________________
પ્રશસ્તિ “સિદ્ધહેમ સારાંશ સંસ્કૃત વ્યાકરણ” એ સિદ્ધહેમ વ્યાકરણને સાર ભાગ છે, સિદ્ધહેમ મહા વ્યાકરણ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યો પૂર્વે ૮૫૦ વર્ષે રચ્યું હતું, હાલમાં આ “સિદ્ધહેમ સારાંશ સંસ્કૃત વ્યાકરણ” ટૂંકમાં ગૂજરાતી ભાષામાં રચવામાં આવ્યું છે, સિદ્ધહેમમાંથી આ સાર ભાગ લીધો છે, માટે અહીં ભગવાન હેમચન્દ્રાચાર્યનું કૃતજ્ઞ ભાવે અનુસ્મરણ કરું છું
શ્રીમદ્યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં રહી મેં સિદ્ધહેમ વ્યાકરણને અભ્યાસ કર્યો છે તેથી તે સુવિશાલ અનુપમ પાઠશાલાનું અને સિદ્ધહેમના મારા આવા અધ્યાપક પ્રકાંડ પંડિત વિર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ હતા, પછી ૫. વર્ષાનંદજી ધર્મદરજી મિશ્ર હતા, ત્યારબાદ પ. પૂ. વ્યાકરણ વાચસ્પતિ આચાર્ય વર્ય શ્રીમદ્ વિજય લાવણ્યસૂરિ મહારાજ હતા તથા સહાધ્યાયી છબીલદાસ હતા તેઓ સર્વેનું અહીં કૃતજ્ઞ ભાવે અનુસ્મરણ કરું છું.
મારા પિતાશ્રી સુશ્રાવક નેમચંદભાઈ, મયાચંદભાઈ યાદવીય તથા માતુશ્રી સુશ્રાવિકા રાઈબેન તેઓશ્રીને મહાન ઉપકાર છે કેમહેસાણાની પવિત્રતમ પાઠશાળામાં અભ્યાસ કરવા મોકલી નવ નવ વર્ષ પર્યન્ત મને અભ્યાસ કરવા ધીરજ આપી છે તથા વડીલ બંધુ જેઠાલાલભાઈ, લઘુબંધુ જયચંદભાઈ તથા ધર્મપત્ની કંચનમાલા, પુત્રીઓ સમતા હંસા સુધા મદન અને, ધારિણી તથા પુત્રી દિનેશ શ્રેણિક અને કૌશિક તથા તેઓની પત્નીઓ અનુક્રમે નલિની હંસા અને ઉષા તથા દિનેશના પુત્રો શ્રીપાળ અને નિરવ તથા શ્રેણિકના પુત્ર પ્રણવ અને અભય તેઓ સર્વે પણ આ કાર્યમાં સહાયક રહ્યા છે, તેથી તેઓ દરેકનું પણ કૃતજ્ઞ ભાવે અહીં અનુસ્મરણ કરું છું, એ પ્રકારે આ સુકૃતની હું અનુમોદના કરું છું.
શિવલાલ નેમચંદ શાહ.