Book Title: Gyanpanchami
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230133/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી ભારતીય આ ધર્મ પ્રણેતા વૈદિક, જૈન અને બૌદ્ધ આચાર્ચીએ માનવજીવનને ઉન્નત બનાવવા માટે અનેક રીત-રિવાજો તેમ જ ધાર્મિક પરિપાટીએ ચાલુ કરી છે. તેમાં આપણા તહેવારેાને મુખ્ય હિસ્સા છે. આ તહેવારા અનેક કારણાને લક્ષમાં રાખીને ઊભા કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમાંને મોટા ભાગ મહાપુરુષોના જીવન-પ્રસંગાથી જ સંકળાયેલા છે. વિધવિધ કારણાને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલ આ બધાય તહેવારાને અંતિમ અને મહત્ત્વના ઉદ્દેશ માત્ર એક જ છે કે—તે તે તહેવારને દિવસે મનુષ્ય પેાતાના જીવનને ઉન્નત બનાવવા માટે જુદી જુદી રીતે વિચારે કેળવે અને તેને જીવનમાં ઉતારવા માટેનું આંતરબળ મેળવે. આ હેતુને ધ્યાનમાં રાખીને જ વસન્તાત્સવ, શર૬ત્સવ આદિ જેવા માત્ર બાહ્ય ભાગ અને આનંદપ્રધાન ઋતુને લગતા જે તહેવારા જનસમાજમાં રૂઢ છે. તે તરફ આ ધર્મવ્યવસ્થાપક આચાર્યએ ખાસ કશુંય ધ્યાન આપ્યું નથી. જોકે આ તહેવારામાંથી કેટલાક વખતિવન મનુષ્ય કઈક ને કઈક વિશેષતા તારવી શકે, તેમ છતાં સર્વસામાન્યને લક્ષીને ચાલુ કરવામાં આવતી પરિપાટીએમાં આ જાતની પરિપાટીએને ભેળસેળ કરવામાં કશે જ લાભ હાતા નથી. આવા તહેવારાને તેમણે જતા કર્યાં છે અને જે તહેવારે સર્વસામાન્યને સીધી રીતે જીવનવિકાસ કરવામાં મદદગાર થાય તેમને જ સ્થાન આપવામાં આવ્યુ` છે. 31 આજે અહીં જે જૈન તહેવાર વિષે લખવામાં આવે છે, એ સાહિત્યરક્ષણના વિશિષ્ટ ઉદ્દેશથી ચાલુ કરવામાં આવ્યો છે. આ તહેવારને “ જ્ઞાનપંચમી એ નામથી ઓળખવામાં આવે છે. આા તહેવાર કાર્તિક સુદી પાંચમને દિવસે માનવામાં આવે છે. આ દિવસને “ જ્ઞાનપંચમી ’શા કારણથી કહેવામાં આવે છે એ આપણે હવે પછી સ્પષ્ટ જાણી શકીશું. પ્રાચીન કાળમાં જૈન ભિક્ષુએ જેમ બને તેમ વધારે ને વધારે બાબતમાં અપરિગ્રહવૃત્તિ પસંદ કરતા, તે એટલે સુધી કે જ્ઞાનના સાધનભૂત પુસ્તકો રાખવાં એ પણ તેમને મન ગમતી વાત નહેાતી. આથી તે પેાતાના જીવનમાં ઉપયાગી દરેક પ્રકારની વિદ્યાઓને કંઠસ્થ રાખતા. જે ભિક્ષુએ અલ્પસ્મરણુશક્તિવાળા અથવા અલ્પબુદ્ધિવાળા હતા, તેમને માટે જૈન ભિક્ષુસંસ્થાએ “સંત'' ની વ્યવસ્થા રાખી હતી. સોંધાટક એટલે ભિક્ષુઓનુ જોડલું. આ સંધાટકની વ્યવસ્થા એ ઉદ્દેશથી Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ કરવામાં આવી હતી કે કઈ પણ ભિક્ષુને ક્યાંય પણ જવું આવવું અગર પઠન પાઠન આદિ કાંઈ પણ કાર્ય કરવું હોય, તો ઓછામાં બે ભિક્ષુઓએ મળીને જ કરવું અથવા એકબીજાને આથી સહાય પણ મળતી રહે. ઉપર જણાવ્યા પ્રમાણેની ભિક્ષુસંસ્થાની વ્યવસ્થા હોવાને લીધે તેમને પુસ્તકાદિના પરિગ્રહની ઉપાધિ વહોરવી પડતી નહિ. પરંતુ સમયના વહેવા સાથે જ્યારે જૈન ભિક્ષસંસ્થાનાં બંધારણોમાં નબળાઈ આવી અને તે તે જમાનામાં બાર બાર વર્ષ જેટલા લાંબા અને ભયંકર દુકાળ પડવાને લીધે જેન ભિક્ષુઓ પોતાના આગમગ્રંથનું પઠનપાઠન અખ્ખલિતપણે કરી શક્યા નહિ, એટલું જ નહિ, પણ જે તેમણે કંઠાગ્ર કર્યા હતા તે પણ વીસરી ગયા. તેમ જ સમર્થ મૃતપારગામી આચાર્યો, જે તે સમયે વિદ્યમાન હતા, તેમાંથી ઘણુંખરાઓનો ઉપરાઉપરી સ્વર્ગવાસ થવાને કારણે વિશિષ્ટ જૈન આગમોનો કેટલેક હાસ-હાનિ થઈ ગયો. આ વખતે સમર્થ જેન સ્થવિર ભિક્ષુઓએ એકઠા મળી પરસ્પર મંત્ર કરી મંજૂર કર્યું કે હવે આપણે આપણું આગમગ્રંથ, જેમને જેમને જેટલા "કંઠસ્થ રહ્યા છે તે બધાને લિપિબદ્ધ કરવાલખાવવા. આ પ્રમાણે નિર્ણય કરી જૈન સ્થવિરેએ આગમગ્રંથોને લખાવવાનો આરંભ કર્યો. આ લેખનઆરંભ વીર નિર્વાણ સંવત ૮૮૦ અને વિક્રમ સંવત ૨૧૦માં વલભીપુર-હાલનું વળા–માં થયો હતો અને તેમાં મુખ્ય ફાળે સ્થવિર દેવગિણિ ક્ષમાશ્રમણને હતો. અસ્તુ. ઉપર જણાવ્યા પ્રમાણે છેવટે જેન આગમો લખાવા શરૂ થયા એટલે તેનું “રક્ષણ કરવું” એ પણ અનિવાર્ય રીતે પ્રાપ્ત થયું. આ વખતે જૈન સ્થવિરેએ વિચાર કરી પુસ્તકોના રક્ષણ માટે અનેક નિયમો તૈયાર કર્યા કે જેથી પુસ્તકે ચિરકાળ સુધી જીવતા રહે. આ નિયમમાંના “ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના-અવમાનના ન કરવી” આ એક નિયમને અંગે તેમણે મોટો ભાગ રેકેલો છે. અર્થાત માનવજાતિ તરફથી થતા હાસને તેમણે (સ્થવિએ) આ એક નિયમન કરી રોકી લીધો. પરંતુ તે સિવાય ઈતર પ્રાણી તેમ જ કુદરત તરફથી થતા પુસ્તકના નાશ માટે શું કરવું એ વિચાર તેમના સામે હાજર થયા. ઉધઈ, ઉંદર આદિ જેવાં પ્રાણીઓ તરફથી થતા નુકસાનને રોકવા તટે પુસ્તકે રાખવાની પેટી, મજૂસ કે કબાટ આદિની આસપાસ કચરો એકઠા ન થવા દેવા તેમ જ તેમાં ઉંદર આદિ પેસે તેવી જાતનાં તે ન હોવા જોઈએ એટલું જ બસ થાય. પરંતુ કુદરત તરફથી થતા અનિવાર્ય અને અપાર નુકસાનને પહોંચી વળવા માટે ખાસ વિશિષ્ટ બંધારણ સિવાય ચાલી શકતું નથી. કુદરત તરફથી જે પુસ્તકોને કોઈ મોટું નુકસાન થતું હોય તો તે ચોમાસાની મોસમથી જ કાયમી નુકસાન થયા કરે છે. આ ઋતુમાં પુસ્તકભંડારને કેટલીયે ચાલાકીથી બંધબારણે રાખવામાં આવે તો પણ તેમાંનાં હસ્તલિખિત પુસ્તકને ચોમાસાની ભેજવાળી હવા અસર કર્યા સિવાય રહેતી નથી. લિખિત પુસ્તકોમાં દાખલ થયેલ આ હવાને જે વેળાસર દૂર કરવામાં ન આવે, તો કાળાંતરે બધાં પુસ્તકે ચોંટીને રોટલા જેવાં થઈ જાય અને થોડા જ વર્ષોના ગાળામાં નકામાં જેવાં થઈ જાય. માટે પુરતસંગ્રહમાં પેસી ગયેલ ભેજવાળી હવા પુસ્તકોને બાધક ન થાય અને પુસ્તકો સદાય મૂળ સ્થિતિમાં કાયમ રહે, એ માટે તેમને તાપ ખવડાવવો જોઈએ. પુસ્તકસંગ્રહમાં પેસી ગયેલ ભેજવાળી હવાને દૂર કરવા માટે સૌથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલે સમય કાર્તિક માસ જ છે, કારણ કે આ સમયે શરદ ઋતુની પ્રૌઢ અવસ્થા હેઈ સૂર્યનો પ્રખર તાપ અને ભેજવાળી - હવાને અભાવ હોય છે. ** Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું આ કાર્ય સદાય અમુક વ્યક્તિને કરવું કંટાળાભર્યું તેમ જ અગવડકર્તા થાય એમ જાણું કુશળ શ્વેતાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુકલ પંચમીના દિવસને આ કામ માટે નિયત કર્યો અને આ દિવસે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતી જ્ઞાનભકિતનું માહાસ્ય સમજાવી આ તિથિનું માહામ્ય વધારી દીધું અને લોકોને જ્ઞાનભક્તિ તરફ આકર્ષા. લોકે પણ આ દિવસને માટે પોતાના ગૃહવ્યાપાર આદિને ત્યાગ કરી પૌષધ (નિયમવિશેષ) ગ્રહણપૂર્વક જ્ઞાનભક્તિના પુણ્યકાર્યમાં પોતાનો ફાળો આપવા લાગ્યા. આ દિવસે જ્ઞાનદર્શન-પુસ્તકનિરીક્ષણ અને જ્ઞાનભક્તિને અપૂર્વ લાભ મળવાથી આ દિવસને-કાર્તિક શુકલ પંચમીના દિવસને-“જ્ઞાનપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ તાંબર જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં ગામ-નગરોમાં આ દિવસે જે જ્ઞાનસ્થાપના કરવામાં આવે છે, તે આ પરિપાટીના સ્મરણચિહ્નરૂપે જ કરવામાં આવે છે. અહીં એમ કહેવું જ જોઈ એ કે, જેમ જનતા દરેક બાબતમાં “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદ્દેશીને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખેંચી જાય છે, તેમ આ તહેવારને અંગે પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત આ તહેવારને દિવસે પુસ્તક ભંડાર તપાસવા, તેમાંને કચરો સાફ કર, હવાઈ ગયેલ પુસ્તકોને તડકે દેખાડવો, ચેટી ગયેલ પુસ્તકને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જેવો જ ગણાય. ચહાય તેમ છે, તોપણ જે સમર્થ પુરુષોએ આ તહેવાર ઊભો કરવા માટે પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ ઍ, તેઓ તે ખરે જ દીર્ધદશ જ હતા એમ કહ્યા સિવાય આપણે રહી શકીશું નહિ. [એક જિજ્ઞાસુ બહેન માટે વિ. સં. ૧૯૮૬માં લખાયેલો અપ્રકાશિત લેખ]