Book Title: Dhan Vishe Buddhanu Nirikshan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૧૮. ધન વિશે ભગવાન બુદ્ધનું નિરીક્ષણ સદ્ધા ધન સીલધન હિરી-ઓતપ્રિય ધના સુતં ધન ચ ચાજો ચ પબ્બા વે સતમ ધન | (વાલિદ્ર વચન) અંગુત્તરનિકાય ધનવાન મેં સાંભળ્યું છે કે ભગવાન બુદ્ધ એક વખત શ્રાવસ્તી નગરીમાં વિહરતા હતા અને ત્યાંના જેતવનમાં અનાથપિડિકના આરામમાં બિરાજતા હતા. તે વખતે ભગવાન બુદ્ધ પોતાની પાસે આમંત્રણ આપીને ભિક્ષુઓને બોલાવ્યા અને કહ્યું કે : “હે ભિક્ષુઓ ! તમે અહીં મારી પાસે આવો”. ભગવાનનું ફરમાન સાંભળીને ભિક્ષુઓએ ભગવાનને સવિનય જણાવ્યું કે : “હે ભગવાન ! અમે તમારી પાસે આવીએ છીએ.” જ્યારે ભિક્ષુઓ ભગવાન પાસે આવી ગયા ત્યારે ભગવાને કહ્યું : તમે નિધન છો, નિર્ગસ્થ છો એમ સમજીને મનમાં કદી પણ દીનતા ન આણશો. તમારી પાસે જેવું ધન છે તેવું ધન તો મોટા ધનાઢ્ય લોકો પાસે પણ હોતું નથી. હે ભિક્ષુઓ, તમારી પાસે જે ધન છે તે સાત પ્રકારનું ધન છે.” આ સાંભળીને ભિક્ષુઓ વિચારવા લાગ્યા કે ભગવાન આ કેવી વાત કરે છે કે ભિક્ષુઓ પાસે સાત પ્રકારનું ધન હોય છે. ખરી રીતે તો ધન-અર્થપૈસો તો ગૃહસ્થો પાસે જ હોય છે. આપણે ભિક્ષુઓએ તો ધનનો ત્યાગ કરેલ છે, એટલે આપણે તો અકિંચન છીએ, અને જ્યારે કોઈ કામ પ્રસંગે ધનની જરૂર પડે છે ત્યારે આપણે આપણા ઉપાસકોને કહેવું પડે છે, અને તેમના ધન વડે આપણી કેટલીક જરૂરિયાતો પૂરી પડે છે. એટલે આપણી પાસે ધન કેવું અને તેની વાત કેવી? ભિક્ષુઓનો આ વિચાર જાણીને ભગવાને કહ્યું : “ભિક્ષુઓ, તમારી પાસે સાત પ્રકારનું ધન છે. તેમાં સૌથી પહેલું શ્રદ્ધા ધન છે. તમને શાસ્ત્ર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2