Page #1
--------------------------------------------------------------------------
________________
| દેવચન્દ્રજીના આધ્યાત્મિક પત્રો |
પ.પૂ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.સા. પત્ર રૂપે લખાયેલી આઠ પૃષ્ઠની ગણિ શ્રી દેવચંદ્રજીની એક અત્યંત લઘુ રચના છે. તેમાં સૈદ્ધાંતિક પ્રશ્નો તથા મુખ્યાતયા જીવના શુદ્ધ સ્વરૂપ અને શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિનો માર્ગ દેવચન્દ્રજીએ સ્વાનુભવ અને આગમો તેમજ પૂર્વાચાર્યોના ગ્રંથના આધારે પ્રસ્તુત કર્યો છે. દેવચન્દ્રજીએ પોતાની આ લઘુકૃતિને કોઈપણ નામ આપ્યું નથી. કારણ કે પ્રસ્તુત કૃતિ પત્રરૂપે હોવાથી ભિન્ન ભિન્ન સ્થળે અને ભિન્ન ભિન્ન કાલે તે લખાયેલા છે. આ ત્રણે પત્રોમાં આધ્યાત્મ વિષયની વિચારણા થઈ હોવાથી તે આધ્યાત્મિક પત્રોથી ઓળખાય છે.
આધ્યાત્મિક પત્રોનો પ્રેરણાસ્ત્રોત
બે પત્રોમાં પ્રાપ્ત થતાં સંબોધનો પરથી જાણી શકાય છે કે સુરત બંદરમાં સ્થિત જિનાગમતવરસિક સુશ્રાવિકા બહેનો જાનકીબાઈ તથા હરખબાઈ વગેરેને લખાયેલા આ પત્રો છે. પરંતુ એક પત્રમાં કોઈ પણ સંબોધન પ્રાપ્ત થતું નથી. પરંતુ નાગકુમાર મકાતી લખે છે કે ત્રણે પત્રો જાનકીબાઈ અને હરખબાઈને જ લખાયેલા છે. તે બહેનોએ પૂછાવેલ પ્રશ્નોના પ્રત્યુત્તરરૂપ આ પત્રો લખાયેલા હોય તેમ જોઈ શકાય છે. - સંત પુરુષો હંમેશાં સત સ્વરૂપની પ્રાપ્તિ અને શુદ્ધિમાં જ લીન હોય છે. તેથી તેઓની વૃત્તિમાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં સત સ્વરૂપની વાતો જ પ્રગટ થયા વિના રહેતી નથી. તેઓના ત્રણે પત્રમાં એકાંત શુદ્ધ ધર્મ અને તેની પ્રાપ્તિનો માર્ગ જ પ્રગટ થયો છે.
પ્રથમ પત્રમાં દેવચન્દ્રજીએ સતસુખનું સ્વરૂપ સમજાવ્યું છે.
શાતા વેદનીય કર્મજન્ય સુખ તે સુખ નથી
દેવચન્દ્રજીએ સતસુખનું સ્વરૂપ સમજાવતાં પહેલાં શાતા વેદનીય કર્મજન્ય સુખ તે સુખ નથી તે વિષયને પુષ્ટ કર્યો છે. આત્માના અવ્યાબાધ ગુણનો રોધક તે વેદનીય કર્મ. તેના ઉદયથી જીવને શુભ કે અશુભ પુદ્ગલો ભોગ્ય પાસે પ્રાપ્ત થાય છે પરંતુ નિશ્ચય નયે આત્મા પુદ્ગલનો અભોક્તા છે. ગમે તેવા શ્રેષ્ઠતમ પુગલો પ્રાપ્ત થાય પરંતુ આત્મા તેને ભોગવી શકતો નથી. તેથી તજજન્ય સુખ તે પણ આત્માનું નથી.
આત્મા અનંત સ્વગુણ અને પર્યાયનો જ ભોક્તા છે. ભોગાંતરાય કર્મ વડે આત્માનો શુદ્ધ ભોગ
२२२
શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુણ આવરિત થયો છે. આંશિકપણે તે કર્મના ક્ષાયોપશમથી વિભાવ પરિણામી આત્મા પુદ્ગલને ભોગવીને સુખ અનુભવું છું તેવી ભ્રાંતિમાં જીવી રહ્યો છે.
સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી આત્માની દૃષ્ટિ પરિવર્તિત થતાં પદ્ગલિક ભાવોને ભોગવવા છતાં હું તેનો ભોકતા નથી તેવી સ્પષ્ટ સમજણ તેને વર્તે છે. અર્થાત સમ્યગદર્શન પછી ક્રમશ: આગળ વધતા પ્રશસ્ત પરિણામની ધારાએ તેનો ભોગ પણ નિર્જરાનો હેતુ થાય છે. બારમા ગુણસ્થાનના અંતે ભોગાંતરાયકર્મનો સર્વથા નાશ થતાં આત્માનો ભોગ ગુણ શુધ્ધ બને છે. અને તે કેવળીનો આત્મા અનંત સ્વગુણ પર્યાયને ભોગવે છે. તે ભોગ, તે આનંદ સહજ છે, સ્વભાવરૂપ છે, અખંડ છે, કર્મજન્ય નથી.
તે અનંત ભોગનો અનુભવ શુદ્ધ જ્ઞાન દ્વારા થાય છે અને જ્ઞાનનું પ્રવર્તન શુદ્ધ વીર્યના સહકારથી થાય છે. આ રીતે અનંતગુણો પરસ્પર સહકારી બનીને આત્મસુખને ભોગવે છે.
દેવચંદ્રજીએ આ વિષયને વિસ્તારથી સમજાવવાની સાથે ભાવચારિત્રનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે. દેવચંદ્રજી લખે છે કે જ્ઞાન સ્વપર જ્ઞાયક હોય, પણ સદા આત્મપ્રદેશાવગાહી રહે. ઈગી રીતે સ્વગુણને વિષે થિરતા, સ્વગુણભોગ આસ્વાદની રમાગતા તે ભાવચારિત્ર કહીએ.
સહજ સુખના કથનની સાથે દેવચંદ્રજીએ સાધકો સમક્ષ તે સુખની પ્રાપ્તિનો માર્ગ નિરૂપ્યો છે. સહજ સુખને ઈચ્છતાં સાધકે પોતાનો જીવન વ્યવહાર કેવો રાખવો જોઈએ ? તેના સમાધાનરૂપે દેવચંદ્રજીએ અનાસક્તભાવ અથવા અમહદશા કેળવી ચાર ભાવનાનું આચરણ કરવું તે ઉપાય નિદર્શિત કર્યો છે.
જગતના જીવોની ચિત્રવિચિત્ર પરિસ્થિતિમાં સ્વયં સમભાવે કઈ રીતે રહેવું? દેવચંદ્રજી લખે છે કે સર્વ એકેન્દ્રિયાદિ જીવ પ્રથમ ગુણસ્થાનવર્તી હોય તે ઉપરે માધ્યસ્થ અને કારુણ્ય ભાવનાએ વર્તે સ્વગુણ નિરાવરણ થાતે છતે પ્રમોદ ભાવના વર્તે. સાધમ ઉપરે સદા મૈત્રી ભાવના રાખે, સ્વ-પર ઔદયિક સન્મુખ દષ્ટિ ન રાખે.
આ જ માર્ગ કાલિક શાશ્વત છે. આમ દેવચંદ્રજીએ સન્મુખ અને તેની પ્રાપ્તિનો માર્ગ નિર્દિષ્ટ કર્યો છે.
પત્ર - ૨ માં દેવચંદ્રજીએ ભાવ અહિંસાનું સ્વરૂપ પ્રધાનપણે નિરૂપ્યું છે.
અહિંસાનું સ્વરૂપ
દેવચંદ્રજીએ ભાવ અહિંસાને પ્રાધાન્ય આપી તેનું જ સ્પષ્ટીકરણ કર્યું છે. દેવચંદ્ર કૃત વિચારરત્નસાર પ્રશ્નોત્તરીમાં અહિંસાના ભેદને સમજાવ્યા છે. (૧) સ્વરૂપ અહિંસા - જે જીવ વધ ન કરવો તેનું બીજું
२२
દેવચન્દ્રજીના આધ્યાત્મિક પત્રો
Page #3
--------------------------------------------------------------------------
________________
નામ બાહ્ય અહિંસા કે યોગ અહિંસા પણ છે. (૨) હેતુ અહિંસા - તે જયાણાએ પ્રવર્તન. છકાય જીવની રક્ષા પ્રવૃત્તિ. (૩) અનુબંધ અહિંસા - તે રાગ દ્વેષાદિ મલિન અધ્યવસાય તીવ્ર વિષય કષાયના પરિણામે હિંસાનો ત્યાગ જેથી ફલ વિપાક રૂપે આકરી કર્મબંધ ન પડે તે. (૪) દ્રવ્ય અહિંસા એટલે અનુપયોગ હિંસાનો ત્યાગ (૫) પરિણામ અહિંસા તે ઉપયોગ પૂર્વક પરિણમીને ઈરાદાથી જે હિંસા કરવી તેનો ત્યાગ ઈત્યાદિ અનેક ભેદ છે.
અહિંસાના આ પાંચ પ્રકાર જોતાં સ્પષ્ટ થાય છે કે હિંસાનું મૂળ છે અનુબંધ હિંસા અર્થાત રાગદ્વેષની પરિણતિ જ્યારે હિંસાથી વિરામ પામી અહિંસાને અપનાવવી છે ત્યારે સાધકને માટે અનુબંધ અહિંસા જ તેનામાં પરિવર્તન લાવી શકે છે. - સાધક જ્યારે રાગદ્વેષની પરિણતિથી વિરામ પામતો જાય, અનુબંધ અહિંસાનું આચરણ કરતો જાય તેમ તેમ તેના જીવનમાં સ્વરૂપ અહિંસા, હેતુ અહિંસા આદિ સહેજે પરિણત થાય છે. તેથી જ દેવચંદ્રજી અહિંસાના સ્વરૂપ વિષયક પ્રશ્નના ઉત્તરમાં લખે છે કે અહિંસાના સ્વરૂ૫ તો પૂર્વે તુહને જમાવ્યા છઈ અને વલી સમજવાં ! મૂલ અહિંસા અનુબંધ હોઈ, તે મળે ઉપયોગીને ભાવથી અને અનુપયોગીને દ્રવ્યથી, તે તો જિણ જે ગુણસ્થાનક તે માફક જાણવી.
આ રીતે દેવચંદ્રજીએ સર્વ પ્રકારે શુદ્ધ ભાવને જ પ્રાધાન્ય આપ્યું છે. પત્ર નં. ૩ માં દેવચંદ્રજીએ સાધના માર્ગ, આત્માનું દેવતત્ત્વ અને ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું
છે.
સર્વ જીવ છે સિદ્ધ સમ
શુદ્ધાત્માના સર્વ ગુણ નિરાવરણ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટયને તે સિદ્ધાત્મા સહજપણે, અકૃતપણે, અખંડપણે ભોગવી રહ્યા છે. જીવનું આ જ શુદ્ધ સ્વરૂપ છે અને તેવું જ સ્વરૂપ સર્વ જીવોનું છે. કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશ અનંત ગુણોનો વ્યાપ વ્યાપકપણે અનાદિ અનંત સંબંધ છે. શુદ્ધાત્મા તે ગુણો આવરણમુકત હોવાના કારણે વિકૃતપણે પરિણમે છે. શકિતની અપેક્ષાએ, સ્વભાવની અપેક્ષાએ સર્વ જીવો સમાન છે.
દેવતત્ત્વ
દેવચંદ્રજી દેવતત્ત્વનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે તે શુદ્ધ ધર્મ જેહને સમરણે પ્રગટ્યો તે દેવતત્ત્વ છે. આત્માના અનંત ગુણો જેને પ્રગટપણે વર્તે છે તેવા અનંત ઐશ્વર્યયુક્ત આત્મા તે દેવ
શ્રી વિજ્યાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
વત્યુ સહાવો ધમ્મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. અનંતજ્ઞાનાદિ અનંત શુદ્ધ ગુણો તે આત્માનો સ્વભાવ છે. દેવચંદ્રજી અહીં એકાંત શુદ્ધ ધર્મની જ પ્રરૂપાણી કરે છે. તેથી જ તેઓ સ્પષ્ટપણે કહે છે કે જે બાહ્ય પ્રવૃત્તિ યોગની આચરણી તેહને ધર્મ માને તેહના કહ્યા મેં સિદ્ધ તે ધર્મ રહિત થાય. યોગથી થતું કોઈ પણ પ્રકારનું આચરણ તે ધર્મ માનીએ તો તે પ્રકારનો યોગજન્ય ધર્મ સિદ્ધમાં સંભવિત નથી. પરંતુ સિદ્ધો શુદ્ધ અનંતધર્મ મુકત છે. તેથી યોગજન્ય શુભ આચરણ તે ધર્મ નથી શુદ્ધ ધર્મને પ્રગટ કરવાનું નિમિત્ત માત્ર છે. દેવચંદ્રજીએ આ વિષયમાં અત્યંત સ્પષ્ટતા કરી છે. શુભાનુકાનો પણ ધર્મના નિમિત્ત ત્યારે જ બની શકે જો તેનું આચરણ સ્વરૂપલક્ષી હોય. અન્યથા સંયમ, તપ, વ્યુતાભ્યાસ આદિ દરેક અનુષ્ઠાનો સંસાર-હેતુ જ છે. લક્ષ્ય પ્રત્યેની સતત જાગૃતિ જ સાધકને સાધનામાર્ગમાં વિકાસ પંથે દોરી જાય છે.
સાધના માર્ગ
શુદ્ધ ધર્મનું સ્વરૂપે પ્રગટ કરવા માટે સહજ, આત્યંતિક, એકાંતિક, જ્ઞાનાનંદ ભોગી તેવા શુદ્ધાત્માનું બહુમાન અને ભકિતભાવપૂર્વક ધ્યાન કરવું. વૈભાવિક પરિણામે પરિણમેલી આત્મશક્તિને શુદ્ધ, નિરંજન, નિરામય એવા પરમાત્મા ગુણાનુયાયી બનાવવા ઉદ્યમવંત બનવું.
વિષય કપાય વર્ધક તેવા અશુધ્ધ નિમિત્તનો સર્વથા ત્યાગ કરી પ્રશસ્ત નિમિત્તવલંબી થવું. દેવચંદ્રજીના શબ્દોમાં જોઈએ તો પૌલિક ભાવનો ત્યાગ તે આત્માને સ્વસ્વરૂપે પ્રગટ કરવાને કરવો. એ નિમિત્ત કારણ સાધન છે અને આત્મચેતના આત્મસ્વરૂપાલંબીપણે વરતે તે ઉપાદાન સાધન છે. તે ઉપાદાન શકિત પ્રગટ કરવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપયાસી જ્ઞાનાનંદપૂર્ણ ક્ષાયિક સહજ પારિણામિક રત્નત્રયીનો માત્ર જે પરમાત્મા પરમ ઐશ્વર્યમય તેહની સેવા કરવી.
પરમાત્મારૂપ નિમિત્તના આલંબને આગળ વધતો સાધક સ્વરૂપાલંબી બને છે. સ્વરૂપાલંબી થવા માટે શુદ્ધાત્માનું આલંબન ફળદાયક બની શકે છે. સ્વરૂપાલંબી જીવ ક્રમશ: પુરુષાર્થ કરતો શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. આમ આ પત્ર દ્વારા દેવચંદ્રજીએ સાધનામાર્ગ સાધકો સમક્ષ રજૂ કર્યો છે.
સમાલોચના
દેવચંદ્રજી લિખિત પ્રથમ પત્રનો પ્રારંભ જ અધ્યાત્મ રસિક જીવો માટે આકર્ષક છે. દેવચંદ્રજી લખે છે કે અત્ર વિવહારથી સુખ છે. તુમ્હારા ભાવ સુખશાતાના સમાચાર લિકાય તો લિખજો.
દેવચન્દ્રજીના આધ્યાત્મિક પત્રો
૨૨૫
Page #5
--------------------------------------------------------------------------
________________ પત્ર લખનારને તો દેવચંદ્રજી શારીરિક સુખાકારી વિષયમાં પણ જાણકારીની જિજ્ઞાસાને સંતોષી છે. તેમ છતાં વિવહારથી શબ્દ પ્રયોગ દ્વારા પત્ર લખનારને પણ ભાવ સુખની સમજણ આપવા જાણે સંકેત કરી રહ્યા હોય તેમ લાગે છે અને તે અનુસાર પત્રમાં પણ ભાવ સુખનો જ વિસ્તાર કર્યો છે અને અંતે પણ ભાવસુખ તો પરિણામની ધારાએ છે. ભાવસુખનું સહજ અને સ્વાવલંબીપણું પ્રગટ કર્યું છે. શાતા વેદનીય કર્મજન્ય સુખનો સુખરૂપે નિષેધ કરીને સહજ સુખ અને સ્વભાવરૂપ ભોગ ઉપર દેવચંદ્રજીએ સુંદર પ્રકાશ પાડ્યો છે. અહિંસાના સ્વરૂપ નિદર્શન સમયે દેવચંદ્રજીએ ભવપરંપરાનું કારણ અનુબંધ હિંસા હોવાથી તેના ત્યાગરૂપ અનુબંધ અહિંસા તેમજ ભાવ અહિંસાને જ વિશિષ્ટ સ્થાન આપ્યું છે. જીવનું શુદ્ધ સ્વરૂપ તે જ આત્મધર્મ છે. તે સ્પષ્ટ કરીને આત્મધર્મની પ્રાપ્તિનો રાજમાર્ગ પ્રગટ કર્યો છે. જે સર્વ સાધકોને સાધનામાં સહાયક બની શકે છે. દેવચંદ્રજીએ શુદ્ધધર્મની પ્રાપ્તિનું લક્ષ્ય અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના સભર જીવન વ્યવહારનું કથન કરીને નિશ્ચય ને વ્યવહારનો સુયોગ્ય સુમેળ કર્યો છે. વિષયની પ્રામાણભૂતતા માટે દેવચંદ્રજીએ ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર, શ્રાધ્ધવિધિ પ્રકરણ, નય રહસ્ય આદિ ગ્રંથોનો આધાર આપ્યો છે. દેવચંદ્રજીના આધ્યાત્મિક પત્રો પં. ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિટ્ટીની જેમ આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં કારણભૂત બની શકે તેમ છે. પં. ટોંડરમલજીની ચિઠ્ઠી પણ મુલતાન નિવાસી ભાઈઓ (ખાનચંદ, ગંગાધર, શ્રીપાલ અને સિધ્ધારથદાસ) પર લખાયેલી છે. 16 પૃષ્ઠની લઘુકૃતિમાં પંડિતજીએ રહસ્યપૂર્ણ વાતોને ગર્ભિત કરી છે. પંડિત ટોડરમલજી પણ અઢારમી સદીના અર્થાત દેવચંદ્રજીના લગભગ સમકાલીન ઉચ્ચ કોટિના સાધક પુરુષ હતા. આ પત્રો પરથી કહી શકાય છે કે તે સમયના શ્રાવકો અને શ્રાવિકાબહેનો પણ કેવાં જિજ્ઞાસુ અધ્યાત્મપ્રેમી અને શુદ્ધ તત્ત્વરસિક હશે ? જેથી શ્રાવકો દ્રવ્યાનુયોગ જેવા ગહનતમ વિષયમાં આટલો ઊંડો રસ લઈને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. પત્રોની શૈલી આજથી 300 વર્ષ પહેલાંની છે. તે ઉપરાંત પત્રોમાં લખાયેલી છે. તેથી તે સમયની બોલચાલની ભાષાનો જ પ્રયોગ દેવચંદ્રજીએ કર્યો હોય તે સ્વાભાવિક છે. ત્રણ પત્રોમાં બીજા પત્રની ભાષા અન્ય બે પત્રોથી કંઈક જુદી લાગે છે. પત્રોની પધ્ધતિ અનુસાર દેવચંદ્રજીએ પત્રોમાં શિષ્ટાચારનું પાલન, પ્રશ્નોના પ્રત્યુત્તર અને કોઈક ઉપદેશાત્મક હિત સંદેશાઓ પ્રેષિત કર્યા 226 શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ