Book Title: Doodh
Author(s): Himmatlal S Gandhi
Publisher: Prabuddh Jivan

View full book text
Previous | Next

Page 3
________________ દૂધની અછતના હિસાબે લેભાગુ, નીતિ વગરના લોકો દૂધમાં બીજી પણ ઘણી ભેળસેળ કરે છે. જે આપણા સ્વાથ્ય માટે ખૂબ જ હાનિકારક તથા જીવલેણ રોગોના સર્જનનું કામ કરે છે. (1) દૂધને કલેક્શન સેંટરોંથી ડેરી સુધઈ પહોંચાડવામાં સમય જાય છે તે દરમ્યાન દૂધ બગડી ન જાય તે માટે તેમાં યુરિયા (ખાતર) નાંખવામાં આવે છે જે માનવ શરીર માટે હાનિકારક છે. જો થોડું વધારે યુરિયા હોય તો માણસ બેશુદ્ધ થઈ જાય. (2) કેટલીય જગ્યાએ સીંથેટીક દૂધ-યુરિયા, ઝીંક ઓક્સાઈડ, વાઇટીંગ પાવડર, ચૂનો તથા અન્ય કેમિકલોથી બનાવેલ દૂધ પણ વેચાય છે. જે ફક્ત શારિરીક નુકશાન જ કરે છે. (3) | ICMR ના સાત વર્ષોના સંશોધન બાદ જે ભારતમાંથી હજારો દૂધના નમુના મેળવીને કરવામાં આવેલ છે - તેના તારણ મુજબ - દૂધમાં ડી.ડી.ટી.નું પ્રમાણ ખૂબ જ ઊંચું હોવાનું જણાયું છે. HCH નામના ઝેરી પેસ્ટીસાઈડ્ઝનું પ્રમાણ ખાદ્ય નિયમન ધારા મુજબ ફક્ત 0.01 mg/kg હોવું જોઈએ તેને બદલે સરેરાશ 4.9 mg/kg જોવા મળ્યું છે. તેઓને દૂધમાં ઓસેનિક, કલઈ તથા સીસું જોવા મળ્યા છે જેના કારણે કિડનીમાં બગાડ, હૃદયરોગ મગજની કોશિકાઓના નાશઅને કેન્સર પણ થઈ શકે. તેઓએ સંશોધન માટે દૂધના 50,000 મૂના લીધેલ હતા. ગાય-ભેંસને જે ઓક્સિટોનના ઇંજેકશન આપવામાં આવે છે તે હોર્મોન છે એટલે દૂધમાં ભળે છે. આવું દૂધ પીવાથઈ નાના બાળકોને ચશમા આવે છે. સ્ત્રી-પુરુષા હોર્મોનમાં અસંતુલન પેદા થાય આપણે દૂધ શરીર સ્વાચ્ય, વૃદ્ધિ માટે લઈએ છઈ. પરંતુ ઉપર જણાવ્યા મુજબના દૂધ તો સ્વાથ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તો હવે શું કરવું તે પ્રશ્ન પેદા થાય છે. દૂધ આપણા માટે અગત્યનું તથા અનિવાર્ય છે. લેવું કે નહીં ? દૂધનો વિકલ્પ શું? સૌથઈ સારો તથા સસ્તો વિકલ્પ છે - “સોયા મિલ્ક', બાકી જુવાર તેમજ અન્ય જાડા ધાનમાંથી પણ દૂધ બનાવી શકાય. શીંગદાણામાથી તો પીન્નટ બટર’ બને જ છે અને તે ઓછી કેલેરીફીક વેલ્યુ ધરાવતું હોવાથઈ અમેરિકા-યુરોપમાં તો ખૂબ જ વપરાય છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, શકરીયા, નારિયેળ,

Loading...

Page Navigation
1 2 3 4 5