Book Title: Gujarati Sahityano Itihas Part 04
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનના અનેક નાનામોટા પ્રયતને આ પૂર્વે થયા છે, પરંતુ ચાર ગ્રંથમાં અને અઢી હજાર જેટલાં પૃષ્ઠોમાં, વિવિધ વિદ્વાનોના સહકારથી, ગુજરાતી સાહિત્યને બૃહદ્ ઇતિહાસ આલેખવાને પ્રયાસ આ પ્રથમ વાર જ થાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસનાં જે બે સ્પષ્ટ સ્થિત્યંતરે છે એને લક્ષમાં રાખીને આ ઈતિહાસલેખન હાથ ધરાયું છે. પહેલા સ્થિત્યંતરને બે ગ્રંથોમાં વહેંચી નાખ્યું છે. પહેલા ગ્રંથમાં ગુજરાતની ભૌગોલિક અને રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકા, ગુજરાતી ભાષાને વિકાસ અને સાહિત્યિક પૂર્વપરંપરા એટલું સમાવતાં ઈ. સ. ૧૧૫૦થી ઈ. સ. ૧૪૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના પ્રાચીનકાળને એમાં આવરી લેવામાં આવ્યો છે. બીજા ગ્રંથમાં ઈ.સ. ૧૪૫૦થી ઈ.સ. ૧૮૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના મધ્યકાળને આવરી લેવામાં આવે છે. એના બીજા સ્થિત્યંતરને પણ એ જ રીતે બે ગ્રંથોમાં વહેંચ્યું છે. ત્રીજા ગ્રંથમાં ગુજરાતમાં અંગ્રેજોના રાજઅમલની શરૂઆતથી પણ વિશેષતઃ દલપતરામથી કલાપી સુધીનો સમય આવરી લેવામાં આવ્યો છે. ચોથા ગ્રંથમાં ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી સુધીના અર્વાચીન સમયને આવરી લેવામાં આવ્યો છે. આ રીતે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને આ બૃહદ્ ઈતિહાસ એમાંની માહિતી અને માવજતથી આપણી વણપુરાયેલી જરૂરિયાતને સંતોષશે એવી આશા છે. આ થઈ કાલક્રમની દૃષ્ટિએ કરેલા કાર્યની વાત. ઈતિહાસ કદી પૂરે થતો નથી એટલે ક્યાંક તો અટકવું જોઈએ એમ કરીને સ્વ. ઝવેરચંદ મેઘાણી આગળ આવીને આ ઇતિહાસ અટકે છે. તેમ છતાં પાંચમા ભાગ માટે જે સરકાર તરફથી આર્થિક સહાય મળશે તે અઘતન સમય સુધી આવવાની પરિષદની ભાવને છે. આ માટે પ્રયત્ન ચાલુ છે. તદુપરાંત ભિન્નભિન્ન સાહિત્યસ્વરૂપનો વિકાસઈતિહાસ પણ તેમાં સમાવાશે, અને છતાં માહિતી ઝાઝી બેવડાય નહિ એની કાળજી રખાશે. આ ઈતિહાસ-લેખન આપણા ભિન્નભિન્ન વિદ્વાન લેખકે દ્વારા થયું છે. એટલે, એક કલમે લખાતા સળંગ ઈતિહાસ-લેખન કરતાં આ પ્રયત્ન સ્વાભાવિક રીતે જ જુદે પડવાને. અલબત્ત, સંપાદન દ્વારા એમાં શક્ય એટલી એકવાક્યતા સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે. વાચકની સહાયથી મનભાવની એકવાક્યતા. જળવાશે એવી શ્રદ્ધા પણ છે. તેમ છતાં, સર્વત્ર એ જળવાય એ અપેક્ષા સંપૂર્ણ પણે સંતોષી ન પણ શકાય, પણ એમાં વ્યક્ત થયેલ વિવિધ દૃષ્ટિકો અને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 658