Book Title: Dharm Parvake Gyan Parva Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ધર્મપર્વ કે જ્ઞાન પર્વ |[ ૧૩] પર્યુષણ એ જેનોને જાણીતા અને જૂનો ધર્મ-તહેવાર છે. એ - વાંકિયું આાવ્યા પહેલાં ઘણું દિવસ અગાઉથી જ તેની અનેક જાતની વ્યાવહરિક અને ધાર્મિક તૈયારીઓ જૈન સમાજમાં થવા માંડે છે. જ્ઞાન અને ધર્મ મેળવવા તેમ જ સેવવા ગામોગામના શ્રાવકે પિતા પોતાના ગામમાં ચોમાસા માટે ત્યાગીવર્ગને આમંત્રે છે અને વીનવે છે. કેટલાક પહેલેથી જ તપ કરવા ડે છે. કેટલાક વળી તપ પાછળ અને તપની પહેલાં પારણું તેમ જ અતરવારણ માટેની પહેલેથી ખૂબ તૈયારીઓ અને ગોઠવણે કરે છે. એ પર્વમાં સ્વાદ અને તેને ત્યાગ બન્નેનું આરાધન એકસરખું અત્યારે જણાય છે, પણ મૂકે એ પર્વ ધર્મ અને જ્ઞાનનું છે. જીવનમાં ધર્મ તરે અને અનેક પ્રકારનું જ્ઞાન મળે તે માટે અત્યારે આ પર્વમાં ભગવાન મહાવીરનું જીવન વાંચવાની પ્રથા છે અને બાકીના વખતમાં આવશ્યક ક્રિયા વગેરે અનેક જાતની ક્રિયાઓ ક્વાયેલી છે. ભગવાનના જીવન માટે કલ્પસત્ર વાંચવા-સાંભળવાની પ્રથા છે. એ સૂત્ર બહુ મેટું નથી, પણ એની સાથે એની ટીકાએ વંચાતી હોવાથી તે જેમ લાંબુ લચર થઈ મ છે તેમ તેમાં પુનરુક્તિ પણ થઈ જાય છે. અતિશ્રદ્ધાળુ સિવાયના અને અતિ ધીરજવાળા સિવાયના ઘણા લેકે તેના વાચન વખતે કંટાળે છે અને બસ તે ઊંધે છે. બીજી બાજુ નવીન સંસ્કાર પામેલ અને પામતે તરુણવર્ગ ફરિયાદ કરે છે કે એમાં ભગવાનના જીવનની મૂળ વસ્તુ બહુ ઓછી આવે છે અને વર્ણને તેમ જ અલંકારના થરે એટલા બધા આવે છે કે એ અવયું માત્ર નીરસ જ નહિ, પણ અનુપયોગી જેવું થઈ જાય છે. નક્કી કરેલો ભાગ વાંચવાને હોવાથી તે વખતે વાંચનારને ઘણીવાર એટલી ત્વરા કરવી પડે છે કે રિણા અને મનન માટે શ્રોતાને વખત રહેતા જ નથી. વળી માત્ર શ્રવણમાં મહા વધી ગયેલું હોવાથી અને એકસાથે મનન ન કરી શકાય એ ભણે ભાગ સાંભળવા માટે બે વખત બેસવું પડતું હોવાથી કઈ તા. ભાગ્યે જ સાંભળ્યા ઉપર મનન કરે છે, અને પરિણામે સમાજમાં જેટલું છે જવાબુદ્ધતા કેળવાઈ છે તેટલે અંશે વિચારપટુતા નથી કેળવાઈ તેથી ઊલટું છે. સાથે વિચારજડતા જ દા થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3