Book Title: Dharmaratnakarandaka
Author(s): Vardhmansuri, Munichandravijay
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 17
________________ આઠસો વર્ષ પહેલા આ લોકકથાઓનું સ્વરૂપ કેવું હતું તે જાણવા અને એની પ્રાચીનતા નક્કી કરવા માટે આ કથાઓનું અધ્યયન ઉપયોગી બને તેવું છે. તારાચન્દ્રની કથા (પૃ. ૧૮૬-૧૯૧) અને 'રત્નચૂડરાસ (રચના સં. ૧પ૯ લગભગ) અને રત્નચૂડકથાનક (રચના વિ. સં. ૧૫૩૦) વગેરેમાં આવતી રત્નચૂડની કથા જોડે સામ્ય ધરાવે છે. *શુક અને સારિકાના મોઢે વેદ, પુરાણ વગેરેના હવાલા આપી કહેવાતી સ્ત્રીચરિત્ર અને પુરુષચરિત્રની કથાઓ (પૃ. ૩૪૧-૬૧) જેવી કથાઓ લોકસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં નજરે ચડે છે. આને લગતી સ્વતંત્ર રચનાઓ પણ ‘સૂડાબહોંતેરી’, ‘શુકસમતિ’ નામથી થયેલી છે. આમાં કાષ્ઠ શ્રેષ્ઠિની કથા (પૃ. ૩૪૩-૩૪૮) આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હારિભદ્રી ટીકા, આવશ્યકમલયગિરિટીકા (આવશ્યકનિયુકિતગાથા ૯૫૯ ની ટીકામાં) નંદિસૂત્રની ટીકા, હેમવિજય કૃત કથારત્નાકર, ઉપદેશપ્રાસાદ વગેરેમાં પણ મળે છે. રત્નસુંદરકથામાં (પૃ. ૫૮-૫૯) પણ સ્ત્રીચરિત્રનો પ્રસંગ આવે છે. આ જ કથામાં (પૃ. ૬૦-૬૨) યક્ષાગારમાં એકઠા થયેલા કાર્પેટિકો દ્વારા કહેવાતી આશ્ચર્યજનક ઘટનાઓનું નજરે જોયેલું બયાન વર્ણવાયું છે. અમૃતમુખાસ્થવિરાકથા (પૃ. ૩૭૭-૮૬) જેવી કથા લોકસાહિત્યમાં મીઠી ડોસી અને કડવી ડોસીની કથા તરીકે જોવા મળે છે. આ કથા અને એની અવાંતરકથાઓ ‘મણોરમાકહા'માં (પૃ. ૩૫-૪૧) શબ્દશઃ આ જ રીતે પ્રાકૃતગદ્યમાં છે. શીલસુંદરીકથા (પૃ. ૨૮૧-૮૫) મણોરમાકહામાં (પૃ. ૮૯ થી) પ્રાકૃતગદ્યમાં છે. આ કથામાં આવતાં પ્રાકૃત પદ્યો મણોરમાકહામાં પણ આવે છે. શીલસુન્દરકથા આખ્યાનકમણિકોશવૃત્તિ, પંચશતીપ્રબોધ, શામળભટ્ટની નંદબત્રીસી, નંદોપાખ્યાન વગેરેમાં આ કથા કેટલાક ફેરફાર જોડે મળે છે. આ ઉપરાંત શુભસંગ-કુસંગ કથામાં (પૃ. ૨૩૪-૨૪૦) આવતી બે પેટા કથાઓ, પિંગલાખ્યાન (પૃ. ૧૮૨-૧૮૯) વગેરેના મૂળ લોકસાહિત્યમાં હોવા સંભવ છે. ૧. વિશેષ માટે જુઓ ‘લોકકથાના મૂળ અને · કુળ લે. હરિવલ્લભ ચૂ. ભાયાણી. પૃ. ૨૭૯-૨૫૩, ૩૬૧. ૨. વિશેષ વિગતો માટે જુઓ ‘મધ્યકાલીન ગુજરાતી કથાકોષ' ભા. ૧ પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી. ‘લોકકથાના મૂળ અને કુળ' (પૃ. ૧૦૮-૧૩, ૩૬૧-૬૨). ૩. વિશેષ માહિતી માટે જુઓ 'લોકકથાના મૂળ અને કુળ' પૃ. ૨૭૯-૨૫૩, ૩૬૧. ૪. જુઓ 'લોકકથાના મૂળ અને મૂળ' પૃ. ૭૧-૭૬, ૩૨૯-૩૦, ૩૫૦-૫૩. ૫. વિશેષ માટે જુઓ લોકકથાના મૂળ અને મૂળ પૃ. ૧૧, ૩૦૭-૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 466