Book Title: Doodh Author(s): Himmatlal S Gandhi Publisher: Prabuddh Jivan View full book textPage 4
________________ મગફળી વિગેરેમાંથી દૂધ મળે તેવા પ્રયત્નો થયા છે. પરંતુ ગાય ભેંસના દૂધમાંથઈ મળતાં દરેક પોષક દ્રવ્યો સાથે સસ્તા વિકલ્પ તરીકે સોયા દૂધ’ વધારે સ્વીકાર્ય બને છે. વધુ પ્રચલીત છે. તેમાં લેક્ટોઝ ન હોવાના કારણે ગાયના દૂધ કરતા પણ વધારે સુપાચ્ય છે. 90 ટકા એશિયનો લેક્ટોઝ પચાવી શકતા ન હોવાના કારણે પ્રાણીજ દૂધ પચ્યા વિના શરીરમાંથી બહાર નીકળવી જાય છે. સોયા દૂધમાં પ્રી-બાયોટિક સુગર હોય છે, જે શરીરના નકામા કચરાને બહાર ફેંકવામાં મદદરૂપ થાય છે. આ દૂધમાં સેમ્યુરેટેડ ફેટ ખૂબ જ ઓછી હોવાથી ઓછું કોલેસ્ટ્રોલ બને છે અને હૃદયરોગમાં ગુણકારી ગણાય છે. સોયામાં હૃદય માટે જરૂરી ‘લેચીથીન પણ હોવાથી વધારે ઉપયોગી છે. સોયામાં સોલ્યુબલ ફાયબર પણ વધારે હોવાથી શરીરમાંથી થતો કેલ્શિયમનો ઘટાડો ઘટે છે. જેથી કિડનીમાં ઝેરી તત્વોનું ફિલ્ટરેશન સરળતાથઈ થાય છે. ગાયના દૂધમાં પ્રોટીન 3.05 ટકા હોય છે, જ્યારે સોયા દૂધમાં 3.02 થી 4.65 ટકા સુધી હોય છે. ચરબી ગાયના દૂધમાં 4 ટકા હોય છે. જે સોયા દૂધમાં 3.10 સુધઈ હોય છે, જે માનવના પોષણ માટે પુરતી ખનિજ ક્ષારો ગાયના દૂધમાં 5 ટકા હોય છે જે સોયા દૂધમાં 0.5 ટકા સુધઈ હોય છે. વિટામીન 'A' થાયમીન, રીબોફ્લેવીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, નાયસીન, વિગેરે તત્ત્વો લગભગ બન્ને દૂધમાં સરખા મળે છે. તેમાં 2.1 ટકા સુગર હોય તે ડાયાબિટીશમાં વાપરી શકાય છે. સોયા દૂધમાં થોડું સેપરેટ દૂધ મેળવીને તેમાં મેળવણ નાખઈને દહીં જમાવી શકાય છે. આ દહીમાંથી માખણ પણ મેળવી શકાય અને છાશ પણ બની શકે. ઉકળતા દૂધમાં લીંબુનો રસ નાંખવાથી તે દૂધ ફાટી જાય છે. તેમાંથી પનીર મળે છે તેની મિઠાઈઓ પણ બનાવી શકાય છે. આ દૂધમાંથી મિલ્ક પાવડર પણ બનાવી શકાય છે. કિંમતમાં સસ્તુ હોવાના કારણે રેલ્વે સ્ટેશનોમાં મળતું દૂધ મોટા ભાગે સોયા દૂધ હોય છે. આ દૂધ ઘરે પણ બનાવી શકાય છે. તેમાં થોડુ કપુર અને થોડી વાટેલી ઈલાયચી નાંખવાથી સ્વાદિષ્ટ બની જાય છે અને તેની અણગમતી ગંધ દૂર થઈ જાય છે. ઘરે જ બનાવવામાં આવે તો 10 થી 12 રૂપિયામાં એક લીટર દૂધ બની શકે. તો આરોગ્યમાં માટે નુકશાનકારક બજારમાં મળતાં દૂધને બદલે, તેમજ આજે મળતું બજારનું દૂધ માંસાહાર પણ હોઈ શકે, તેને બદલે સોયા દૂધ વાપરવું બહેતર છે. તેમજ દેરાસરો તથા મંદિરો અને ધાર્મિક વિધિઓમાં પણ સોયા દૂધ વાપરવું જ યોગ્ય ગણાય.Page Navigation
1 2 3 4 5