Book Title: Dhammapadni Upmao
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૧૫૦ • સંગીતિ પાપ ફળે છે ત્યારે ભારે ભયંકર નીવડે છે. એમ કહેલું છે. બારમા શ્લોકમાં કહેલું છે કે તાજું દૂધ જેમ તત્કાળ દહીં બનતું નથી તેમ તાજું કરેલું પાપ તત્કાળે તો દુઃખકર જણાતું નથી, પરંતુ તે રાખથી ભારી રાખેલા અગ્નિની પેઠે જયારે તેના ઉપર પગ મૂકો ત્યારે બાળ્યા જ કરે છે. અર્થાત્ પાપનો દાહ નિરંતરનો હોય છે, પણ તે ભારેલા અગ્નિ જેવો છે ને મૅ સજ્જરવીર વ मुच्चति । भस्मच्छन्नो व पावको | - છઠ્ઠા પંડિતવર્ગમાં જે માણસ આપણા દોષોને દેખાડી તે તરફ આપણું ધ્યાન ખેંચે છે તે માણસ તરફ ધનનો મોટો ગુપ્ત ભંડાર બતાવનાર કોઈ આપણો હિતૈષી હોય તેમ વર્તવાનું જણાવેલ છે : નિધી વ પવાર વે પક્ષે વજ્ઞક્ષિi (શ્લોક ૧). પાંચમા શ્લોકમાં જે જ્ઞાની પુરુષો સંયમની સાધના વડે પોતાના મનને અને ઇંદ્રિયોને નિગ્રહમાં રાખવા તત્પર રહે છે અને એમ કરીને મનને સ–વૃત્તિઓ તરફ વાળતા રહે છે, તે જ્ઞાની પુરુષોને ખેતરમાં જુદા જુદા ક્યારામાં પાણીને વાળતા કોશિયા સાથે સરખાવ્યા છે, ઠરડાઈ ગયેલા બાણને સીધું કરનાર બાણ બનાવનાર સાથે સરખાવ્યા છે અને લાકડાને છોલીને સીધું કરનાર સુથાર સાથે સરખાવ્યા છેઃ ૩ દિ નક્તિ નત્તિકા | સુઈ નમન તેનાં સારું નમત છે ! અત્તા મત પંડિતા ! શ્લોક છઠ્ઠામાં જે જ્ઞાની પુરુષ પોતાની નિંદા સાંભળીને વા પોતાની પ્રશંસા સાંભળીને લેશ પણ કંપ અનુભવતો નથી તેને લેતો પવનો યથા | પવનથી નહીં કંપતા નક્કર પર્વત જેવો એમ કહીને વર્ણવેલ છે. શ્લોક સાતમામાં જ્ઞાની પંડિત પુરુષોના સુપ્રસન્ન મનોભાવને પાણીના ઊંડા અને નિર્મળ તથા વિશેષ પ્રસન્ન ધરા સાથે સરખાવેલ છે : યથા પિ रहदो गंभीरो विप्पसन्नो अनाविलो. સાતમા અરહંત-વર્ગમાં બીજા શ્લોકમાં વીતરાગ અરહંતો વિશે કહેલું છે કે એ વીતરાગ પુરુષો જગતના પ્રપંચમાં રુચિ ધરાવતા નથી, જેમ હંસો ખાબોચિયામાં રચિ ધરાવતા નથી. હંસા વ પક્ટતું ! ત્રીજા શ્લોકમાં જેઓ અપરિગ્રહી છે–જેમની પાસે કોઈ પણ ચીજનો સંગ્રહ નથી અને જેઓ નિર્વાણનો અનુભવ કરી રહેલા છે તેમની ગતિ-દશા-અવસ્થા ભારે દુર્ગમ છે. ઊડતા પક્ષીનાં પગલાં જેમ આકાશમાં જણાતાં નથી, તેમ એવા વિતરાગો દેખાય છે તો માણસ જેવા માણસ પણ તેની દશાનો ખ્યાલ આપણને આવી શકતો નથી : માસે વ સંતાન જત તેનં કુરયા શ્લોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12