Book Title: Dharm Parvake Gyan Parva Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249196/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મપર્વ કે જ્ઞાન પર્વ |[ ૧૩] પર્યુષણ એ જેનોને જાણીતા અને જૂનો ધર્મ-તહેવાર છે. એ - વાંકિયું આાવ્યા પહેલાં ઘણું દિવસ અગાઉથી જ તેની અનેક જાતની વ્યાવહરિક અને ધાર્મિક તૈયારીઓ જૈન સમાજમાં થવા માંડે છે. જ્ઞાન અને ધર્મ મેળવવા તેમ જ સેવવા ગામોગામના શ્રાવકે પિતા પોતાના ગામમાં ચોમાસા માટે ત્યાગીવર્ગને આમંત્રે છે અને વીનવે છે. કેટલાક પહેલેથી જ તપ કરવા ડે છે. કેટલાક વળી તપ પાછળ અને તપની પહેલાં પારણું તેમ જ અતરવારણ માટેની પહેલેથી ખૂબ તૈયારીઓ અને ગોઠવણે કરે છે. એ પર્વમાં સ્વાદ અને તેને ત્યાગ બન્નેનું આરાધન એકસરખું અત્યારે જણાય છે, પણ મૂકે એ પર્વ ધર્મ અને જ્ઞાનનું છે. જીવનમાં ધર્મ તરે અને અનેક પ્રકારનું જ્ઞાન મળે તે માટે અત્યારે આ પર્વમાં ભગવાન મહાવીરનું જીવન વાંચવાની પ્રથા છે અને બાકીના વખતમાં આવશ્યક ક્રિયા વગેરે અનેક જાતની ક્રિયાઓ ક્વાયેલી છે. ભગવાનના જીવન માટે કલ્પસત્ર વાંચવા-સાંભળવાની પ્રથા છે. એ સૂત્ર બહુ મેટું નથી, પણ એની સાથે એની ટીકાએ વંચાતી હોવાથી તે જેમ લાંબુ લચર થઈ મ છે તેમ તેમાં પુનરુક્તિ પણ થઈ જાય છે. અતિશ્રદ્ધાળુ સિવાયના અને અતિ ધીરજવાળા સિવાયના ઘણા લેકે તેના વાચન વખતે કંટાળે છે અને બસ તે ઊંધે છે. બીજી બાજુ નવીન સંસ્કાર પામેલ અને પામતે તરુણવર્ગ ફરિયાદ કરે છે કે એમાં ભગવાનના જીવનની મૂળ વસ્તુ બહુ ઓછી આવે છે અને વર્ણને તેમ જ અલંકારના થરે એટલા બધા આવે છે કે એ અવયું માત્ર નીરસ જ નહિ, પણ અનુપયોગી જેવું થઈ જાય છે. નક્કી કરેલો ભાગ વાંચવાને હોવાથી તે વખતે વાંચનારને ઘણીવાર એટલી ત્વરા કરવી પડે છે કે રિણા અને મનન માટે શ્રોતાને વખત રહેતા જ નથી. વળી માત્ર શ્રવણમાં મહા વધી ગયેલું હોવાથી અને એકસાથે મનન ન કરી શકાય એ ભણે ભાગ સાંભળવા માટે બે વખત બેસવું પડતું હોવાથી કઈ તા. ભાગ્યે જ સાંભળ્યા ઉપર મનન કરે છે, અને પરિણામે સમાજમાં જેટલું છે જવાબુદ્ધતા કેળવાઈ છે તેટલે અંશે વિચારપટુતા નથી કેળવાઈ તેથી ઊલટું છે. સાથે વિચારજડતા જ દા થઈ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] દર્શન અને જિતન એક વાર એક વિદ્વાન મિત્રે મને કહેલું કે જ્યારે બારસા વાંચવા લાગ્યા ત્યારે જરાય રસ ન આવવાથી મેં ધાર્મિક પુસ્તક લઈ ત્યાં જ બેસી વાંચી કાયું અને તેમાં ઘણું જાણવાનું મળ્યું. દરેક ભાઈબહેન, જે નિયમિત કલ્પસૂત્ર સાંભળતાં આવે છે તે, ભગવાનના જીવનને કોઈ પણ પ્રસંગ પૂછાબથી તરત વર્ણવી શકે. જો તમે તે બાબત તેમને કાંઈ ઊંડાણથી પૂછે તે કે તે એ ચિડાઈ જઈ એમ કહેશે કે એમાં પ્રશ્ન અને શંકા શી ? અને કેઈ ધીરજાન હશે તે ન ચિડાતાં એટલું જ કહેશે કે ત્યારે તમે જ કહે. આ વસ્તુસ્થિતિ છે. ભગવાનના અસાધારણ તપસ્વી અને જ્ઞાની તરીકેના જીવનના કેયડા એ અસાધારણ જ હોય. આપણે એને સમજવા ધાર્મિક થવું ધરે અને વિચારક તે થવું ઘટે જ. - પર્યુષણની ચાલુ પ્રથાને ૩૦ વર્ષને અનુભવ મને કહે છે કે હવે વિચારવૃદ્ધિ થાય અને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુએ ઉદારતાપૂર્વક ધર્મ અને સમાજના એક એક મંચ ઉપર વિચાર કરવામાં આવે તે જ તરુણ સમાજ અને ભાવી પેઢીને સંતોષ આપી શકાય અને બહારની દુનિયામાં જાગરિત દષ્ટિએ ઊભી શકાય. આ કલ્પના તે કેટલાયે વર્ષ અગાઉ આવેલી; એકવાર ભાવનગરમાં સન્મિત્ર કપૂરવિજયજી સમક્ષ વ્યાખ્યાન વખતે આ કલ્પના મૂકવામાં પણ આવેલી, પણ કેટલાંક કારણસર તે વખતે તેને અમલ થઈ શક્યો નહિ. બે વર્ષ અગાઉ એક મિત્રને ત્યાં આ કલ્પનાને મૂર્તરૂપ આપવામાં આવ્યું હતું. આ વખતે. અનેક મિત્ર સાથે વિચાર કરતાં બધાને એ કલ્પના પસંદ આવી. તે કલ્પના આ હતી: (૧) પ્રતિક્રમણ, પૂજન આદિ ચાલુ ક્રિયાકામાં રસ લેનાર તેમાં ભાગ લેવા ઉપરાંત પ્રવચનને લાભ લઈ શકે એવી રીતે સમ્ય ગોઠવો. (૨) પ્રવચને એક વાર તો ભગવાનના જીવનને અંગેજ થાય અને બીજી વાર ભિન્ન ભિન્ન વિષય ઉપર થાય. એ વિષયે જીવનસ્પ અને તાત્ત્વિક હેય. (૩) પ્રવચન માટે જાહેર વિચાર અને વક્તઓને આમંત્રણ આપવું અને તેમને વિચારે છૂટથી મૂકવાની તક આપવી. (૪) બની શકે. ત્યાં સુધી એ પ્રવચને લખેલાં હોય અને પ્રવચનને અંતે પ્રશ્નોત્તરી રાખવી. અનુકૂળ કે પ્રતિકૂળ પક્ષકારે છૂટથી શાંતિ અને વિચારપૂર્વક ચર્ચા કરવી. . આ કલ્પના પ્રમાણે આ વર્ષે પ્રવચનને ક્રમ ગોઠવી ધર્મ સાથે જ્ઞાનનું પર્વ ઊજવવાની મિત્રોએ વ્યવસ્થા કરી. તે પ્રમાણે સવારે પ્રવચને નવ વાગે હમેશાં થતાં અને બીજીવાર બપોરે કે રાતે વક્તાની અનુકૂળતા પ્રમાણે થતાં. આ વર્ષે ખાસ જાહેરાત કરવામાં આવી ન હતી, જગ્યા પણું શહેરથી દૂર Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કે જ્ઞાન પર્વ [343 અને ખાનગી જ હતી, છતાં શ્રેતૃવનું પ્રમાણમાં સારો એકત્ર થતો. બધા લગભગ જિજ્ઞાસુ આવતા. વિદ્વાનો ખાસ ભાગ લેતા. જેનેતરે પણ, જેને માલૂમ પડે તે, આવતા. વિષયે પણ વ્યાપંક રખાયા હતા. બેલનારાઓ પણ જાણતા જ હતા. દષ્ટિ જરા પણ સંકુચિત ન રાખતાં તદ્દન ઉદાર રખાઈ હતી. તેથી અમે તે માણસ પોતાના વિચાર છૂટથી દર્શાવે એવી તક મળી હતી. આ તે માત્ર પ્રથમ પ્રેગ ગણાય. અનેક વિષય ઉપર જુદા જુદા વિચારકોએ ઉદાર ચિતે જે જે વિચારે જણવ્યા તે બધાને અહીં સંગ્રહ આપવામાં આવે છે. આમાનાં ઘણું પ્રવચને તે તે વક્તાઓએ લખીને જ વાચેલાં અગર પાછળથી તેમણે પોતે જ લખીને આપેલાં છે. કેટલાકની તે વખતે નેધ લેવાયેલી; તે ખાસ તપાસ્યા પછી અહીં આપવામાં આવે છે, આ પ્રવચનસંગ્રહ દરેક વાચકને સુલભ થાય તે માટે “સુઘોષા'ના સંપાદકે એક ખાસ અંક કાઢવા ધાર્યો છે, તે મેચ જ થયું છે. આથી નીચેનાં પરિણામે આવવાને સંભવ છેઃ (ક) જે ચાલુ પ્રથામાં રસ ન લેતા હોય કે ઓછો લેતા હોય અને છતાં ધર્મપર્વ ઉજવવાનો આગ્રહ રાખતા હોય તે તેમને માટે એક જાતનું માર્ગ સૂચન. () અનેક વિચારકે પાસેથી તેમના વિચારનું દહન કરી વિચારશીલતા કેળવવી અને અનેક બાજુથી વસ્તુને વિચાર કરવાની દષ્ટિ ખીલવવી; તેમ જ આવે નિમિત્તે જૈનેતર વિદ્વાને અને શ્રદ્ધાળુઓને જેને સાથે મળતા કરવા અને વિચારમાં ઉદારતા આવી. (7) લિખિત પ્રવચનને લીધે કઈ એક સ્થળે અપાયેલ પ્રવચનને અનેક સ્થળે ઉપયોગ થવો અને તે રીતે વિચાર તેમજ ઉત્સાહમાં જાગતિ થવી. સુષા, આધિન 1984.