Book Title: Devchandrajina Adhyatmik Patro
Author(s): Artibai Mahasati
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ધર્મતત્વ વત્યુ સહાવો ધમ્મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. અનંતજ્ઞાનાદિ અનંત શુદ્ધ ગુણો તે આત્માનો સ્વભાવ છે. દેવચંદ્રજી અહીં એકાંત શુદ્ધ ધર્મની જ પ્રરૂપાણી કરે છે. તેથી જ તેઓ સ્પષ્ટપણે કહે છે કે જે બાહ્ય પ્રવૃત્તિ યોગની આચરણી તેહને ધર્મ માને તેહના કહ્યા મેં સિદ્ધ તે ધર્મ રહિત થાય. યોગથી થતું કોઈ પણ પ્રકારનું આચરણ તે ધર્મ માનીએ તો તે પ્રકારનો યોગજન્ય ધર્મ સિદ્ધમાં સંભવિત નથી. પરંતુ સિદ્ધો શુદ્ધ અનંતધર્મ મુકત છે. તેથી યોગજન્ય શુભ આચરણ તે ધર્મ નથી શુદ્ધ ધર્મને પ્રગટ કરવાનું નિમિત્ત માત્ર છે. દેવચંદ્રજીએ આ વિષયમાં અત્યંત સ્પષ્ટતા કરી છે. શુભાનુકાનો પણ ધર્મના નિમિત્ત ત્યારે જ બની શકે જો તેનું આચરણ સ્વરૂપલક્ષી હોય. અન્યથા સંયમ, તપ, વ્યુતાભ્યાસ આદિ દરેક અનુષ્ઠાનો સંસાર-હેતુ જ છે. લક્ષ્ય પ્રત્યેની સતત જાગૃતિ જ સાધકને સાધનામાર્ગમાં વિકાસ પંથે દોરી જાય છે. સાધના માર્ગ શુદ્ધ ધર્મનું સ્વરૂપે પ્રગટ કરવા માટે સહજ, આત્યંતિક, એકાંતિક, જ્ઞાનાનંદ ભોગી તેવા શુદ્ધાત્માનું બહુમાન અને ભકિતભાવપૂર્વક ધ્યાન કરવું. વૈભાવિક પરિણામે પરિણમેલી આત્મશક્તિને શુદ્ધ, નિરંજન, નિરામય એવા પરમાત્મા ગુણાનુયાયી બનાવવા ઉદ્યમવંત બનવું. વિષય કપાય વર્ધક તેવા અશુધ્ધ નિમિત્તનો સર્વથા ત્યાગ કરી પ્રશસ્ત નિમિત્તવલંબી થવું. દેવચંદ્રજીના શબ્દોમાં જોઈએ તો પૌલિક ભાવનો ત્યાગ તે આત્માને સ્વસ્વરૂપે પ્રગટ કરવાને કરવો. એ નિમિત્ત કારણ સાધન છે અને આત્મચેતના આત્મસ્વરૂપાલંબીપણે વરતે તે ઉપાદાન સાધન છે. તે ઉપાદાન શકિત પ્રગટ કરવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપયાસી જ્ઞાનાનંદપૂર્ણ ક્ષાયિક સહજ પારિણામિક રત્નત્રયીનો માત્ર જે પરમાત્મા પરમ ઐશ્વર્યમય તેહની સેવા કરવી. પરમાત્મારૂપ નિમિત્તના આલંબને આગળ વધતો સાધક સ્વરૂપાલંબી બને છે. સ્વરૂપાલંબી થવા માટે શુદ્ધાત્માનું આલંબન ફળદાયક બની શકે છે. સ્વરૂપાલંબી જીવ ક્રમશ: પુરુષાર્થ કરતો શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. આમ આ પત્ર દ્વારા દેવચંદ્રજીએ સાધનામાર્ગ સાધકો સમક્ષ રજૂ કર્યો છે. સમાલોચના દેવચંદ્રજી લિખિત પ્રથમ પત્રનો પ્રારંભ જ અધ્યાત્મ રસિક જીવો માટે આકર્ષક છે. દેવચંદ્રજી લખે છે કે અત્ર વિવહારથી સુખ છે. તુમ્હારા ભાવ સુખશાતાના સમાચાર લિકાય તો લિખજો. દેવચન્દ્રજીના આધ્યાત્મિક પત્રો ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5