Book Title: Dharm ane Panth Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૩૮ ] દર્શન અને ચિંતe હોય તે પણ પથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતો જ નથી અને ઘણીવાર તે તેવાને તરછોડી પણ કાઢે છે. ધર્મમાં વિશ્વ એ એક જ રોકે છે. તેમાં બીજા કેઈ નાના ચેકા. ન હોવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હોતી અને હોય છે તો એટલું જ કે તેમાં પિતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે પંથમાં. ચકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખે ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચોકાવૃત્તિનું નામ પિતાના પાપની દુર્ગધ સુંધી શકતું જ નથી! તેને પિત માનેલું એ જ સુવાસવાળું અને પિતિ ચાલતો હોય તે જ રસ્ત શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે બીજે બધે બદબો અને બીજામાં પિતાના પંથ કરતાં ઉતરતાપણું અનુભવે છે. ટૂંકમાં કહીએ તે ધર્મ માણસને રાતદિવસ પિવાના ભેદસંસ્કારમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પિછાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરે કરે છે, અને ક્યારેક દેવગે અભેદની તક કે આ તે તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાની-મોટી તકરાર પણ (જર, જેર, જમીનના અને નાનમ–મોટપના ઝઘડાઓ) શમી જાય છે, જયારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરાર ઊગી નીકળે છે. એમાં ઝઘડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી. - આ રીતે જોતાં ધર્મ અને પંથને તફાવત સમજવા ખાતર એક પાણીને દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા. પાછું જેવો જ નહિ, પણ લોકોના ગોળામાં, ખાસ કરીને હિંદુઓના ગળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા. વરસાદના પાણી જેવો છે. એને કોઈ સ્થાન ઊંચુ કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજે સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પથ એ હિંદુઓના ગળાના પાણી જેવો હોઈ તેને મન તેના પિતાના સિવાય બીજાં બધાં પાણું અસ્પૃશ્ય હોય છે. તેને પિતાને જ સ્વાદ અને પિતાનું જ રૂ૫, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણુતિ પણ બીજાના ગેળાને હાથ લગાડતાં રોકે છે. પંથ એ ધર્મમાંથી જન્મેલ હોવા છતાં અને પિતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હમેશાં ધર્મનો જ વાત કરતો જાય છે. જેમ જીવતા લેહી અને માંસમાંથી ઊગેલે નખ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે લેહી અને માંસને જ હેરાનગતિ કરે છે, તેથી જ્યારે એ વધુ પડતે નખ કાપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5