SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી પરંતુ અંદર પ્રવેશ કરતાં જ મંદિરના દર્શનભાગ જોતાંની સાથે સ્થાપત્યરચનાની સપ્રમાણ એકરૂપતાથી પ્રભાવિત બની કોઈ પણ જોનારથી આનંદના ઉદ્ગાર કાઢ્યા વિના રહેવાતું નથી. મંદિરના બલાનક અથવા પ્રવેશદ્વારના નકશીથી ભરપૂર સ્તંભો ઉપર એવી જ શોભાયમાન માળ રચના છે. તેની બે બાજુ મિનારા જેવા બેઠા ઘાટના તોડા છે, જે મુસ્લિમ અસર બતાવે છે. ડેલી કે દોઢીથી અંદર જતાં જ વિશાળ ચૉક વચ્ચે મંદિર નજરે પડે છે. તેની ફરતી કોટની જેમ ગોઠવાયેલી દેરીઓ આબના મંદિરની યાદ આપે છે. એ બધી સાથે ચૉકમાં બાવન જિનાલયો છે. સત્તર રીઓ દરેક બાજ પર છે. નવ દેરીઓ પાછળના ભાગમાં અને પ્રવેશદ્વારની બે બાજુ ચારચાર મળી આઠ છે. તે અને મુખ્ય મંદિર મળી જિનાલયોની સંખ્યા બાવન થાય છે. મંદિરનો રંગમંડપ પછીની ઘટમંડપ અને છેવટનો ગભારો (ગર્ભમંદિર) : બધું જ કામ દેશી ખારા પથ્થર(સંડ સ્ટોન)માં કરેલું છે. બંને બાજુ ચોકમાં જવાનાં પગથિયાં છે. ગૂઢમંડપની બેઉ બાજુનાં પગથિયાંની ચૉકી ઉપર આ મંદિરની બાંધણીને નાગરશેલીનું સ્વરૂપ ગણવામાં આવે છે. બર્નેસ અને ફર્ગ્યુસન જેવા પ્રકાઃ સ્થાપત્યપંડિતો આ મંદિરની રચનામાં ઉતારેલી સંબંધપરંપર અને એકરૂપતા ઉપર વારી ગયા છે. બીજે કોઈ ઠેકાણે અહીંની પેઠે દરેક રચના હેતુસારી અને મુગ્ધકર બનેલી જોવામાં આવતી નથી. અનેકવિધ નકશીકામ, પ્રમાણ અને ખંડોને સમગ્રતા આપી મુખ્ય કેન્દ્ર તરફ મનને એકાગ્ર કરાવનારી વિરલ શક્તિ અહીં પ્રકટ થતી દેખાય છે. અંદરથી નજર ફેરવો, કે બહાર ચોકમાં જઈ કોઈ ખૂણેથી નિરીક્ષણ કરો તો અનેક પ્રકારની વિવિધતાઓ જોતાં છતાં આપણને ગૂંચવણુ કે મથામણ લાગતી નથી. દરેક રચના કે ગોઠવેણ તેનો હેતુ સંભાળી આનંદપ્રદ બની રહે છે. - ફર્ગ્યુસને કહ્યું છે: “હિન્દુસ્થાનમાં જૈન સ્થાપત્ય ટોચે પહોંચ્યું હતું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણથી એ વધારે શુદ્ધ બન્યું. મુસલમાની સમયમાં પણ જૈન મંદિરો બંધાયા તેમાં આ મંદિરની રચના સંપૂર્ણ દેખાય છે.” આ મંદિરની બાંધણી આટલી ઉત્તમ છતાં એમાં માનવઆકૃતિઓનું રૂપવિધાન પહેલો દરજજાનું ન ગણી શકાય. પાંચ પાંચ સદીઓથી આપણા શિપીઓને મુરિલમ આદશનાં કારણે રૂપકામથી વિમુખ રહેવું પડયું હતું તેથી આકારમાં ઉપજેલી સંદિગ્ધતા અને નિશ્ચેતનતા બહાર પડી આવે છે. - રંગમંડપના આઠે થાંભલા પર દેવાંગના કે પૂતળીઓ છે તેમાં આ વાત સ્પષ્ટ થાય છે. થાંભલાઓને ચોરસની અઠાંસમાં લાવી ગોળ ઘુમ્મટ કરવાની રીત સોલંકી યુગની છે. ઘુમ્મટના અંદરના ટોચને વિતાન કહે છે. વિતાનમાં નકશીદાર કંદોરા હોય છે, અને ઠેઠ ઉપર જતાં સાંકડા બિંદુમાંથી પદ્મશીલાનું કમળ, ઝુમર જેવું શોભે છે. રંગમંડપની ભો ઉપર મધ્યમાં જ આગ્રાના જેવું રંગીન પથ્થરોનું જડતરકામથી બનાવેલું કમળચક્ર છે તેથી શોભા ઘણું વધી જાય છે. સામે ગૂઢમંદિરના એક જ મોટા પંચશાખાવાળા નકશીદાર દ્વારની બે બાજુ જમીન પર બે બાજુ ઘુમરીઓ છે. આ ઘૂમટીઓ નીચેના ભોયરાની મૂર્તિઓની આસાતના કે અપરાધ ન થાય તે માટે રાખી છે. સ્થાપત્યનો દોષ વહોરીને પણ તેને શોભા તરીકે જગ્યા કરી આપેલી છે. ગૂઢમંડપમાં સ્તંભ નથી. પ્રવેશદ્વાર ઉપરાંત બે બાજુથી ચૉકમાં જવાના મોટા બારણાં જ છે, તેથી ત્યાં પ્રકાશ ઓછો છે. પરંતુ સન્મુખ ગર્ભમંદિરનાં ત્રણ દ્વારા તરફ જતાં ધ્યાનસ્થ પ્રતિમાઓમાં એકાગ્ર થવા બીજું અંધારું મદદરૂપ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230279
Book TitleHathisinh nu Daheru
Original Sutra AuthorN/A
AuthorRavishankar M Raval
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Tirth Pratima
File Size462 Kb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy