Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 6
________________ સમીકરણો બદલાયાં છે. ગુરુગમ વિનાના – આચરણ વિનાના જ્ઞાનની બોલબાલા છે. દેશવિદેશમાં જ્ઞાનસભાઓ યોજાય છે. તથાવિધ વિદ્વાનો આકર્ષક રજૂઆતથી વક્તવ્યો કરે છે. પ્રસ્તુત અષ્ટકમાં ટીકાકારશ્રી સ્પષ્ટ ફરમાવે છે કે આવાં વક્તવ્યોથી કદી મોક્ષ થવાનો નથી - किं बहुतरेण जल्पज्ञानेन ? भावनाज्ञानं स्वल्पमप्यमृतकल्पमनादिकर्मरोगापगमक्षमम् । (૬) શમાષ્ટક - વિકલ્પાતીત સ્વભાવાલંબન – આ બે વિશેષણોથી વિશેષિત એવો જ્ઞાનનો જે પરિપાક તે જ શમ. ગ્રંથકારશ્રીની આ વ્યાખ્યામાં તેમની પ્રૌઢ પ્રતિભા અને તાત્પર્યાર્થને આંબવાની કુશળતા ઝળકી ઉઠી છે. (o) ઈન્દ્રિયજયાષ્ટક - અતૃપ્તિ એ ઈન્દ્રિયોનો સ્વભાવ છે. જો તું તૃપ્તિ ઈચ્છતો હોય તો એ અંતરાત્માથી જ મળી શકે છે - મવ તૃપ્તોડત્તરત્મિની I ગ્રંથકારશ્રીનું આ એક જ વચન અનાદિ વિષયતૃષ્ણાનો અંત લાવવા માટે પર્યાપ્ત છે. એમાં પણ ટીકાકારશ્રીએ જે તાત્પર્યાર્થ રજુ છે, તે જોઈને ઝૂમી ઉઠવાનું મન થઈ આવે છે - અરત્મિમાત્મનોડાતે સ્વરૂપે તૃપ્તો મવા સ્વરૂપાત્મવેનમન્તરે ન તૂMIક્ષય: વાસ્તવમાં આ તાત્પર્યાર્થ આવા અનેક તાત્પર્યાર્થીને પામવાની ચાવીરૂપ છે. પ્રસ્તુત ટીકાના પુનઃ પુનઃ પરિશીલનથી મતિ પરિકર્મિત થશે, એટલે કોઈ પણ પંક્તિના આવા અદ્ભુત તાત્પર્યાર્થીની સહજ ફુરણા થશે, એ નિશ્ચિત છે. (૮) ત્યાગાષ્ટક - અષ્ટકના પ્રારંભે જ પૂ. ટીકાકારશ્રી જણાવે છે - જિન હિ ત્યાત્િ ઉદ્ધતા આ પંક્તિ બે અષ્ટકો વચ્ચે સેતુ તો છે જ. સાથે સાથે જેઓ વિષયપ્રવૃત્તિ અને વૈરાગ્યનું સામાનાધિકરણ્ય ઈચ્છે છે, તેઓને સ્પષ્ટ નિવેદન પણ કર્યું છે કે તમારી માન્યતા તદ્દન ખોટી છે. વિષય પ્રવૃત્તિની હાજરીમાં વૈરાગ્ય શી રીતે રહી શકે ? ને વૈરાગ્યની હાજરીમાં વિષયપ્રવૃત્તિ શી રીતે થઈ શકે ? મૂળ ગ્રંથકારશ્રીએ અન્યત્ર કહ્યું છે - अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । ज्वलति ज्वलने वल्ली स रोपयितुमिच्छति ॥ (અધ્યાત્મસાર પ-૩) ગ્રંથકારશ્રીના આ અભિપ્રાયને ઉપરોક્ત પંક્તિમાં બહુ સરળ શૈલિથી વ્યક્ત કરાયો છે. પ્રસ્તુત અષ્ટકમાં આધ્યાત્મિક પરિવારનું જે નિરૂપણ કરાયું છે. તે ખરેખર મનનીય છે. (૯) ક્રિયાષ્ટક - આસ્તિક્યનું એક ચિહ્ન છે ક્રિયા. વિરિયાવા ળિયા સુવિઘો – (દશાશ્રુતસ્કંધચૂર્ણિ) આ આગમવચન જ્ઞાનવાદી કરતાં પણ ક્રિયાવાદીને વધુ ઉંચો દરજ્જો આપે છે. ક્રિયાની ઉપાદેયતા આદિનું સુંદર નિરૂપણ આ અષ્ટકમાં કરાયું (૧૦) તૃત્યષ્ટક :- પુદ્ગલથી પુગલની જ તૃપ્તિ થાય અને આત્માની તૃપ્તિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 929