Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 16
________________ ગુર્જર વંશના લેખો નં. ૧૦૮ દ૬ ૧ લાનું સંખેડામાંથી મળેલું પતરૂં બીજુ ચે. સં. ૪૪૬ (ઈ. સ. ૧૯૫-૯૬) આ લેખનું બીજું જ પતરું મળ્યું છે. તેનું માપ ૮૪૩ છે અને તે સુરક્ષિત છે. આમાંની દશ લીટીમાં રાજાનું કે દાતાનું કે દેય પદાર્થનું વર્ણનાદિ નથી, પણ માત્ર દાનશાસન અવિચ્છિન્ન કાયમ રાખવા માટેના સ્મૃતિઓમાંના સાધારણ રીતે આપવામાં આવતા આદેશ આપેલ છે. પરંતુ દાતાને ઓળખવા માટે પૂરતાં સાધનો આપણી પાસે છે. લેખક તરીકે સાલ્પિવિગ્રહિક આદિત્યગિકનું નામ આપેલ છે. ડે, બુલર જણાવે છે કે જોગિક એક નાને માણસ અગર એક અગર ડાં ગામડાંને ઠાકોર હોવો જોઈએ. કારણ વખતે વખત હુકમ કરવામાં આવે છે એવાં માણસની સાથે તે શબ્દ લગાડેલો જોવામાં આવે છે. જેમ કે જેમભટ્ટનું કાવિમાંથી મળેલું તામ્રપત્ર (ઈ. એ. વો. ૫ પા. ૧૧૦) દેશી કેષમાં તે શબ્દના પ્રાકૃત રૂપ ભાઈઓને અર્થ ગ્રામપ્રધાન એવો કર્યો છે અને તે માણસ માટે રાજા હોઈ શકે નહીં. આ પતરાને ગુર્જર વંશ સાથે સંબંધ પૂરવાર કરવા માટે બીજું કાંઈ ન હોય તે પણ એક ભેગિક શબ્દ કે જે સાન્વિવિગ્રહિક આદિત્યને લગાડવામાં આવ્યું છે તે બસ છે. કારણ કે બીજા કોઈ પણ વંશનાં દાનશાસનમાં તે શબ્દ વપરાયો જોવામાં આવતા નથી. વળી આ લેખની લિપિ પણ રગ્રહના સંવત ૩૯૧ ના તામ્રપત્ર તેમ જ તે જ વંશનાં પ્રસિદ્ધ થએલાં બીજાં તામ્રપત્રોની લિપિ સાથે એટલી બધી મળતી આવે છે કે તેમાં શંકાને લેશ પણ અવકાશ નથી. દાનની સાલ શબ્દમાં તેમ જ આંકડામાં આપવામાં આવી છે અને તે ૩૪ ૬ ની છે. સાધારણુ રિવાજ મુજબ આંકડામાં ૩૦૦, ૪૦ અને ૬ નાં ચિહ્નો નથી, પણ અર્વાચીન ઢબ પ્રમાણે ૩, ૪ અને ૬ એમ આંકડા લખેલા છે. છેવટના ગુર્જર રાજાઓ ચેદી સંવતને ઉપયોગ કરતા, તેથી ૩૪૬ તે ઈ. સ. ૫૫-૬ લગભગ આવે છે. આ સાલ દદ ત્રીજાની ડે. બુલરે આપેલી* સાલની સાથે બરબર બંધબેસતી આવે છે. આ રાજાને બીજે લેખ અગર તામ્રપત્ર હજુ સુધી પ્રાપ્ત નથી, તેથી આ તામ્રપત્ર ઉપયોગી ગણી શકાય. _ अक्षरान्तर १ आचन्द्राणिवक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यमुदळातिसर्गेण २ प्रतिपादितं मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये अतोस्य ब्रह्मदेयस्थित्या क्रिषतxकरि ३ षापर्यंतो वा न कैश्चिद्व्याषेधे वर्तितव्यमागामिराजभिरस्मद्वशैर्वा सामान्यं भूमि४ दानफलमवेत्यायमस्मदायोनुमन्तव्यः पालयितव्यश्चेत्युक्तं च भगवता व्या५ सेन । बहुभिर्वसुधा भुक्ता राजभिः सागरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य ६ तदा फलं॥षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्ये..७ व नरके वैसे ॥ विन्ध्याहवीष्वतोयासु शुष्ककोटरवासिनः कृष्णसर्पाभिजायन्ते ८ ब्रह्मदेयापहारका[ : ] यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दानानि धर्थियशस्कराणि९ निर्माल्यवान्प्रतिमानि तानि को नाम साधुxपुनराददीत।।लिखितं चात्र सन्धिविग्रहिकेना १० दित्यभोगिकेन संवत्सरशतयं षट्चत्वारिशोत्तरके ॥ ३४६ - ૪ એ. ઈ. વ. ૨ પા. ૧૮ એચ. એચ. ધ્રુવ બી. એ. એલએલ બી. * ઈ. એ. વ. ૧૭ ૫. ૧૯૧ ૧ વાંચે લત: ૨ વ િર્ષથતો વાંચો રચે ૪ વાંચે પારઢિમિઃ ૫ વાંચો વમેd ૬ વાંચો દ્િ ગીઅને ૭ વ િયે ૮ વાંચો રિવારને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 398