Book Title: Gunsagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શાસનપ્રભાવક શુક્રવારે કચ્છમાં દેઢિયા ગામે થયે હતે. એમના પિતાશ્રીનું નામ ક.વી.ઓ. જ્ઞાતિના લાલજી દેવશી છે અને માતુશ્રીનું નામ ધનબાઈ હતું. તેમનું પિતાનું સંસારીનામ ગાંગજી હતું. પિતા લાલજીભાઈએ વ્યવસાયાર્થે મુંબઈ આવી શિવરીમાં દુકાન કરી હતી. ૧૨ વર્ષના ગાંગજીભાઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાતાં તેઓ શાળામાં વ્યાવહારિક શિક્ષણ ચાર ધોરણ સુધીનું જ લઈ શક્યા. તેર વર્ષની ઉમરે ગાંગજીભાઈને શીતળાનો રોગ થયે અને એવી ગંભીર સ્થિતિમાં મુકાયા હતા કે પિતાશ્રીએ માનેલું કે તેઓ અવસાન પામ્યા છે. એટલે મશાને લઈ જવાની તૈયારી કરવા માંડેલી, ત્યાં શરીરમાં હલનચલન થઈ અને છ મહિનાની ગંભીર માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ થવા માંડ્યા. એ ઘટના પછી પિતાનાં માતુશ્રીને પ્રતિક્રમણ વગેરે વિધિ પુસ્તક વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં કરતાં કિશોર વયના ગાંગજીભાઈને તપ-ત્યાગ-વૈરાગ્યને રંગ લાગ્યો. અને આગળ જતાં એ એટલે દઢ બન્યો કે એક વખત માતુશ્રી રઈ કરતાં હતાં ત્યારે ધગધગતું તેલ ગાંગજીભાઈના શરીર પર પડ્યું તે પણ પિતાની તપશ્ચર્યા તેડી નહીં અને દવા લીધી નહીં. યુવાન વયે થતાં તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને ત્યાર પછી રામેતશિખર અને તેની આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક ઉત્સવમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા અને મુંબઈમાં કચ્છી મહાજનવાડીમાં સામાયિક-પૌષધ વગેરે પણ નિયમિતપણે કરવા લાગ્યા. એવામાં તેઓ જામનગરમાં તે સમયના અચલગચ્છાધિપતિ પૂ. શ્રી ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી નીતિસાગરજી મહારાજના સંપર્કમાં આવ્યા. દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યક્ત કરી અને તે પ્રમાણે સં. ૧૯૯૩માં તેમણે પિતાના ગામ દેઢિયા (કચ્છ)માં ચૈત્ર વદ ૮ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી નીતિસાગરજી મહારાજના શિષ્યરૂપે મુનિશ્રી ગુણસાગરજી નામ ધારણ કર્યું. કચ્છ-માંડવીમાં, જામનગરમાં, ભૂજમાં, કછ-ગોધરામાં, મેટા આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં રહ્યાં. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે પંડિતે રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને ઊંડો અભ્યાસ કરાવ્યું. સમય જતાં એમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી અને સં. ૨૦૦૩માં પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની જવાબદારી પણ પી. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને શ્રીસંધ તરફથી આચાર્ય પદવી આપવામાં આવી અને તેઓ સં. ૨૦૩૦માં ભદ્રેશ્વરતીર્થમાં અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ થયા. ગચ્છાધિપતિ આચાર્યભગવંતે ત્યાર પછી કચ્છ, રાજસ્થાન, બૃહદ્ મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબોધ આપીને અનેક મહત્ત્વનાં ધર્મકાર્યો કરાવ્યાં. તેમણે શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કચ્છ-મેરાઉમાં કરાવી. ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થને સંઘ કાઢયો. મેરાઉમાં શ્રાવિકા-વિદ્યાપીઠની સ્થાપના કરવી. કચ્છની શત્રુંજ્યની તીર્થયાત્રાને રીપલિત સંધ કઢાવે. ઉપરાંત જિનમંદિર, ઉપાશ્રયે, જ્ઞાનમંદિર, ઘર્મશાળાઓ, ગ્રંથાલયે, અંજનશલાકાપ્રતિષ્ઠાએ, જીર્ણોદ્ધાર, દીક્ષા–પદવી પ્રદાન વગેરે વિવિધ પ્રકારનાં ઘણાં કાર્યો વર્ષોવર્ષ મહત્સવપૂર્વક કરાવ્યાં. પિતાનાં માતુશ્રીને દીક્ષા આપી સાગ્રી ધર્મશ્રીજી નામ આપ્યું. છેલ્લા દાયકામાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3