SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આવે તે હેતુથી, ચતુર્થ ગ્રન્થની મારી પ્રસ્તાવનામાં જે કેટલાક વિષય આપ્યો છે તે વિસ્તૃત પ્રસ્તાવનામાં આ ગૂન્યના કર્તા તેમ જ અન્ય ઐતિહાસિક પુરુષોનો સમય નક્કી કરવાના શે યત્કિંચિત પ્રયાસ પણ કર્યો છે. અને તે કૌધિ છે. આદિનાથ ઉપાપે જેવાઓને વિચારપૂર્ણ લાગી છે તેવું પણ જાહેર થયેલ હે ગયેલ છે, માટે જૈન વિહારના રસિયા તે ઐતિહાસિક નિરૂપણ તે ગ્રન્થની પ્રસ્તાવનામાં જ વાંચે. અત્યારે તે તેમાં કરાયેલ નિરૂપણની આછી રૂપરેખા જ અહીં આપવામાં આવે છે. નયની વ્યાખ્યા : અનેકાન્તવાદનું જ્ઞાન નય જ્ઞાન વિના શકય નથી. નય ‘ની’ ધાતુથી બનેલા એક શબ્દ છે ‘નીયતે પ્રાતે તત્ત્વ અનેન દિન નય કે આ છે એની વ્યુત્પત્તિ. હવે આપણે એના રૂપાર્થ જોઈએ. પ્રત્યેક પદાર્થના અનંત ધર્મો છે. જુદી જુદી દષ્ટિએ આ ધર્મ દા જુદા છે. આમાંના ઈષ્ટ ધર્મ સમજવા માટેની દષ્ટિ વિશેષ તે નય. પ્રત્યેક નય બે પ્રકારે છે. નય અને દુર્નય એક પદાર્થના શૈક્સ ધર્મનું પ્રતિપાદન તેના અન્ય ધર્મોની ઉપેક્ષા કર્યા વગર કરે ત્યારે તે નય કહેવાય છે અને વિપરીતપણે કરે ત્યારે તે કય કહેવાય છે. જેમ કોઈ કહે કે “વસ્તુ સરૂપ જ છે” તે વાત દુર્નય છે કેમ કે તે વાદમાં અરૂપાનો નિષેધ કરીને માત્ર રૂપતાને ક બતાવવામાં આવે છે અને ‘વસ્તુ સત છે’ એમ કહેવામાં આવે તે વાદ નય છે. કારણ તેમાં અરૂપતાનો નિષેધ કરાતો નથી. નય અને પ્રમાણની વ્યવસ્થા : વસ્તુ અનંતધર્માત્મક છે તે વસ્તુ એક ધર્મ દ્વારાએ પણ જણી શકાય છે અને અનેક ધર્મ દ્વારા પણ જાણી શકાય છે. અનેક ધર્મ દ્રારા વસ્તુનું જે શાન કરાય તે પ્રમાણ કહેવાય છે. એક ધર્મ દ્વારા વસ્તુનું જે જ્ઞાન કરાય તે નય કહેવાય છે. તે બન્નેથી વસ્તુનું જ્ઞાન થાય છે. “પ્રમાણ નૌરધિંગમ” (તત્ત્વાર્થ-૧-૬) પ્રમાણથી વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે. નયથી એક અંશનું જ્ઞાન થાય છે. બંને વસ્તુ તત્ત્વ જ્ઞાનમાં ઉપયોગી છે. વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ દર્શાવનાર પ્રમાણ છે. આંશિક સ્વરૂપને દર્શાવનાર નય છે. પરસ્પર નિરપેક્ષ નયો એકાન્તવાદ રૂપ હોવાથી જગતને માટે અનુપયોગી છે. જગતને ઉપયોગી ત્યારે જ અને હું પરસ્પરથી સાપેક્ષ ભાવે ત્યક્ષેત્રળ અને ભાવથી તેની નાના અવસ્થાઓને વિચાર કરવામાં આવે. તે જ વિચાર અને એકાન્તવાદ અથવા સ્યાદવાદ કહેવાય છે. જગતના રક્ષક હોવાથી સ્યાદવાદ લેાકનાથ પણક હેવાય છે. નયચક્રના આ જ અભિપ્રાય છે એમ સ્થાને સ્થાને અને અંતમાં સુચારૂ રૂપથી નિરૂપણ કરી જૈન શાસનની સત્યતા સાબિત કરી છે. ચકની ઉપપ્પા અને નયનચક્રની ઉત્કૃષ્ટતા : આ ગ્રંથરત્નનું નયચક્ર નામ અન્વર્થ જ છે. સર્વોપરી ચક્રવર્તી બનતાં પહેલાં જેમ સમસ્ત ભરતના રાજવીઓને રાજા જીતી લે છે, કારણ કે ચક્રરત્ન જેની પાસે હોય તેને પરાજય કોઈ કરી વી. નિ. સં. ૨૫૦૩ Jain Education International શકતું નથી. તે સદા વિજયી જ રહે છે. આ ગ્રંથરત્નનું પણ એવું જ છે. જેમ શરુયુદ્ધમાં ચક્રરત્ન શ્રેષ્ઠ છે તેમ શાસ્ત્રયુદ્ધમાં આ નયચ રત્ન શ્રેષ્ઠ છે. ચક્રરત્ન વડે રાજા – મહારાજાઓમાં ચક્રવર્તી થવાય છે તેમ આ નયચક્ર વડે વાદિઓમાં ચક્રવર્તી થવાય છે, સામર્થ્યની આ સમાનતા સિદ્ધ કરવા જ પ્રસ્તુત ગ્રન્થરત્નને નયચક્ર નામ આપવામાં આવ્યું હશે એમ અનુમાન કરી શકાય. નયચક્રકાર પણ ગ્રંથના અંતમાં એમ જ કહે છે કે “જેમ ચક્રવર્તીઓને ચક્રવર્તીપણું પ્રાપ્ત કરવા સારૂં ચક્રરત્નની આવશ્યકતા પડે છે તેમ વાદિ ચક્રવર્તીપણાને મેળવવા માટે આ નયચક્ર રત્નની આવશ્યકતા છે’. ખાસ નોંધપાત્ર વાત તો એ છે, કે સામર્થ્યની અપેક્ષાએ એની અને ચક્રરત્નની વચ્ચે જેવી સામ્યતા છે તેવી જ સામ્યતા રચનાની અપેક્ષાએ એનો અને જૈનદર્શનમાં કાચની ગણતરી માટે સ્વીકારાયેલા કાલચક્રની વચ્ચે છે. નયચક્રમાં બાર અર છે. કાલચક્રમાં પણ બાર ર છે. જેમ નચક્રમાં પાર્થિક અને પર્યાયાધિક એમ બે વિભાગ છે, તેમ કાલચક્રમાં પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે વિભાગ છે. કાલચક્રના આ બન્ને વિભાગ છ છ અરને ધરાવે છે, તે ક્રમસર એક પછી એક અવિરામપણે આવ્યા જ કરે છે. તેથી ચકને સામર્થ્યની અપેક્ષાએ ચક્રરત્નની અને રચનાની અપેક્ષાએ કાલચક્રની ઉપમા યથાર્થપણે ઘટે છે. ચક્રરત્નના ધારક મહાસમર્થ ચક્રવર્તી ઉપર સંસારમાં કોઈ પણ વિજય પામી શકતું ન હોવા છતાં કાલચક્ર એને સહજમાં ભરખી જાય છે. તેથી ચક્રરત્ન કરતાં કાલચક્રની ઉત્કૃષ્ટતા સિદ્ધ થાય છે પણ (ચક્રોમાં) નયચક્ર રત્ન સર્વોત્કૃષ્ટ છે. તે ફકત સર્વપ્રકારના વાદોનો વિજય નથી અપાવતું પણ ભવભ્રમણામાંથી આત્માને મુકત કરી કાલચક્રની અસરથી આપણને પર કરી તેના પર પણ વિજ્ય અપાવે છે. નયોની સત્યાસત્યતા : કેમ કે નયચક્રના પ્રધાન વિષય આ જ છે! “વિધિનિયમભાગવૃત્તિવ્યતિરિકતવાદનીંક વધાવત જૈનાદન્યચ્છાસનમનુાં ભવતીતિ વૈધર્મમ” આ સૂત્રરૂપ કારિકામાં આજ વસ્તુ બતાવવામાં આવી છે. વિધિ અને નિયમના આધારે બાર ભંગ થાય છે. તે બાર ભંગ બાર નય (સહ) છે. તે બધાં પરસ્પર નિરપેક્ષ થઈને અજૈનશાસ્ત્રની જેમ વિચાર કરે તે અસત્યાર્થને પ્રકાશ કરવાથી અસત્ય છે અને તે બધાં પરસ્પર મળીને અવિરોધપણે વિચાર કરે તો તે જૈનશાસનની માપૈા વિચારણારૂપ હોવાથી મત છે. કેમ કે વસ્તુ સામાન્ય વિશેષાદ્યનન્ત : ધર્માત્મક છે. તે જ રૂપે બધા નયાએ મળીને સાપેક્ષાપણે વિચાર કરવો જોઈએ. સાપેક્ષ નિરપેક્ષ વિચાર જ ચકરે. આ ગ્રંથમાં દર્શાવ્યો છે. આ ગ્રંથમાં કોઈ પણ સ્થળે નય અને દુર્રયના ભેદની વિચારણા કરી નથી ફકત નયોની વિચારણા કરી છે. જો કે સંમતિતર્કમાં સિદ્ધસેનદિવાકર સૂ. મ. ના ગ્રંથમાં આ ભેદ જોવામાં આવે છે છતાં મલ્લવાદિ સૂ. મ. આ ભેદોને કેમ સ્થાન નથી આપ્યું ? For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.org
SR No.230144
Book TitleDwadashar Naychakra Ek Chintan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size513 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy