Book Title: Devarddhigani Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ 180 શાસનપ્રભાવક વાચનાઓ થઈ તે મુખપાઠ રૂપે થઈ હતી. જેથી વાચના લિપિબદ્ધ થયાને ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રી દેવગિણિના નેતૃત્વમાં આ પાંચમી આગમવાચન સમયે જે સમગ્ર આગમોનું વ્યવસ્થિત સંકલન અને લિપીકરણ થયું તે અપૂર્વ હતું. આ આગમવાચનામાં 84 આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપયડ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને કરેડો શ્વેકપ્રમાણુ સાહિત્ય પુસ્તકારૂઢ થયું હતું. આજે આપણને જે આગામે મળે છે તે તેમની એ આગમવાચનાનું જ સ્તુત્ય પરિણામ છે. આગમવાચનાના આ અવસરે નંદીસૂત્રનું નિર્મૂહણ પણ આચાર્ય દેવદ્ધિગણિએ કર્યું હતું. આ કૃતિમાં જ્ઞાનની વ્યવસ્થિત રૂપરેખા સાથે આગમસૂત્રની સૂચિ તથા અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથને ઉલ્લેખ પણ થયું છે. પાટપરંપરા-પ્રવર્તક શ્રી સુધર્માસ્વામીથી લઈને શ્રી દુષ્યગણિ સુધીના વાચનાચાર્યોની યંગ્ય પરંપરા પણ તેઓએ જણાવી છે, જે આ પ્રમાણે છે––૧. આર્ય સુધર્મા, 2. આર્ય જંબૂ, 3. આર્ય પ્રભવ, 4. આર્ય શäભવ, પ. આર્ય યશભદ્ર, 6. આર્ય સંભૂતિવિજય, 7. આર્ય ભદ્રબાહુ, 8, આર્ય સ્થૂલિભદ્ર, 9, આર્ય મહાગિરિ, 10. આર્ય સુહસ્તિ, 11. આર્ય બલિસ્સહ, 12. આર્ય સ્વાતિ, 13. આર્ય શ્યામ, 14. આર્ય શાંડિલ્ય, 15. આર્ય સમુદ્ર, 16. આર્ય મંગૂ, 17. આર્ય નંદિલ, 18. આર્ય નાગહસ્તિ, 19. આર્ય રેવતી નક્ષત્ર, 20. આર્ય સિંહસૂરિ, 21. આર્ય સ્કંદિલ, 22. આર્ય હિમવંત, 23. આર્ય નાગાર્જુન, 24. આર્ય ભૂતદિન, રપ. આર્ય લેહિત્ય, 26. આર્ય દુષ્યગણિ, ર૭. આર્ય દેવદ્ધિગણિ. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તર, ટીકાકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ અને આચાર્ય મલયગિરિએ આર્ય ધર્મ, આર્ય ભદ્રગુપ્ત, આર્ય વજીસ્વામી, આર્ય રક્ષિત, આર્ય ગોવિંદએ પાંચ આચાર્યોના નામગત પદને પ્રક્ષિપ્ત માની તેની ગણના વાચક-પરંપરામાં કરી નથી. ચૂર્ણિકાર અને ટીકાકારે નંદીસૂત્રની રચનાનું શ્રેય આચાર્ય દેવવાચક (દેવદ્ધિગણિ)ને આપેલ છે. શ્રી જૈનશાસન આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું યુગો સુધી આભાસ રહેશે. આગમલેખનનાં કાર્યથી તેમણે વીતરાગવાણીને દીર્ઘકાલીનતા આપી છે અને આગમનિધિનું સમુચિત સંરક્ષણ કર્યું છે. શ્રી દેવદ્ધિગણિના સમયમાં આગમવાચનાનું કાર્ય વીરનિર્વાણ સં. 980 (વિ. સં. ૫૧૦)માં થયું એમ ઉલેખ પ્રાપ્ત થાય છે. તેમના સ્વર્ગવાસને ઉલ્લેખ મળતું નથી, પણ શ્રી દેવદ્ધિગણિ અંતિમ પૂર્વધર હતા અને પૂર્વજ્ઞાનને વિચ્છેદ વીરનિર્વાણ સં. ૧૦૦૦માં થયાને ઉલેખ આગમમાં છે. એ આધારે પૂર્વધર દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ થવાની સાથે પૂર્વજ્ઞાનને લેપ થયે હતે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2