Book Title: Dwadashar Naychakra Ek Chintan Author(s): Vikramsuri Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf View full book textPage 3
________________ * આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આ બાર અર વિધિ અને નિયમના ભંગ છે. પ્રથમ ચાર અર વિધિભંગ છે. આગળના ચાર અરે ઉભયભંગ છે. આ દ્વિતીય માર્ગ છે. શેષ ચાર અર નિયમભંગ છે. આ તૃતીય માર્ગ છે. આ માર્ગ અકતૃત્વ કૃતકાકૃતત્ત્વ કૃતકત્વરૂપ હેતુઓ દ્વારા નિત્યત્વ નિત્યાનિત્વ - અનિત્યત્વની સ્થાપના કરે છે. આ બાર નય જ્યારે એકમત થઈને પરસ્પર અપેક્ષા રાખીને વર્તન કરે છે. “સ્થાન્નિત્ય: “સ્થાન્નિત્યાનિત્ય:, સ્વાદનિત્ય:” શબ્દ એવી પ્રતિજ્ઞા કરે છે. ત્યારે પરિપૂર્ણ અર્થના પ્રકાશ કરાવનાર હોવાથી સત્ય સ્વરૂપને બતાવનાર થાય છે. એમ નયચક્રના તુમ્બમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ જ નયચક્ર શાસ્ત્રનું મુખ્ય પ્રતિપાઘ છે. સ્યાદવાદ રૂપી તુમ્બ : આ બધા નયની તમામ યુકિતને અખંડિત જાળવી રાખનાર સ્યાદ્વાદરૂપી તુમ્બની રચના કરવામાં આવી છે. જે બાર બાર નો (અરોનો) આધાર છે. એ તુમ્બ સિવાય ન ટકી શકતા નથી. એમ સુસ્પષ્ટ અનેક હેતુઓ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે, આ તુમ્મસ્વરૂપ સ્વાસ્વાદ વિના કોઈ નય વિજયી બની શકતો નથી. સુંદપસુંદન્યાયે પરસ્પર વિરોધથી પ્રકૃત થઈ જાય છે. આ વિરોધને હઠાવીને સ્યાદવાદ બધા નયનું રક્ષણ કરે છે. એટલે આ સ્યાદવાદ લેકને આધીન બનાવવામાં રામર્થ બધા નયવાદોનો પરમેશ્વર છે. કેમ કે પરસ્પર નાનાં એકાન્તરૂપ વિરોધ દૂર કરીને એકીકરણ કરે છે. આ એકીકરણ સ્યાદવાદ જ કરી શકે છે. આ સ્યાદવાદને અનુસરીને નય વસ્તુનું નિરૂપણ કરે તો જ તે પ્રમાણમાં સ્થાન પામી શકે છે. સ્વતંત્રપણે નિરૂપણ કરે ત્યારે એકાન્ત પકડવાથી નિષ્ફળ જાય છે. આમ ગ્રંથકારે નયાનું નિરૂપણ કરતાં સ્થાને સ્થાને દર્શાવ્યું છે. નામની યથાર્થતા તથા ગ્રંથની રચના પદ્ધતિ : નયવાદને છેડો આવી શકતો નથી. એની ન આદિ છે ન અન્ત. એક ચકની જેમ તે સદા ફરતે રહી ખંડન અને મંડન કર્યા જ કરતો હોવાથી ગ્રંથકાર મહર્ષિઓએ એની રચના ચક્રાકારે કરી એને નયચક્ર એવું નામ અર્પણ કર્યું છે. આ નયચક્રરત્નમાં બાર અર છે. પ્રત્યેક બે અર વચ્ચે એક અન્તર એવા બાર અંતર છે. પ્રત્યેક ચાર અર પર એક નેમિ (માર્ગ) એમ ત્રણ નેમિ છે અને છેલ્લે સઘળાં અરોને પોતાનામાં સમાવનારું ખરેખર તે સઘળા અરોનું અને આગળ વધીને કહીએ તે સમગ્ર ચક્રનું આધાર - સ્થાન એક 'તુમ્બ છે. પ્રત્યેક અને એક સ્વતંત્ર નયવાદ છે. આ ચક્રના છ અર દ્રવ્યાધિક દષ્ટિ વિશેષના છે અને બીજા છ અર પર્યાયાર્થિક દષ્ટિ વિશેષનાં છે. પ્રથમ એક નયને આધાર લઈને સામાન્ય વિશેષ અને સામાન્ય વિશેષભયવાદિના વાદો લેવામાં આવ્યાં છે. તે પછી તેનું ખંડન કે જે દર્શાવવા અત્તરની રચના કરવામાં આવી છે તે કરી અન્ય નય મત શરૂ કરવામાં આવે છે. એ અન્ય નયમત પ્રથમ બીજા વાદિઓના મતમતાંતરોનું અંતરમાં ખંડન કરી પછી પોતાના મતવિશેષનું નિરૂપણ કરે છે. તે તે અરના અંતે ગ્રંથકારે તે તે નયને સંગ્રહાદિ સાત નિયોને કયા નયમાં સમાવેશ થાય છે તે બતાવીને તે નયને સમ્મત શબ્દ વાકય તથા તદર્થને બતાવીને તે તે નયનો મૂળ આધાર જૈન આગમ છે. એમ નિરૂપણ કર્યું છે. એટલે બધાં નયે આગમન એક એક વાક્યના વિષયને લઈને પોતાના અભિપ્રાય મુજબ એકાન્ત વર્ણન કરે છે એમ દર્શાવ્યું છે. દ્રવ્યાધિક છે નમાં દ્રવ્ય અને પર્યાય શબ્દને જુદો જુદો અર્થ દર્શાવવામાં આવ્યો છે. એમ પર્યાયાર્થિક છ નોમાં પણ દ્રવ્ય અને પર્યાયન જુદો જુદો અર્થ બતાવવામાં આવ્યો છે. આમ બારમે અર પૂર્ણ થયા પછી તેનું અંતર (ખંડન) ગમે તે નય કરી શકે છે. તે નયનું પણ અંતર તેના પછીને નય; એવી રીતે ખંડન–મંડન ચાલ્યા કરે છે. તેને અંત આવતો નથી. માટે જ તેને ચક્ર કહેવામાં આવ્યું છે. - આશા છે કે અહીં અપાયેલ ટૂંક નોંધ પણ તે વિષયના જિજ્ઞાસુઓને ગ્રન્થમાં આગળ વધવા પ્રેરણા કરશે. * અને ખાસ કરીને તેમણે પ્રાચીન પદ્ધતિ પર વિકસાવેલ તેમના પિતાના વિશિષ્ટ અભિગમના ઊંડાણ સુધી પહોંચશે. '' અમને પ્રાપ્ત થતાં ઉલ્લેખથી અમે એટલું તે જાણી શકયા 'છીએ કે પૂ. ઉમાસ્વાતિ મ. તથા પૂ. યશોવિજયજી મ.ને. આ ગ્રંથ બહુ જ પછીના કાળમાં મળ્યું હશે. કારણ કે તેના ગ્રંથમાં આ વિશિષ્ટ અભિગમ અંગે નહિવત જ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. જો આ સમયે ગ્રંથકારે આ દિશામાં પ્રકાશ પાથર્યો હોત તે જેમ આજે જૈનશાસન અન્ય નવ્ય ન્યાયની દિશામાં ચમકે છે તેમ આ દિશા પણ ચમકી ઉઠી હોત. એટલે અત્યારે તે આ ગ્રંથના ઊંડા અભ્યાસીઓ પાસે એ જ આશા રાખીને આ લઘુ લેખની સમાપ્તિ કરું છું. રાજેન્દ્ર જયોતિ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3