Book Title: Dharmaratnakarandaka
Author(s): Vardhmansuri, Munichandravijay
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 15
________________ વસંતઋતુવર્ણન (પૃ. ૬૬) સરોવરવર્ણન (પૃ. ૮૨) પ્રવજ્યાવર્ણન ગદ્યમાં (પૃ. ૯૨-૯૩) નરકવર્ણન ગદ્યમાં (પૃ. ૧૧૪) દારિદ્રયનિંદા (પૃ. ૧૦૨,૩૭૨) ચારગતિનું વર્ણન (પૃ. ૨૭૯-૮૦) સ્ત્રીમોહવર્ણન (પૃ. ૧૮૦). આદેશ ૨પા (પૃ. ૮) અશરણભાવના (પૃ. ૨૧૩) કથાઓ ધ. ૨. ક. માં મૂળ બ્લોકની વ્યાખ્યા કર્યા પછી વિષયને વધુ સ્પષ્ટ કરવા પ્રસંગે પ્રસંગે કથાઓ મુકી છે. દસહજાર બ્લોકપ્રમાણ ગ્રંથનો સિંહભાગ-૭૦૦૦ શ્લોકપ્રમાણ-કથામાં રોકાયો છે. મોટાભાગની કથાઓ સરળ પદ્યમાં છે. કવચિત અલંકારિક ઉપમા અને શ્લેષ પ્રયોગ પણ છે. મોટાભાગના પદ્ય અનુછુપ છંદમાં છે. કવચિત ભિન્ન ભિન્ન છંદો પણ છે. કેટલીક કથાઓ ગદ્યમાં છે. જેમકે 'દુર્ગાનારીકથા (પૃ. ૧૩ર-૩), શ્રેણિકદઢતા પ્રસંગ (પૃ. ૧૫૩-૫૪), કુલવાલકકથા (પૃ. ૩૩૪-૫), ચોરકથા (પૃ. ૩૮૯-૩૦) અમૃતમુખાસ્થવિરાકથા (પૃ. ૩૭૮, ૮૬) જેવી કેટલીક કથાઓ ગદ્યમાં છે. અને કેટલીક પદ્ય કથાઓમાં પણ વચ્ચે વચ્ચે ગદ્ય આવે છે. (પૃ. ૨૮-૩૯, ર૭૯-૮૦). ગદ્ય વર્ણન પણ પ્રાસાદિક શૈલિનું છે. સિદ્ધર્ષિ ગણિના ઉપમિતિના ગદ્યની યાદ અપાવે તેવું ક્યાંક સમાસપ્રચૂર લાંબા અલંકારિક વર્ણન પણ છે. (પૃ. ૪૦૨) કેટલીક કથાઓ પ્રસિદ્ધ હોવાથી સંક્ષેપમાં જ પૂર્ણ કરી છે. શાલિભદ્રકથા (પૃ. ર૬૭ શ્લોક ૧૪), અભયકુમાર (પૃ. ૧૫૫ શ્લોક ૨૮), મહાવીર પ્રભુ જીવનપ્રસંગ (પૃ. ૨૩૩-૪ શ્લોક ૧૮). ફલસારકથા (શ્લોક ૪૦ પ્રમાણ), નરકેશરીકથા (શ્લોક ૪૧૯) અને ચિત્રસંભૂતિકથા (૪૪૯ શ્લોક) જેવી કેટલીક દીર્ઘ કથાઓ પણ છે. ચાલીસથી વધુ કથાઓમાં ૨૦થી વધુ પ્રાચીન અને પ્રસિદ્ધ ઐતિહાસિક છે. દુષ્ણસહસૂરિ વકતવ્યતામાં (પૃ. ૧૩૯-૪૦) ઈતિહાસ પ્રેમીઓને રસ પડે તેવી વિગતો છે. ૧. દુર્ણતાનારીકથામાં પંચાશક ટીકાની શબ્દશ: છાયા છે. (પૃ. ૧૩૩ ટિ. ૧) અમૃતમુખાસ્થવિરાની કથામાં ‘મણોરમાકહા' ટિપ્પણ ગત પ્રાકૃત કથાનું સંસ્કૃત રૂપાંતર-શબ્દશ: સંસ્કૃત છાયા જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 466