Book Title: Dwadashar Naychakra Ek Chintan Author(s): Vikramsuri Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf Catalog link: https://jainqq.org/explore/230144/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાર નયચક, એક ચિંતન 0 લેખક: ૫. પા. તીર્થપ્રભાવક આચાર્યદેવ શ્રી વિમસૂરીશ્વરજી મ. સા. રદ વાદની વિશિષ્ટતા : જૈનદર્શન એટલે સર્વસાપેક્ષ દષ્ટિએાનું કેન્દ્રસ્થાન. જગતની માત્મવાદમાં માનનારી સઘળી વિકાસ પતિએાને વાસ્તવિક સમન્વય એમાં લે છે. તલસ્પર્શી માન કરવાથી એનું અનંત ભંડાણ સ્પષ્ટ બને છે. જગતમાં પ્રત્યેક દર્શનની તટસ્થ વિવેચના એમાં સ્પષ્ટ સમાયેલી છે. એક ન્યાયાધીશની જેમ જેનદર્શન અત્યંત ચોક્કસાઈપૂર્વક તટસ્થપણે પ્રત્યક દર્શનને ન્યાય આપે છે. એકાંત આગ્રહના કારણે અન્ય દરેક દર્શનમાં પ્રતિપક્ષી દર્શનને ન્યાય માપવામાં અાવ્યો નથી. જેનદર્શન એકાન્તમાં ન અટવાતાં મધ્યસ્થપણે જે અપેક્ષાને જેની વાત સાચી હોય તે અપેક્ષાએ તેની વાત સ્વીકારી પ્રત્યેક દનને પૂરતો ન્યાય આપે છે. ઘી બધાં જ માટે આરોગ્યપ્રદ છે બા એકાન્ત. એકાન્ત એટલે અસત્ય. અથવા અર્ધસત્યની સત્ય તરીકે ભ્રમણા તેમ જ પ્રરૂપણા. ઘી પચાવી શકનાર માટે આરોગ્યપ્રદ છે અને તેને ન પચાવી શકનાર માટે તે આરોગ્યપ્રદ નથી, એ જ અનેકાન્ત. અનેકાન્ત એટલે જયાં જ્યાં જે સત્ય હોય ત્યાં ત્યાં તેને સ્વીકાર અને સમર્થન. પચાવી શકનાર માટે ધી આરોગ્યપ્રદ છે એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત પચાવી ન શકનાર માટે ધી આરોગ્યપ્રદ નથી તે છે. આ બંને અપેક્ષાઓ યથાર્થપણે સમજી ન શકનાર ઘીને યથાયોગ્ય ઉપયોગ નહીં કરી શકે. તેમ જ કરાવી પણ નહીં શકે અને સ્વપરને હાનિ કરી બેસશે. ધીનું ઉદાહરણ સ્થૂલ ભૂમિકા પર છે. પણ તેનાથી સિદ્ધ થતી હકીકત સૂક્ષ્મ ભૂમિકા પર પણ એટલી જ સાચી છે. એક અપેક્ષા સ્વીકારી બીજી અપેક્ષા પ્રત્યે તિરસ્કાર સેવનારની ગણતરી ખાહીમાં થાય છે અને આગ્રહી સત્યશોધક બની શકતો નથી. શતની ઘેધ અનેકાન્ત દ્વારા જ શકય બને છે. અનેકાન્તવાદ જૈનદર્શનની વિશિષ્ટતા છે. જૈનદર્શન એકાન્ત કોઈ પણ દર્શનનું ખંડન કર્યા વગર જે જે અપેક્ષાએ જે દર્શનની વાત સત્ય હોય તે તે અપેક્ષાએ તે તે દર્શનની વાત સ્વીકારી સર્વને ન્યાય અને આવકાર આપે છે. આ એની અપ્રતિમ વિશાલ દષ્ટિ અને ઉદારતાનું પ્રતીક છે. એની આ ખૂબીને અન્ય કોઈપણ દર્શન સ્પર્શી પણ શકયું નથી. જગતને વિનાશપંથે પરી રહેલા વાદવિવાદો એકાન્તના આગ્રહમાં હોવાથી અન્ય વાદોને સમાવવા અસમર્થ છે. જયારે જૈનદર્શનની અનેકાન દષ્ટિ તે સઘળાંને શાંતિપૂર્વક સમાવવા સમર્થ છે. અનેકાન્તવાદ અપનાવી આજે પણ જગત ન્યાય શાંતિ અને સુખનું મંગલ સામ્રાજ્ય સ્થાપી શકે છે. આ માટે જ જૈનદર્શનમાં નોની ચર્ચા છે અને પ્રસ્તુત ગ્રંથથી નયચક્રને વિષય જોતાં એ વાત સ્પષ્ટપણે સમજાઈ જાય છે. અમારા મતે વિક્રમની પાંચમી શતાબ્દીમાં થયેવ મહાપુરુષ વાદપ્રિભાવક પૂ. આ. દેવ મલવાદી સૂ. મ. જેનદર્શનની નય વિચારણાના પ્રાચીન અને વિચક્ષણ તાર્કિક છે. તેઓ પોતે જ પિતાનાં આ ગ્રન્થમાં જેનદર્શનની ચાલી આવતી નય વિચારણાઓ કેટલી સૂક્ષ્મ હતી તે બતાવે છે. તેઓ ખૂદ જ લખે છે કે આ ગ્રંથ પૂર્વ મહોદધિ સમૃસ્થિત નયપ્રાભૂત તરંગાગમ પ્રમુખ ક્લિષ્ટાર્થ કણિકા માત્ર છે (ભા. ૧. ૫. ૯ મુદ્રિત). આથી નયપ્રાભૂત જેવા પૂર્વો અને “સપ્તનયશતાર” જેવા છે એ પ્રાચીનકાળમાં પણ જૈન નયવાદના અખૂટ ખજાનાઓ હતા. મા તે ખૂદ ગ્રંથકાર જ આ પિતાના ગ્રંથને પૂર્વરૂપ મહાસમુદ્રમાંથી ઉછળેલા નયપ્રાભૃતરૂપ તરંગથી છૂટી પડેલી એક જનકણિકા સમાન કહે છે. તે તેની પાસે નથની પૂર્વપરંપરા કેવી ભવ્ય હશે ? તેમનાં સ્તાવ : આ શાસનપ્રભાવક જ્ઞાનક્રિયાયોગી મહાપુરુષના નામને ઉલ્લેખ સર્વપ્રથમ હરિભદ્રસૂરિ મ. ની અનેકાન જયપતાકામાં તથા ગબિદુની પણ ટીકામાં દેખાય છે. શાંતિસૂરિ મહારાજે તે ન્યાયાવતાર વાતિકની વૃત્તિમાં મલ્લવાદીસૂરિ મહારાજની એક કાવ્યમાં પણ અદભુત સ્તુતિ કરી છે. અને વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ઉત્તરાધ્યયન સુત્રની પ્રાકૃત ટીકામાં તે નયચક્રના નામને ઉલ્લેખ અને નયચક્રની યુકિત પણ મળે છે. ભદ્રેશ્વર સૂ. મ. જે પ્રાકૃત કથાવલીમાં નયચક્ર અને મલવાદીને ગ્ય પરિચય આપ્યો છે. મલધારી હેમચંદ્રાચાર્ય કૃત વિશેષાવશ્યક ભાગની ટીકામાં નયચકને નિર્દેશ છે. કલિકાલસર્વશે તે ‘અનુમલવાદિન તાર્કિકા :' કહીને સિદ્ધહેમવ્યાકરણમાં એમની તાર્કિકતાની સર્વોત્કૃષ્ટતા ગાઈ છે. તે પછી સહસ્ત્રાવધાની મુનિસુંદરસૂરિ વિગેરે અનેકાનેક આચાર્ય ભગવંતેએ નયચક્ર તથા મલ્યવાદીસૂરિને વ્યા છે. છેવટના ન્યાયાચાર્ય ન્યાયવિશારદ યશોવિજય ઉપાધ્યાયજીએ આઠ પ્રભાવકની સજઝાયમાં મલ્લવાદીસૂરિને વાદીપ્રભાવક તરીકે સ્તવ્યા છે અને દ્રવ્યગુણપર્યાયના રાસમાં પ્રતિપાદન કર્યું છે કે નયચક્રના એક અરમાં બારે અર ઊતારી શકાય છે. આમ ગ્રંથ અને ગ્રંથકારને અનેકાનેક જૈનાચાર્યોએ સ્તવ્યો છે. આ વાદિપ્રભાવક સૂરિશ્વરની વાદશકિત, તર્કશકિત ખરેખર તેમના કાળમાં પરવાદીરૂપ તારલાઓ માટે મધ્યાહનકાળના તપતી સૂર્ય જેવી હતી. એમની રચના પણ એટલી અદભુત છે કે તેમના કાળમાં અને તે પૂર્વમાં રચાયેલા ગ્રંથે અને ગ્રંથકારોના મર્મને લઈ એમનાં જ વચનનો આધાર લઈને તેમનાં વાદોને કે સિદ્ધાન્તોને અલૌકિક શૈલીએ અને કોઈ પણ કઠોર વચનને પ્રયોગ કર્યા વગર વ્યાજય કોટીએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એમણે લીધેલા કેટલાક ગ્રંથ એવા છે કે જે હાલમાં ઉપલબ્ધ થતાં નથી અને વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં જોવા ન મળે એવા લાંબા લાંબા પૂર્વપક્ષો અને લાંબી લાંબી ચર્ચાઓ કે જે જટિલ હોવા છતાં સરસ અને સરલ રીતિએ રજૂ કરી દુર્ભે ઘા યુકિતઓથી નિરાકરણ કરવામાં સિદ્ધહસ્ત છે. એમના ગ્રન્થના વાંચનાર અને ભણનારને તરત જ ગ્રાહ્ય થઈ પ્રકાણ્ડ વાદી બનાવી દે છે. એ આ વિશાળ અને ગંભીર ગ્રન્થરત્ન જેન જગતમાં અપૂર્વ છે. આ વિશાળ ગ્રન્થરાશિનું પૂનિત સંપાદન મારા ગુરુદેવ પૂ. નાચાર્ય દેવ શ્રીમદવિજ્ય લબ્ધિસૂરિશ્વરજી મહારાજે કરેલ છે. તેના ચતુર્થ ભાગનું ઉદઘાટન ભારતીય તત્ત્વજ્ઞાનના નિષ્ણાત છે. શ્રી રાધાકૃષ્ણનના હાથે થયેલ છે. ત્યાર બાદ વિદ્રવર્ય શ્રી જંબુવિજયજીએ પણ આધુનિક અનેક સાધનને પરિશ્રમપૂર્વક ઉપયોગ કરી, નયચક ગ્રન્થનું પ્રકાશન આરંભ્ય છે. બે ભાગ બહાર પડયાં છે અને ત્રીજો હજી બાકી છે તેમ જાણવામાં આવ્યું છે. હજુ અભ્યાસની દષ્ટિએ આ ગ્રન્થને વિદ્વાનોએ બહુ વિચારવા જેવો છે. માત્ર અતીવ સંક્ષેપથી કંઈક તેના વિષયને ખ્યાલ રાજેન્દ્ર તિ Jain Education Interational Page #2 -------------------------------------------------------------------------- ________________ આવે તે હેતુથી, ચતુર્થ ગ્રન્થની મારી પ્રસ્તાવનામાં જે કેટલાક વિષય આપ્યો છે તે વિસ્તૃત પ્રસ્તાવનામાં આ ગૂન્યના કર્તા તેમ જ અન્ય ઐતિહાસિક પુરુષોનો સમય નક્કી કરવાના શે યત્કિંચિત પ્રયાસ પણ કર્યો છે. અને તે કૌધિ છે. આદિનાથ ઉપાપે જેવાઓને વિચારપૂર્ણ લાગી છે તેવું પણ જાહેર થયેલ હે ગયેલ છે, માટે જૈન વિહારના રસિયા તે ઐતિહાસિક નિરૂપણ તે ગ્રન્થની પ્રસ્તાવનામાં જ વાંચે. અત્યારે તે તેમાં કરાયેલ નિરૂપણની આછી રૂપરેખા જ અહીં આપવામાં આવે છે. નયની વ્યાખ્યા : અનેકાન્તવાદનું જ્ઞાન નય જ્ઞાન વિના શકય નથી. નય ‘ની’ ધાતુથી બનેલા એક શબ્દ છે ‘નીયતે પ્રાતે તત્ત્વ અનેન દિન નય કે આ છે એની વ્યુત્પત્તિ. હવે આપણે એના રૂપાર્થ જોઈએ. પ્રત્યેક પદાર્થના અનંત ધર્મો છે. જુદી જુદી દષ્ટિએ આ ધર્મ દા જુદા છે. આમાંના ઈષ્ટ ધર્મ સમજવા માટેની દષ્ટિ વિશેષ તે નય. પ્રત્યેક નય બે પ્રકારે છે. નય અને દુર્નય એક પદાર્થના શૈક્સ ધર્મનું પ્રતિપાદન તેના અન્ય ધર્મોની ઉપેક્ષા કર્યા વગર કરે ત્યારે તે નય કહેવાય છે અને વિપરીતપણે કરે ત્યારે તે કય કહેવાય છે. જેમ કોઈ કહે કે “વસ્તુ સરૂપ જ છે” તે વાત દુર્નય છે કેમ કે તે વાદમાં અરૂપાનો નિષેધ કરીને માત્ર રૂપતાને ક બતાવવામાં આવે છે અને ‘વસ્તુ સત છે’ એમ કહેવામાં આવે તે વાદ નય છે. કારણ તેમાં અરૂપતાનો નિષેધ કરાતો નથી. નય અને પ્રમાણની વ્યવસ્થા : વસ્તુ અનંતધર્માત્મક છે તે વસ્તુ એક ધર્મ દ્વારાએ પણ જણી શકાય છે અને અનેક ધર્મ દ્વારા પણ જાણી શકાય છે. અનેક ધર્મ દ્રારા વસ્તુનું જે શાન કરાય તે પ્રમાણ કહેવાય છે. એક ધર્મ દ્વારા વસ્તુનું જે જ્ઞાન કરાય તે નય કહેવાય છે. તે બન્નેથી વસ્તુનું જ્ઞાન થાય છે. “પ્રમાણ નૌરધિંગમ” (તત્ત્વાર્થ-૧-૬) પ્રમાણથી વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે. નયથી એક અંશનું જ્ઞાન થાય છે. બંને વસ્તુ તત્ત્વ જ્ઞાનમાં ઉપયોગી છે. વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ દર્શાવનાર પ્રમાણ છે. આંશિક સ્વરૂપને દર્શાવનાર નય છે. પરસ્પર નિરપેક્ષ નયો એકાન્તવાદ રૂપ હોવાથી જગતને માટે અનુપયોગી છે. જગતને ઉપયોગી ત્યારે જ અને હું પરસ્પરથી સાપેક્ષ ભાવે ત્યક્ષેત્રળ અને ભાવથી તેની નાના અવસ્થાઓને વિચાર કરવામાં આવે. તે જ વિચાર અને એકાન્તવાદ અથવા સ્યાદવાદ કહેવાય છે. જગતના રક્ષક હોવાથી સ્યાદવાદ લેાકનાથ પણક હેવાય છે. નયચક્રના આ જ અભિપ્રાય છે એમ સ્થાને સ્થાને અને અંતમાં સુચારૂ રૂપથી નિરૂપણ કરી જૈન શાસનની સત્યતા સાબિત કરી છે. ચકની ઉપપ્પા અને નયનચક્રની ઉત્કૃષ્ટતા : આ ગ્રંથરત્નનું નયચક્ર નામ અન્વર્થ જ છે. સર્વોપરી ચક્રવર્તી બનતાં પહેલાં જેમ સમસ્ત ભરતના રાજવીઓને રાજા જીતી લે છે, કારણ કે ચક્રરત્ન જેની પાસે હોય તેને પરાજય કોઈ કરી વી. નિ. સં. ૨૫૦૩ શકતું નથી. તે સદા વિજયી જ રહે છે. આ ગ્રંથરત્નનું પણ એવું જ છે. જેમ શરુયુદ્ધમાં ચક્રરત્ન શ્રેષ્ઠ છે તેમ શાસ્ત્રયુદ્ધમાં આ નયચ રત્ન શ્રેષ્ઠ છે. ચક્રરત્ન વડે રાજા – મહારાજાઓમાં ચક્રવર્તી થવાય છે તેમ આ નયચક્ર વડે વાદિઓમાં ચક્રવર્તી થવાય છે, સામર્થ્યની આ સમાનતા સિદ્ધ કરવા જ પ્રસ્તુત ગ્રન્થરત્નને નયચક્ર નામ આપવામાં આવ્યું હશે એમ અનુમાન કરી શકાય. નયચક્રકાર પણ ગ્રંથના અંતમાં એમ જ કહે છે કે “જેમ ચક્રવર્તીઓને ચક્રવર્તીપણું પ્રાપ્ત કરવા સારૂં ચક્રરત્નની આવશ્યકતા પડે છે તેમ વાદિ ચક્રવર્તીપણાને મેળવવા માટે આ નયચક્ર રત્નની આવશ્યકતા છે’. ખાસ નોંધપાત્ર વાત તો એ છે, કે સામર્થ્યની અપેક્ષાએ એની અને ચક્રરત્નની વચ્ચે જેવી સામ્યતા છે તેવી જ સામ્યતા રચનાની અપેક્ષાએ એનો અને જૈનદર્શનમાં કાચની ગણતરી માટે સ્વીકારાયેલા કાલચક્રની વચ્ચે છે. નયચક્રમાં બાર અર છે. કાલચક્રમાં પણ બાર ર છે. જેમ નચક્રમાં પાર્થિક અને પર્યાયાધિક એમ બે વિભાગ છે, તેમ કાલચક્રમાં પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે વિભાગ છે. કાલચક્રના આ બન્ને વિભાગ છ છ અરને ધરાવે છે, તે ક્રમસર એક પછી એક અવિરામપણે આવ્યા જ કરે છે. તેથી ચકને સામર્થ્યની અપેક્ષાએ ચક્રરત્નની અને રચનાની અપેક્ષાએ કાલચક્રની ઉપમા યથાર્થપણે ઘટે છે. ચક્રરત્નના ધારક મહાસમર્થ ચક્રવર્તી ઉપર સંસારમાં કોઈ પણ વિજય પામી શકતું ન હોવા છતાં કાલચક્ર એને સહજમાં ભરખી જાય છે. તેથી ચક્રરત્ન કરતાં કાલચક્રની ઉત્કૃષ્ટતા સિદ્ધ થાય છે પણ (ચક્રોમાં) નયચક્ર રત્ન સર્વોત્કૃષ્ટ છે. તે ફકત સર્વપ્રકારના વાદોનો વિજય નથી અપાવતું પણ ભવભ્રમણામાંથી આત્માને મુકત કરી કાલચક્રની અસરથી આપણને પર કરી તેના પર પણ વિજ્ય અપાવે છે. નયોની સત્યાસત્યતા : કેમ કે નયચક્રના પ્રધાન વિષય આ જ છે! “વિધિનિયમભાગવૃત્તિવ્યતિરિકતવાદનીંક વધાવત જૈનાદન્યચ્છાસનમનુાં ભવતીતિ વૈધર્મમ” આ સૂત્રરૂપ કારિકામાં આજ વસ્તુ બતાવવામાં આવી છે. વિધિ અને નિયમના આધારે બાર ભંગ થાય છે. તે બાર ભંગ બાર નય (સહ) છે. તે બધાં પરસ્પર નિરપેક્ષ થઈને અજૈનશાસ્ત્રની જેમ વિચાર કરે તે અસત્યાર્થને પ્રકાશ કરવાથી અસત્ય છે અને તે બધાં પરસ્પર મળીને અવિરોધપણે વિચાર કરે તો તે જૈનશાસનની માપૈા વિચારણારૂપ હોવાથી મત છે. કેમ કે વસ્તુ સામાન્ય વિશેષાદ્યનન્ત : ધર્માત્મક છે. તે જ રૂપે બધા નયાએ મળીને સાપેક્ષાપણે વિચાર કરવો જોઈએ. સાપેક્ષ નિરપેક્ષ વિચાર જ ચકરે. આ ગ્રંથમાં દર્શાવ્યો છે. આ ગ્રંથમાં કોઈ પણ સ્થળે નય અને દુર્રયના ભેદની વિચારણા કરી નથી ફકત નયોની વિચારણા કરી છે. જો કે સંમતિતર્કમાં સિદ્ધસેનદિવાકર સૂ. મ. ના ગ્રંથમાં આ ભેદ જોવામાં આવે છે છતાં મલ્લવાદિ સૂ. મ. આ ભેદોને કેમ સ્થાન નથી આપ્યું ? ૧૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ * આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આ બાર અર વિધિ અને નિયમના ભંગ છે. પ્રથમ ચાર અર વિધિભંગ છે. આગળના ચાર અરે ઉભયભંગ છે. આ દ્વિતીય માર્ગ છે. શેષ ચાર અર નિયમભંગ છે. આ તૃતીય માર્ગ છે. આ માર્ગ અકતૃત્વ કૃતકાકૃતત્ત્વ કૃતકત્વરૂપ હેતુઓ દ્વારા નિત્યત્વ નિત્યાનિત્વ - અનિત્યત્વની સ્થાપના કરે છે. આ બાર નય જ્યારે એકમત થઈને પરસ્પર અપેક્ષા રાખીને વર્તન કરે છે. “સ્થાન્નિત્ય: “સ્થાન્નિત્યાનિત્ય:, સ્વાદનિત્ય:” શબ્દ એવી પ્રતિજ્ઞા કરે છે. ત્યારે પરિપૂર્ણ અર્થના પ્રકાશ કરાવનાર હોવાથી સત્ય સ્વરૂપને બતાવનાર થાય છે. એમ નયચક્રના તુમ્બમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ જ નયચક્ર શાસ્ત્રનું મુખ્ય પ્રતિપાઘ છે. સ્યાદવાદ રૂપી તુમ્બ : આ બધા નયની તમામ યુકિતને અખંડિત જાળવી રાખનાર સ્યાદ્વાદરૂપી તુમ્બની રચના કરવામાં આવી છે. જે બાર બાર નો (અરોનો) આધાર છે. એ તુમ્બ સિવાય ન ટકી શકતા નથી. એમ સુસ્પષ્ટ અનેક હેતુઓ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે, આ તુમ્મસ્વરૂપ સ્વાસ્વાદ વિના કોઈ નય વિજયી બની શકતો નથી. સુંદપસુંદન્યાયે પરસ્પર વિરોધથી પ્રકૃત થઈ જાય છે. આ વિરોધને હઠાવીને સ્યાદવાદ બધા નયનું રક્ષણ કરે છે. એટલે આ સ્યાદવાદ લેકને આધીન બનાવવામાં રામર્થ બધા નયવાદોનો પરમેશ્વર છે. કેમ કે પરસ્પર નાનાં એકાન્તરૂપ વિરોધ દૂર કરીને એકીકરણ કરે છે. આ એકીકરણ સ્યાદવાદ જ કરી શકે છે. આ સ્યાદવાદને અનુસરીને નય વસ્તુનું નિરૂપણ કરે તો જ તે પ્રમાણમાં સ્થાન પામી શકે છે. સ્વતંત્રપણે નિરૂપણ કરે ત્યારે એકાન્ત પકડવાથી નિષ્ફળ જાય છે. આમ ગ્રંથકારે નયાનું નિરૂપણ કરતાં સ્થાને સ્થાને દર્શાવ્યું છે. નામની યથાર્થતા તથા ગ્રંથની રચના પદ્ધતિ : નયવાદને છેડો આવી શકતો નથી. એની ન આદિ છે ન અન્ત. એક ચકની જેમ તે સદા ફરતે રહી ખંડન અને મંડન કર્યા જ કરતો હોવાથી ગ્રંથકાર મહર્ષિઓએ એની રચના ચક્રાકારે કરી એને નયચક્ર એવું નામ અર્પણ કર્યું છે. આ નયચક્રરત્નમાં બાર અર છે. પ્રત્યેક બે અર વચ્ચે એક અન્તર એવા બાર અંતર છે. પ્રત્યેક ચાર અર પર એક નેમિ (માર્ગ) એમ ત્રણ નેમિ છે અને છેલ્લે સઘળાં અરોને પોતાનામાં સમાવનારું ખરેખર તે સઘળા અરોનું અને આગળ વધીને કહીએ તે સમગ્ર ચક્રનું આધાર - સ્થાન એક 'તુમ્બ છે. પ્રત્યેક અને એક સ્વતંત્ર નયવાદ છે. આ ચક્રના છ અર દ્રવ્યાધિક દષ્ટિ વિશેષના છે અને બીજા છ અર પર્યાયાર્થિક દષ્ટિ વિશેષનાં છે. પ્રથમ એક નયને આધાર લઈને સામાન્ય વિશેષ અને સામાન્ય વિશેષભયવાદિના વાદો લેવામાં આવ્યાં છે. તે પછી તેનું ખંડન કે જે દર્શાવવા અત્તરની રચના કરવામાં આવી છે તે કરી અન્ય નય મત શરૂ કરવામાં આવે છે. એ અન્ય નયમત પ્રથમ બીજા વાદિઓના મતમતાંતરોનું અંતરમાં ખંડન કરી પછી પોતાના મતવિશેષનું નિરૂપણ કરે છે. તે તે અરના અંતે ગ્રંથકારે તે તે નયને સંગ્રહાદિ સાત નિયોને કયા નયમાં સમાવેશ થાય છે તે બતાવીને તે નયને સમ્મત શબ્દ વાકય તથા તદર્થને બતાવીને તે તે નયનો મૂળ આધાર જૈન આગમ છે. એમ નિરૂપણ કર્યું છે. એટલે બધાં નયે આગમન એક એક વાક્યના વિષયને લઈને પોતાના અભિપ્રાય મુજબ એકાન્ત વર્ણન કરે છે એમ દર્શાવ્યું છે. દ્રવ્યાધિક છે નમાં દ્રવ્ય અને પર્યાય શબ્દને જુદો જુદો અર્થ દર્શાવવામાં આવ્યો છે. એમ પર્યાયાર્થિક છ નોમાં પણ દ્રવ્ય અને પર્યાયન જુદો જુદો અર્થ બતાવવામાં આવ્યો છે. આમ બારમે અર પૂર્ણ થયા પછી તેનું અંતર (ખંડન) ગમે તે નય કરી શકે છે. તે નયનું પણ અંતર તેના પછીને નય; એવી રીતે ખંડન–મંડન ચાલ્યા કરે છે. તેને અંત આવતો નથી. માટે જ તેને ચક્ર કહેવામાં આવ્યું છે. - આશા છે કે અહીં અપાયેલ ટૂંક નોંધ પણ તે વિષયના જિજ્ઞાસુઓને ગ્રન્થમાં આગળ વધવા પ્રેરણા કરશે. * અને ખાસ કરીને તેમણે પ્રાચીન પદ્ધતિ પર વિકસાવેલ તેમના પિતાના વિશિષ્ટ અભિગમના ઊંડાણ સુધી પહોંચશે. '' અમને પ્રાપ્ત થતાં ઉલ્લેખથી અમે એટલું તે જાણી શકયા 'છીએ કે પૂ. ઉમાસ્વાતિ મ. તથા પૂ. યશોવિજયજી મ.ને. આ ગ્રંથ બહુ જ પછીના કાળમાં મળ્યું હશે. કારણ કે તેના ગ્રંથમાં આ વિશિષ્ટ અભિગમ અંગે નહિવત જ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. જો આ સમયે ગ્રંથકારે આ દિશામાં પ્રકાશ પાથર્યો હોત તે જેમ આજે જૈનશાસન અન્ય નવ્ય ન્યાયની દિશામાં ચમકે છે તેમ આ દિશા પણ ચમકી ઉઠી હોત. એટલે અત્યારે તે આ ગ્રંથના ઊંડા અભ્યાસીઓ પાસે એ જ આશા રાખીને આ લઘુ લેખની સમાપ્તિ કરું છું. રાજેન્દ્ર જયોતિ Jain Education Interational