Book Title: Dhyey Siddhi
Author(s): Gokulbhai C Shah
Publisher: Sahajatmaswarup Paramguru Trust

View full book text
Previous | Next

Page 688
________________ ૬૬૫ દુર્લભ એવો મનુષ્યદેહ અને અપરિગ્રહમાં બાકીના ત્રણ અહિંસા, અચૌર્ય અને સત્ય અણુવ્રત પણ આવી ગયા. જેટલા શ્રાવકના વ્રત અંગીકાર કર્યા એ પ્રમાણે તેમને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની મંદતા થાય, એટલી તેમની સંવર-નિર્જરાની શક્તિ વધે, ધ્યાનની યોગ્યતા વધે; જો યથાર્થ હોય તો. જો કે, આપણે અનંતવાર મુનિ થયા તો પણ રખડ્યા અને ધર્મનો અહં કર્યો કે હું ધર્મ કરું છું, મારે વ્રત છે, આમને કંઈ નથી. પણ મોક્ષમાર્ગમાં વ્રતનું માહાત્મ પછી છે, પ્રથમ સમ્યગદર્શનનું માહાત્મ છે. વ્રત એના સાચા છે કે જેને સમ્યગદર્શન હોય, આત્માનુભૂતિ હોય. સદેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે. પણ જીવે એ વ્યવહાર સમ્યગદર્શનને રૂઢિથી માન્યું છે, તત્ત્વદષ્ટિથી ઓળખીને માન્યું નથી. સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી એ સાધના છે. એ સાધનાની પરાકાષ્ઠા છે. એના માટે બધી વ્યવહાર સાધના છે. આપણી ભૂમિકા જોઈને કરવાનું છે. આપણી યોગ્યતા હોય તો શક્તિને ગોપવવાની નથી અને શક્તિથી બહાર કરવાનું નથી. બંનેનું બેલેન્સ રાખવાનું છે. જો શક્તિ ગોપવીને કરીએ તો કામ નહીં થાય અને શક્તિ ન હોય ને વ્રત લઈ લીધા તો વ્રતભંગના કે બીજા અનેક પ્રકારના દોષ આવશે. શક્તિ હોય તો ઉત્તમ છે. ન હોય તો જેટલી શક્તિ હોય તેટલા લઈને પણ આગળ વધવું. દરેકની શક્તિ, યોગ્યતા, પુરુષાર્થ એકસરખા નથી હોતા. બીજાનું જોઈને અંધ અનુકરણ ન કરવું, પણ આપણી શક્તિ તપાસીને કરવું. કેમ કે વ્રત લીધા પછી એમાં શિથિલતા આવે કે તૂટી જાય કે મોળાશપણું થાય, યથાયોગ્ય પાલન ન થઈ શકે એ મોટું નુક્સાન છે. પોતાની શક્તિ દેખીને કરવું. બીજા કરે છે માટે કરવું એમ નહીં. કીજે શક્તિ પ્રમાણ, શક્તિ બિના સરધા ધરે, ઘાનત સરધાવાન, અજર અમર પદ ભોગવે. - શ્રી ઘાનતરાયજી કૃત દેવ-શાસ્ત્ર-ગુરુ પૂજા | શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. | નિગ્રંથ માર્ગ બાહ્યાંતર છે. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિગ્રંથ એટલે ગ્રંથિને તોડવી. ૧૦ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ૧૪ પ્રકારના આત્યંતર પરિગ્રહરૂપ ગ્રંથિને તોડીને નિગ્રંથ થવાનું છે. એનું નામ બાહ્યાંતર નિગ્રંથતા.

Loading...

Page Navigation
1 ... 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700