________________
જ્ઞાનપંચમી
ભારતીય આ ધર્મ પ્રણેતા વૈદિક, જૈન અને બૌદ્ધ આચાર્ચીએ માનવજીવનને ઉન્નત બનાવવા માટે અનેક રીત-રિવાજો તેમ જ ધાર્મિક પરિપાટીએ ચાલુ કરી છે. તેમાં આપણા તહેવારેાને મુખ્ય હિસ્સા છે. આ તહેવારા અનેક કારણાને લક્ષમાં રાખીને ઊભા કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમાંને મોટા ભાગ મહાપુરુષોના જીવન-પ્રસંગાથી જ સંકળાયેલા છે.
વિધવિધ કારણાને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલ આ બધાય તહેવારાને અંતિમ અને મહત્ત્વના ઉદ્દેશ માત્ર એક જ છે કે—તે તે તહેવારને દિવસે મનુષ્ય પેાતાના જીવનને ઉન્નત બનાવવા માટે જુદી જુદી રીતે વિચારે કેળવે અને તેને જીવનમાં ઉતારવા માટેનું આંતરબળ મેળવે. આ હેતુને ધ્યાનમાં રાખીને જ વસન્તાત્સવ, શર૬ત્સવ આદિ જેવા માત્ર બાહ્ય ભાગ અને આનંદપ્રધાન ઋતુને લગતા જે તહેવારા જનસમાજમાં રૂઢ છે. તે તરફ આ ધર્મવ્યવસ્થાપક આચાર્યએ ખાસ કશુંય ધ્યાન આપ્યું નથી. જોકે આ તહેવારામાંથી કેટલાક વખતિવન મનુષ્ય કઈક ને કઈક વિશેષતા તારવી શકે, તેમ છતાં સર્વસામાન્યને લક્ષીને ચાલુ કરવામાં આવતી પરિપાટીએમાં આ જાતની પરિપાટીએને ભેળસેળ કરવામાં કશે જ લાભ હાતા નથી. આવા તહેવારાને તેમણે જતા કર્યાં છે અને જે તહેવારે સર્વસામાન્યને સીધી રીતે જીવનવિકાસ કરવામાં મદદગાર થાય તેમને જ સ્થાન આપવામાં આવ્યુ` છે.
31
આજે અહીં જે જૈન તહેવાર વિષે લખવામાં આવે છે, એ સાહિત્યરક્ષણના વિશિષ્ટ ઉદ્દેશથી ચાલુ કરવામાં આવ્યો છે. આ તહેવારને “ જ્ઞાનપંચમી એ નામથી ઓળખવામાં આવે છે. આા તહેવાર કાર્તિક સુદી પાંચમને દિવસે માનવામાં આવે છે. આ દિવસને “ જ્ઞાનપંચમી ’શા કારણથી કહેવામાં આવે છે એ આપણે હવે પછી સ્પષ્ટ જાણી શકીશું.
પ્રાચીન કાળમાં જૈન ભિક્ષુએ જેમ બને તેમ વધારે ને વધારે બાબતમાં અપરિગ્રહવૃત્તિ પસંદ કરતા, તે એટલે સુધી કે જ્ઞાનના સાધનભૂત પુસ્તકો રાખવાં એ પણ તેમને મન ગમતી વાત નહેાતી. આથી તે પેાતાના જીવનમાં ઉપયાગી દરેક પ્રકારની વિદ્યાઓને કંઠસ્થ રાખતા. જે ભિક્ષુએ અલ્પસ્મરણુશક્તિવાળા અથવા અલ્પબુદ્ધિવાળા હતા, તેમને માટે જૈન ભિક્ષુસંસ્થાએ “સંત'' ની વ્યવસ્થા રાખી હતી. સોંધાટક એટલે ભિક્ષુઓનુ જોડલું. આ સંધાટકની વ્યવસ્થા એ ઉદ્દેશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org