપશ્ચિમ લંબાઈ 160 ફૂટ છે. એકંદરે આ મંદિર અમદાવાદના સ્થાપત્યસમૂહમાં શેઠ હઠીભાઈની કીર્તિના ધ્વજસમેં હોઈ દેશના ગૌરવરૂપ છે.