Book Title: Gunsagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249144/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતા-૨ બંને સૂરિઓની પ્રેરણાથી શત્રગિરિ પર છે અને જિનાલય રચાયાં અને અંજનશલાકાએ થઈ શેઠ શ્રી નરશી નાથાએ અને શ્રી કેશવજી નાયકે તેઓશ્રીની નિશ્રામાં, પ્રેરણાથી સારું એવું ધન વાપર્યું. ૨૭. શ્રી વિવેકસાગરસૂરિ અને ૨૮. શ્રી જિનેકસાગરસૂરિ. ૨૯. શ્રી ગૌતમસાગરસૂરિ : મારવાડના પાલીનગરના ધીરમલ શ્રીમાલી બ્રાહ્મણના સુપુત્ર ગુલાબમલ પાંચ વરસની લઘુવયમાં યતિ દેવસાગરજી સાથે કચ્છ આવ્યા; અને યતિદીક્ષા લીધી. સં. ૧૯૪૬માં ક્રિદ્ધાપૂર્વક સંવેગી દીક્ષા લીધી. નામ “ગૌતમસાગરજી ' રહ્યું. અચલગચ્છને વિધમાન ત્યાગી સમુદાય તેમને આભારી છે. તેમણે શૂન્યમાંથી સૃષ્ટિ સજી દીધી! ત્યાગમાર્ગના પ્રચારમાં તેમને ઘણુ કષ્ટ આવ્યાં, પણ સિંહની જેમ સફળ થયા. ગચ્છના અનેક ગ્રંથને ઉદ્ધાર કર્યો, અને પ્રકાશિત કરાવ્યા. ભુજ, માંડવી અને જામનગરમાં મેટા જ્ઞાનભંડારે સ્થાપ્યા. તેમના વરદ હસ્તે એક દીક્ષાઓ થઈ. તેઓ અપ્રમાદી અને મહાત્યાગી યેગીશ્વર હતા. “કચ્છ-હાલાર દેશદ્વારક' એ સાર્થક બિરુદના ધારક હતા. તેમના પ્રખર શિષ્ય પરમ વિનયી પૂ. નીતિસાગરજી ગણિ હતા. તેમના બે પટ્ટધરે-દાનસાગરસૂરિ અને ગુણસાગરસૂરિ થયા. શ્રી દાનસાગરસૂરિ અને તેમના શિષ્ય શ્રી મેમસાગરસૂરિ પણ ગચ્છના શણગારરૂપ થઈ ગયા. પૂ. આ. શ્રી દાનસાગરસૂરિએ સં. ૧૯૯૬માં દીક્ષા અંગીકાર કરી. તેઓએ આગમનાં ગહન કર્યા હતાં. સં. ૨૦૧૨માં તેમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સં. ૨૦૧૭ માં તેઓ મુંબઈમાં કાળધર્મ પામ્યા. તેઓશ્રીના શિષ્ય મુનિશ્રી નમસાગરજીને સં. ૨૦૧૨માં કચ્છ-સુથરીમાં આચાર્ય પદવી અપાઈ. તેઓશ્રીની પ્રેરણાથી “અચલગચ્છ દિગ્દર્શન ઇતિહાસ ” ગ્રંથ પ્રકાશિત થયે. (સંકલન : પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ ). ભારતભરમાં ગચ્છ અને જૈનશાસનની પ્રભાવનાને વ્યાપક રૂપે પ્રવર્તાવનારા એકવીસમી સદીના અજોડ શાસન પ્રભાવક, સુરિસમ્રાટ-અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યપ્રવર શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ છેલ્લા દાયકામાં પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનું નામ એમની અનેકવિધ શાસનપ્રવૃત્તિઓથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ બની ગયું હતું, વળી, પિતે દીક્ષા ન લે ત્યાં સુધી રેજ એકાસણું કરવાની પ્રતિજ્ઞા લેનાર અને દીક્ષા લીધા પછી પણ જીવનના અંત સુધી, એમ પાંચ દાયકાથી પણ વધુ સમય સળંગ એકાસણું કરનાર અને રોજ સવારે ઊઠીને ૧૦૮ વાર ખમાસમણ દેનાર ઉગ્ર તપસ્વી અને વિહાર કરવાની બાબતમાં પણ ઉગ્ર વિહારી તરીકે સુપ્રસિદ્ધ એવા શ્રી ગુણસાગરસૂરિજી મહારાજે અચલગચ્છનું નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાતભરમાં ગુંજતું કરી દીધું હતું. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૬૯ના મહા સુદ ૨ ને 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શુક્રવારે કચ્છમાં દેઢિયા ગામે થયે હતે. એમના પિતાશ્રીનું નામ ક.વી.ઓ. જ્ઞાતિના લાલજી દેવશી છે અને માતુશ્રીનું નામ ધનબાઈ હતું. તેમનું પિતાનું સંસારીનામ ગાંગજી હતું. પિતા લાલજીભાઈએ વ્યવસાયાર્થે મુંબઈ આવી શિવરીમાં દુકાન કરી હતી. ૧૨ વર્ષના ગાંગજીભાઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાતાં તેઓ શાળામાં વ્યાવહારિક શિક્ષણ ચાર ધોરણ સુધીનું જ લઈ શક્યા. તેર વર્ષની ઉમરે ગાંગજીભાઈને શીતળાનો રોગ થયે અને એવી ગંભીર સ્થિતિમાં મુકાયા હતા કે પિતાશ્રીએ માનેલું કે તેઓ અવસાન પામ્યા છે. એટલે મશાને લઈ જવાની તૈયારી કરવા માંડેલી, ત્યાં શરીરમાં હલનચલન થઈ અને છ મહિનાની ગંભીર માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ થવા માંડ્યા. એ ઘટના પછી પિતાનાં માતુશ્રીને પ્રતિક્રમણ વગેરે વિધિ પુસ્તક વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં કરતાં કિશોર વયના ગાંગજીભાઈને તપ-ત્યાગ-વૈરાગ્યને રંગ લાગ્યો. અને આગળ જતાં એ એટલે દઢ બન્યો કે એક વખત માતુશ્રી રઈ કરતાં હતાં ત્યારે ધગધગતું તેલ ગાંગજીભાઈના શરીર પર પડ્યું તે પણ પિતાની તપશ્ચર્યા તેડી નહીં અને દવા લીધી નહીં. યુવાન વયે થતાં તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને ત્યાર પછી રામેતશિખર અને તેની આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક ઉત્સવમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા અને મુંબઈમાં કચ્છી મહાજનવાડીમાં સામાયિક-પૌષધ વગેરે પણ નિયમિતપણે કરવા લાગ્યા. એવામાં તેઓ જામનગરમાં તે સમયના અચલગચ્છાધિપતિ પૂ. શ્રી ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી નીતિસાગરજી મહારાજના સંપર્કમાં આવ્યા. દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યક્ત કરી અને તે પ્રમાણે સં. ૧૯૯૩માં તેમણે પિતાના ગામ દેઢિયા (કચ્છ)માં ચૈત્ર વદ ૮ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી નીતિસાગરજી મહારાજના શિષ્યરૂપે મુનિશ્રી ગુણસાગરજી નામ ધારણ કર્યું. કચ્છ-માંડવીમાં, જામનગરમાં, ભૂજમાં, કછ-ગોધરામાં, મેટા આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં રહ્યાં. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે પંડિતે રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને ઊંડો અભ્યાસ કરાવ્યું. સમય જતાં એમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી અને સં. ૨૦૦૩માં પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની જવાબદારી પણ પી. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને શ્રીસંધ તરફથી આચાર્ય પદવી આપવામાં આવી અને તેઓ સં. ૨૦૩૦માં ભદ્રેશ્વરતીર્થમાં અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ થયા. ગચ્છાધિપતિ આચાર્યભગવંતે ત્યાર પછી કચ્છ, રાજસ્થાન, બૃહદ્ મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબોધ આપીને અનેક મહત્ત્વનાં ધર્મકાર્યો કરાવ્યાં. તેમણે શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કચ્છ-મેરાઉમાં કરાવી. ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થને સંઘ કાઢયો. મેરાઉમાં શ્રાવિકા-વિદ્યાપીઠની સ્થાપના કરવી. કચ્છની શત્રુંજ્યની તીર્થયાત્રાને રીપલિત સંધ કઢાવે. ઉપરાંત જિનમંદિર, ઉપાશ્રયે, જ્ઞાનમંદિર, ઘર્મશાળાઓ, ગ્રંથાલયે, અંજનશલાકાપ્રતિષ્ઠાએ, જીર્ણોદ્ધાર, દીક્ષા–પદવી પ્રદાન વગેરે વિવિધ પ્રકારનાં ઘણાં કાર્યો વર્ષોવર્ષ મહત્સવપૂર્વક કરાવ્યાં. પિતાનાં માતુશ્રીને દીક્ષા આપી સાગ્રી ધર્મશ્રીજી નામ આપ્યું. છેલ્લા દાયકામાં 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-ર 565 એમણે મુંબઈથી સમેતશિખરજીને સંઘ અને સમેતશિખરથી શત્રુજ્યને છરી પાલિત સંધ કદા એ એમની વિરલ સિદ્ધિ લેખાય. એમણે સમેતશિખરમાં 20 જિનાલયનું નિર્માણ ધર્મશાળા સહિત કરાવ્યું અને કચ્છમાં 72 જિનાલયનાં નિર્માણનું કાર્ય ઉપાશ્રયે, ધર્મશાળા વગેરે સહિત ચાલુ કરાવ્યું. જૈન–એકતા માટે તેઓશ્રીએ પ્રશંસનીય પ્રવૃત્તિઓ અને પ્રચાર કર્યા. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારના અધિવેશને અને સંમેલન યોજાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી સંઘ અને સમાજે અલંકૃત કર્યા. તેઓશ્રીની નિશ્રામાં બે અધિવેશનમાં ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંધ પધાર્યા હતા. 72 જિનાલય તીર્થની ભૂમિ ઉપર સં. ૨૦૪૩માં અક્ષયતૃતીયાના દિવસે રાષ્ટ્રપતિએ તેમને સાતમાં વરસીતપનું પારણું કરાવવા ઈશ્ક વહેરાવ્યા. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવકોએ અને યુવતીઓએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧પથી વધુ સાધ્વીઓએ દીક્ષા લીધી, અને પચાસેક સાધુઓએ દીક્ષા લીધી, જેમાં એમના શિષ્ય પૂ. ગુણદયસાગરજી અને પૂ. કલાપ્રભસાગરજીને આચાર્ય પદવી અપાઈ છે. આમ, એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છને સાધુ-સાધ્વીજીનો વિશાળ સમુદાય ઊભું થયું છે. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનનાં જે વિવિધ કાર્યો કર્યા તેમાં તેમણે સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિમરણ ન થવું જોઈએ. તેઓશ્રી શ્રત સાહિત્યના અભ્યાસી હતા, સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાના પ્રખર પંડિત હતા, કવિ પણ હતા. ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરી છે. તેઓશ્રીએ આર્ય રક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચેલાં છે. ઉપરાંત, સમરાદિત્ય ચરિત્ર (લઘુ ગદ્ય), ત્રિષષ્ટિ સારોદ્ધાર તેમ જ પર્વકથાસંગ્રહ શ્રીપાલચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર વગેરે ગ્રંથ રચ્યા છે. તેમણે અનેક સ્તવને, મોટી પૂજાઓ, ચેઢાળિયા, સ્તુતિઓ, દુહાઓ, પ્રાર્થનાઓ વગેરેની પણ રચના કરી છે. એક લાખથી વધુ લોકપ્રમાણ જેટલું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતીમાં, ગદ્યમાં અને પદ્યમાં, એમના હાથે રચાયું છે, જે તેઓશ્રીની મહાન સિદ્ધિ છે. એમનાં કેટલાંયે સ્તવનો રજની ધાર્મિક વિધિમાં અનેક ભાવિકેને મુખે ગવાતાં સંભળાય છે. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ અત્યંત સરળ હૃદયના અને વત્સલ સ્વભાવના હતા. પિતાના શિષ્યોને પિતાતુલ્ય રહીને સંભળતા, તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની સતત કાળજી રાખતા. વિક્રમની એકવીસમી સદીને ઇતિહાસ લખાશે ત્યારે અર્ધશતાબ્દીથી વધુ દક્ષા પર્યાયનાં વર્ષોમાં જૈનશાસનની અનેકવિધ સેવા બજાવી જનાર મહાન ગચ્છાધિપતિશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી 77 વર્ષની વયે, સં. ૨૦૪૪ના ભાદરવા વદ 30 ને સોમવારે મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કેટિ કેટિ વંદના ! (સંકલન : “પ્રબુદ્ધ જીવન માંના ડા. રમણલાલ ચી. શાહના લેખને આધારે) 2010_04