Book Title: Gyanpanchami
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 2
________________ જ્ઞાનાંજલિ કરવામાં આવી હતી કે કઈ પણ ભિક્ષુને ક્યાંય પણ જવું આવવું અગર પઠન પાઠન આદિ કાંઈ પણ કાર્ય કરવું હોય, તો ઓછામાં બે ભિક્ષુઓએ મળીને જ કરવું અથવા એકબીજાને આથી સહાય પણ મળતી રહે. ઉપર જણાવ્યા પ્રમાણેની ભિક્ષુસંસ્થાની વ્યવસ્થા હોવાને લીધે તેમને પુસ્તકાદિના પરિગ્રહની ઉપાધિ વહોરવી પડતી નહિ. પરંતુ સમયના વહેવા સાથે જ્યારે જૈન ભિક્ષસંસ્થાનાં બંધારણોમાં નબળાઈ આવી અને તે તે જમાનામાં બાર બાર વર્ષ જેટલા લાંબા અને ભયંકર દુકાળ પડવાને લીધે જેન ભિક્ષુઓ પોતાના આગમગ્રંથનું પઠનપાઠન અખ્ખલિતપણે કરી શક્યા નહિ, એટલું જ નહિ, પણ જે તેમણે કંઠાગ્ર કર્યા હતા તે પણ વીસરી ગયા. તેમ જ સમર્થ મૃતપારગામી આચાર્યો, જે તે સમયે વિદ્યમાન હતા, તેમાંથી ઘણુંખરાઓનો ઉપરાઉપરી સ્વર્ગવાસ થવાને કારણે વિશિષ્ટ જૈન આગમોનો કેટલેક હાસ-હાનિ થઈ ગયો. આ વખતે સમર્થ જેન સ્થવિર ભિક્ષુઓએ એકઠા મળી પરસ્પર મંત્ર કરી મંજૂર કર્યું કે હવે આપણે આપણું આગમગ્રંથ, જેમને જેમને જેટલા "કંઠસ્થ રહ્યા છે તે બધાને લિપિબદ્ધ કરવાલખાવવા. આ પ્રમાણે નિર્ણય કરી જૈન સ્થવિરેએ આગમગ્રંથોને લખાવવાનો આરંભ કર્યો. આ લેખનઆરંભ વીર નિર્વાણ સંવત ૮૮૦ અને વિક્રમ સંવત ૨૧૦માં વલભીપુર-હાલનું વળા–માં થયો હતો અને તેમાં મુખ્ય ફાળે સ્થવિર દેવગિણિ ક્ષમાશ્રમણને હતો. અસ્તુ. ઉપર જણાવ્યા પ્રમાણે છેવટે જેન આગમો લખાવા શરૂ થયા એટલે તેનું “રક્ષણ કરવું” એ પણ અનિવાર્ય રીતે પ્રાપ્ત થયું. આ વખતે જૈન સ્થવિરેએ વિચાર કરી પુસ્તકોના રક્ષણ માટે અનેક નિયમો તૈયાર કર્યા કે જેથી પુસ્તકે ચિરકાળ સુધી જીવતા રહે. આ નિયમમાંના “ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના-અવમાનના ન કરવી” આ એક નિયમને અંગે તેમણે મોટો ભાગ રેકેલો છે. અર્થાત માનવજાતિ તરફથી થતા હાસને તેમણે (સ્થવિએ) આ એક નિયમન કરી રોકી લીધો. પરંતુ તે સિવાય ઈતર પ્રાણી તેમ જ કુદરત તરફથી થતા પુસ્તકના નાશ માટે શું કરવું એ વિચાર તેમના સામે હાજર થયા. ઉધઈ, ઉંદર આદિ જેવાં પ્રાણીઓ તરફથી થતા નુકસાનને રોકવા તટે પુસ્તકે રાખવાની પેટી, મજૂસ કે કબાટ આદિની આસપાસ કચરો એકઠા ન થવા દેવા તેમ જ તેમાં ઉંદર આદિ પેસે તેવી જાતનાં તે ન હોવા જોઈએ એટલું જ બસ થાય. પરંતુ કુદરત તરફથી થતા અનિવાર્ય અને અપાર નુકસાનને પહોંચી વળવા માટે ખાસ વિશિષ્ટ બંધારણ સિવાય ચાલી શકતું નથી. કુદરત તરફથી જે પુસ્તકોને કોઈ મોટું નુકસાન થતું હોય તો તે ચોમાસાની મોસમથી જ કાયમી નુકસાન થયા કરે છે. આ ઋતુમાં પુસ્તકભંડારને કેટલીયે ચાલાકીથી બંધબારણે રાખવામાં આવે તો પણ તેમાંનાં હસ્તલિખિત પુસ્તકને ચોમાસાની ભેજવાળી હવા અસર કર્યા સિવાય રહેતી નથી. લિખિત પુસ્તકોમાં દાખલ થયેલ આ હવાને જે વેળાસર દૂર કરવામાં ન આવે, તો કાળાંતરે બધાં પુસ્તકે ચોંટીને રોટલા જેવાં થઈ જાય અને થોડા જ વર્ષોના ગાળામાં નકામાં જેવાં થઈ જાય. માટે પુરતસંગ્રહમાં પેસી ગયેલ ભેજવાળી હવા પુસ્તકોને બાધક ન થાય અને પુસ્તકો સદાય મૂળ સ્થિતિમાં કાયમ રહે, એ માટે તેમને તાપ ખવડાવવો જોઈએ. પુસ્તકસંગ્રહમાં પેસી ગયેલ ભેજવાળી હવાને દૂર કરવા માટે સૌથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલે સમય કાર્તિક માસ જ છે, કારણ કે આ સમયે શરદ ઋતુની પ્રૌઢ અવસ્થા હેઈ સૂર્યનો પ્રખર તાપ અને ભેજવાળી - હવાને અભાવ હોય છે. ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3