Book Title: Dhan Vishe Buddhanu Nirikshan
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249414/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ધન વિશે ભગવાન બુદ્ધનું નિરીક્ષણ સદ્ધા ધન સીલધન હિરી-ઓતપ્રિય ધના સુતં ધન ચ ચાજો ચ પબ્બા વે સતમ ધન | (વાલિદ્ર વચન) અંગુત્તરનિકાય ધનવાન મેં સાંભળ્યું છે કે ભગવાન બુદ્ધ એક વખત શ્રાવસ્તી નગરીમાં વિહરતા હતા અને ત્યાંના જેતવનમાં અનાથપિડિકના આરામમાં બિરાજતા હતા. તે વખતે ભગવાન બુદ્ધ પોતાની પાસે આમંત્રણ આપીને ભિક્ષુઓને બોલાવ્યા અને કહ્યું કે : “હે ભિક્ષુઓ ! તમે અહીં મારી પાસે આવો”. ભગવાનનું ફરમાન સાંભળીને ભિક્ષુઓએ ભગવાનને સવિનય જણાવ્યું કે : “હે ભગવાન ! અમે તમારી પાસે આવીએ છીએ.” જ્યારે ભિક્ષુઓ ભગવાન પાસે આવી ગયા ત્યારે ભગવાને કહ્યું : તમે નિધન છો, નિર્ગસ્થ છો એમ સમજીને મનમાં કદી પણ દીનતા ન આણશો. તમારી પાસે જેવું ધન છે તેવું ધન તો મોટા ધનાઢ્ય લોકો પાસે પણ હોતું નથી. હે ભિક્ષુઓ, તમારી પાસે જે ધન છે તે સાત પ્રકારનું ધન છે.” આ સાંભળીને ભિક્ષુઓ વિચારવા લાગ્યા કે ભગવાન આ કેવી વાત કરે છે કે ભિક્ષુઓ પાસે સાત પ્રકારનું ધન હોય છે. ખરી રીતે તો ધન-અર્થપૈસો તો ગૃહસ્થો પાસે જ હોય છે. આપણે ભિક્ષુઓએ તો ધનનો ત્યાગ કરેલ છે, એટલે આપણે તો અકિંચન છીએ, અને જ્યારે કોઈ કામ પ્રસંગે ધનની જરૂર પડે છે ત્યારે આપણે આપણા ઉપાસકોને કહેવું પડે છે, અને તેમના ધન વડે આપણી કેટલીક જરૂરિયાતો પૂરી પડે છે. એટલે આપણી પાસે ધન કેવું અને તેની વાત કેવી? ભિક્ષુઓનો આ વિચાર જાણીને ભગવાને કહ્યું : “ભિક્ષુઓ, તમારી પાસે સાત પ્રકારનું ધન છે. તેમાં સૌથી પહેલું શ્રદ્ધા ધન છે. તમને શાસ્ત્ર અને Page #2 -------------------------------------------------------------------------- ________________ 156 સંગીતિ માર્ગદર્શક તથાગત ઉપર ચોક્કસ પ્રકારની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધારૂપ ધન વડે તમે નિર્વાણમાર્ગ તરફ ધર્મયાન દ્વારા પ્રવાસ કરી રહ્યા છો. એટલે તમારી પાસે સૌથી પહેલું જે ધન છે તે શ્રદ્ધાધન છે. બીજું શીલધન છે, જે શીલ દ્વારા તમે સંયમની સાધના કરી રહ્યા છો અને ફળની અપેક્ષા રાખ્યા વિના શીલરૂપ ધન વડે તમે સંઘને સમૃદ્ધ બનાવી રહ્યા છો. ત્રીજું ધન તમારી પાસે લજ્જાનું ધન છે. કેટલાક આચારોને તમે લજ્જાને લીધે સાચવી રહ્યા છો અને લજ્જાના ધન વડે પાળી રહ્યા છો. ચોથું ધન તમારી દાક્ષિણ્યપ્રવૃત્તિ છે. કેટલાક આચારોનું ફળ તમે તત્કાળ જાણી શકતા નથી, પણ તમે જુઓ છો કે તથાગત એવા કેટલાક આચારોને બરાબર પાળીને તથાગતપણું મેળવેલ છે, એટલે તમે તથાગત તરફ દાક્ષિણ્યભાવ રાખીને તેવા આચારોને પાળી રહ્યા છો. તમારી પાસે જે શ્રુતજ્ઞાન છે–શાસ્ત્રાભ્યાસ દ્વારા મેળવેલ વિદ્યા છે, તે દ્વારા તમે વિનય-વિવેક અને સાધનામાં જાગૃતિ રાખી રહ્યા છે; તે શ્રુતજ્ઞાન તમારું પાંચમું ધન છે. તમારી પાસે છકું ધન ત્યાગધન છે. તમે સ્વેચ્છાએ વિષયકષાયોનો તથા વૈભવવિલાસનો જે ત્યાગ કરેલ છે, તે ત્યાગ ધન વડે તમે વિશેષ ધનાઢર્ચ બલ છો. આપણા સંઘમાં એવા ઘણા ભિક્ષુઓ છે, જેઓ પોતાની પૂર્વાવસ્થામાં નિર્ધન હતા. તેમની પાસે ભોગપભોગો માટે કોઈ સાધન નહોતું. પણ તે અંગે પ્રબળ વાસના હતી. તે વાસના પર કાબૂ મેળવીને તેઓએ વિવેક અને વિચાર સાથે ભિક્ષુ અવસ્થાને સ્વીકારેલ છે અને પોતાના ચિત્તની શુદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ જોતાં એવા ભિક્ષુઓ ત્યાગરૂપ ધન વડે સમૃદ્ધ છે. છેલ્લું વિશેષ ઉપયોગી પ્રજ્ઞા ધન છે. પ્રજ્ઞાને લીધે ભિક્ષુ પોતાની સાધનામાં વિશેષ રસ ધરાવી શકે છે. જે કર્મકાંડ બીજાને માટે શુષ્ક જેવું જણાય છે, તે કર્મકાંડ ભિક્ષુ પોતાની સ્વચ્છ પ્રજ્ઞા દ્વારા સુરસ બનાવી શકે છે, અને એ સુરસ બનેલ કર્મકાંડ નિર્વાણમાર્ગને પ્રમોદ સાથે સાધી શકે છે. “આમ હોવાથી પ્રજ્ઞા અથવા વિવેકને ઉચ્ચ પ્રકારનાં ધનમાં ગણાવેલ છે. આ રીતે તમે વિચારશો તો તમે બીજા ધનાઢ્યો કરતાં વિશેષ ધનાઢ્ય છો અને તમારા સાતે પ્રકારનાં ધન દ્વારા તમારે તો શ્રેય થાય જ છે, પણ તમે એ ધન દ્વારા મનુષ્યોનાં શ્રેયમાં નિમિત્ત બની રહ્યા છો.” - અભિનવ ભારતી, ડિસે. - 1976