SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતા-૨ બંને સૂરિઓની પ્રેરણાથી શત્રગિરિ પર છે અને જિનાલય રચાયાં અને અંજનશલાકાએ થઈ શેઠ શ્રી નરશી નાથાએ અને શ્રી કેશવજી નાયકે તેઓશ્રીની નિશ્રામાં, પ્રેરણાથી સારું એવું ધન વાપર્યું. ૨૭. શ્રી વિવેકસાગરસૂરિ અને ૨૮. શ્રી જિનેકસાગરસૂરિ. ૨૯. શ્રી ગૌતમસાગરસૂરિ : મારવાડના પાલીનગરના ધીરમલ શ્રીમાલી બ્રાહ્મણના સુપુત્ર ગુલાબમલ પાંચ વરસની લઘુવયમાં યતિ દેવસાગરજી સાથે કચ્છ આવ્યા; અને યતિદીક્ષા લીધી. સં. ૧૯૪૬માં ક્રિદ્ધાપૂર્વક સંવેગી દીક્ષા લીધી. નામ “ગૌતમસાગરજી ' રહ્યું. અચલગચ્છને વિધમાન ત્યાગી સમુદાય તેમને આભારી છે. તેમણે શૂન્યમાંથી સૃષ્ટિ સજી દીધી! ત્યાગમાર્ગના પ્રચારમાં તેમને ઘણુ કષ્ટ આવ્યાં, પણ સિંહની જેમ સફળ થયા. ગચ્છના અનેક ગ્રંથને ઉદ્ધાર કર્યો, અને પ્રકાશિત કરાવ્યા. ભુજ, માંડવી અને જામનગરમાં મેટા જ્ઞાનભંડારે સ્થાપ્યા. તેમના વરદ હસ્તે એક દીક્ષાઓ થઈ. તેઓ અપ્રમાદી અને મહાત્યાગી યેગીશ્વર હતા. “કચ્છ-હાલાર દેશદ્વારક' એ સાર્થક બિરુદના ધારક હતા. તેમના પ્રખર શિષ્ય પરમ વિનયી પૂ. નીતિસાગરજી ગણિ હતા. તેમના બે પટ્ટધરે-દાનસાગરસૂરિ અને ગુણસાગરસૂરિ થયા. શ્રી દાનસાગરસૂરિ અને તેમના શિષ્ય શ્રી મેમસાગરસૂરિ પણ ગચ્છના શણગારરૂપ થઈ ગયા. પૂ. આ. શ્રી દાનસાગરસૂરિએ સં. ૧૯૯૬માં દીક્ષા અંગીકાર કરી. તેઓએ આગમનાં ગહન કર્યા હતાં. સં. ૨૦૧૨માં તેમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સં. ૨૦૧૭ માં તેઓ મુંબઈમાં કાળધર્મ પામ્યા. તેઓશ્રીના શિષ્ય મુનિશ્રી નમસાગરજીને સં. ૨૦૧૨માં કચ્છ-સુથરીમાં આચાર્ય પદવી અપાઈ. તેઓશ્રીની પ્રેરણાથી “અચલગચ્છ દિગ્દર્શન ઇતિહાસ ” ગ્રંથ પ્રકાશિત થયે. (સંકલન : પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ ). ભારતભરમાં ગચ્છ અને જૈનશાસનની પ્રભાવનાને વ્યાપક રૂપે પ્રવર્તાવનારા એકવીસમી સદીના અજોડ શાસન પ્રભાવક, સુરિસમ્રાટ-અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યપ્રવર શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ છેલ્લા દાયકામાં પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનું નામ એમની અનેકવિધ શાસનપ્રવૃત્તિઓથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ બની ગયું હતું, વળી, પિતે દીક્ષા ન લે ત્યાં સુધી રેજ એકાસણું કરવાની પ્રતિજ્ઞા લેનાર અને દીક્ષા લીધા પછી પણ જીવનના અંત સુધી, એમ પાંચ દાયકાથી પણ વધુ સમય સળંગ એકાસણું કરનાર અને રોજ સવારે ઊઠીને ૧૦૮ વાર ખમાસમણ દેનાર ઉગ્ર તપસ્વી અને વિહાર કરવાની બાબતમાં પણ ઉગ્ર વિહારી તરીકે સુપ્રસિદ્ધ એવા શ્રી ગુણસાગરસૂરિજી મહારાજે અચલગચ્છનું નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાતભરમાં ગુંજતું કરી દીધું હતું. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનો જન્મ સં. ૧૯૬૯ના મહા સુદ ૨ ને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249144
Book TitleGunsagarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size120 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy