Book Title: Devarddhigani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249068/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે પ્રત્યેક આગમ આદિ શાને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવનારા જેનાગમનિધિસંરક્ષક આચાર્યશ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ (શ્રી દેવવાચકો ( આચાર્યશ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું નામ જેના ઈતિહાસનાં સુવર્ણ પૃષ્ઠ પર રેખાંકિત અને અમર છે. તેમણે વલભીમાં પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત આગમને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવી આગને ચિરંજીવ બનાવવાનું ભગીરથ અને સ્તુત્ય કાર્ય કર્યું હતું. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી દેવદ્ધિગણિએ શ્રી લહિત્યાચાર્યની સુંદર શબ્દમાં પ્રશસ્તિ કરી છે. તેથી અને અન્ય એક કથાથી તેઓ શ્રી લહિત્યાચાર્યના શિષ્ય હેવાની પ્રતીતિ થાય છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તરે તેમને શ્રી દુષ્યગણિના શિષ્ય માન્યા છે. શ્રી દુષ્યગણિ અને શ્રી દેવદ્ધિગણિ – બંનેના ગણિ” પદાંત નામ ગુરુ-શિષ્ય હેવાની સંભાવના પ્રગટ કરે છે. ) શ્રી દેવદ્ધિગણિના ગૃહસ્થજીવનની પ્રામાણિત માહિતી ખાસ મળતી નથી. પણ એક કથાના આધારે તેઓ પૂર્વભવમાં હરિણગમેષ નામે દેવ હતા, જેમણે મહાવીર ભગવાનના ગર્ભને દેવાનંદાના ઉદરમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં મૂક્યો હતે. આ હરિણગમેષ દેવે પિતાના આયુષ્યના અંતિમ સમયમાં સૌધર્મેન્દ્ર દેવને નવા આવનાર હરિણગમેલી દ્વારા પિતાના નવા ભવમાં પ્રતિબંધ પમાડવાની વિનંતિ કરી હતી અને આ દેવે તેમને પ્રતિબંધ પમાડી જૈનદીક્ષા લેવા ઉત્સુક પણ કર્યા હતા. શ્રી દેવગિણિને જન્મ સૌરાષ્ટ્ર (પ્રાય: વેરાવળ કે પ્રભાસપાટણ)માં થયું હતું. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક કાશ્યપગેત્રીય કામધિ ક્ષત્રિયના તેઓ પુત્ર હતા. તેમની માતાનું નામ કલાવતી હતું. માતાએ સ્વપ્નમાં ઋદ્ધિસંપન્ન દેવને જે હતો, તેથી પુત્રનું નામ દેવદ્ધિ રાખવામાં આવ્યું હતું. દેવદ્ધિ એ ઉપરોક્ત વિગતે પ્રતિબોધ પામી આચાર્ય લેહિત્યસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. દેવદ્ધિમુનિએ ગુરુ પાસે આગમોનો અભ્યાસ કરી ગણિપદ પ્રાપ્ત કર્યું હતું. પછી ઉપકેશગીય આચાર્ય દેવગુપ્તસૂરિ પાસે રહી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણપદ પ્રાપ્ત કર્યું હતું. (આગમકાર્ય : આચાર્ય કંદિલસૂરિએ મથુરામાં થી આગમવાચના કરીને જે આગમ લખ્યાં હતાં તેને વાર આચાર્ય દેવદ્ધિગણિ પાસે હતો અને આચાર્ય નાગાર્જુનસૂરિએ વલભીમાં જે વાચના કરીને આગ લખ્યાં હતાં તેને વારસો આચાર્ય ભૂતદિસૂરિ અને આચાર્ય કાલકસૂરિ (ચોથા) પાસે હતા. આ બંને પાઠને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કરવાનું આવશ્યક હતું. આથી એ બંને પાઠના વારસદાર આચાર્યોએ વીર સં. ૯૮ન્માં વલભીમાં મોટું શ્રમણ સંમેલન મેળવ્યું અને એક ચેકસ પાઠ તૈયાર કર્યો. આ પાંચમી આગમવાચનાના વાચનાચાર્ય શ્રી દેવગિણિ હતા. તેઓ પિતાની ગણધરપરંપરાના ગણનાયક પણ હતા. પૂર્વે જે જે આગમ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ 180 શાસનપ્રભાવક વાચનાઓ થઈ તે મુખપાઠ રૂપે થઈ હતી. જેથી વાચના લિપિબદ્ધ થયાને ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રી દેવગિણિના નેતૃત્વમાં આ પાંચમી આગમવાચન સમયે જે સમગ્ર આગમોનું વ્યવસ્થિત સંકલન અને લિપીકરણ થયું તે અપૂર્વ હતું. આ આગમવાચનામાં 84 આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપયડ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને કરેડો શ્વેકપ્રમાણુ સાહિત્ય પુસ્તકારૂઢ થયું હતું. આજે આપણને જે આગામે મળે છે તે તેમની એ આગમવાચનાનું જ સ્તુત્ય પરિણામ છે. આગમવાચનાના આ અવસરે નંદીસૂત્રનું નિર્મૂહણ પણ આચાર્ય દેવદ્ધિગણિએ કર્યું હતું. આ કૃતિમાં જ્ઞાનની વ્યવસ્થિત રૂપરેખા સાથે આગમસૂત્રની સૂચિ તથા અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથને ઉલ્લેખ પણ થયું છે. પાટપરંપરા-પ્રવર્તક શ્રી સુધર્માસ્વામીથી લઈને શ્રી દુષ્યગણિ સુધીના વાચનાચાર્યોની યંગ્ય પરંપરા પણ તેઓએ જણાવી છે, જે આ પ્રમાણે છે––૧. આર્ય સુધર્મા, 2. આર્ય જંબૂ, 3. આર્ય પ્રભવ, 4. આર્ય શäભવ, પ. આર્ય યશભદ્ર, 6. આર્ય સંભૂતિવિજય, 7. આર્ય ભદ્રબાહુ, 8, આર્ય સ્થૂલિભદ્ર, 9, આર્ય મહાગિરિ, 10. આર્ય સુહસ્તિ, 11. આર્ય બલિસ્સહ, 12. આર્ય સ્વાતિ, 13. આર્ય શ્યામ, 14. આર્ય શાંડિલ્ય, 15. આર્ય સમુદ્ર, 16. આર્ય મંગૂ, 17. આર્ય નંદિલ, 18. આર્ય નાગહસ્તિ, 19. આર્ય રેવતી નક્ષત્ર, 20. આર્ય સિંહસૂરિ, 21. આર્ય સ્કંદિલ, 22. આર્ય હિમવંત, 23. આર્ય નાગાર્જુન, 24. આર્ય ભૂતદિન, રપ. આર્ય લેહિત્ય, 26. આર્ય દુષ્યગણિ, ર૭. આર્ય દેવદ્ધિગણિ. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તર, ટીકાકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ અને આચાર્ય મલયગિરિએ આર્ય ધર્મ, આર્ય ભદ્રગુપ્ત, આર્ય વજીસ્વામી, આર્ય રક્ષિત, આર્ય ગોવિંદએ પાંચ આચાર્યોના નામગત પદને પ્રક્ષિપ્ત માની તેની ગણના વાચક-પરંપરામાં કરી નથી. ચૂર્ણિકાર અને ટીકાકારે નંદીસૂત્રની રચનાનું શ્રેય આચાર્ય દેવવાચક (દેવદ્ધિગણિ)ને આપેલ છે. શ્રી જૈનશાસન આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું યુગો સુધી આભાસ રહેશે. આગમલેખનનાં કાર્યથી તેમણે વીતરાગવાણીને દીર્ઘકાલીનતા આપી છે અને આગમનિધિનું સમુચિત સંરક્ષણ કર્યું છે. શ્રી દેવદ્ધિગણિના સમયમાં આગમવાચનાનું કાર્ય વીરનિર્વાણ સં. 980 (વિ. સં. ૫૧૦)માં થયું એમ ઉલેખ પ્રાપ્ત થાય છે. તેમના સ્વર્ગવાસને ઉલ્લેખ મળતું નથી, પણ શ્રી દેવદ્ધિગણિ અંતિમ પૂર્વધર હતા અને પૂર્વજ્ઞાનને વિચ્છેદ વીરનિર્વાણ સં. ૧૦૦૦માં થયાને ઉલેખ આગમમાં છે. એ આધારે પૂર્વધર દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ થવાની સાથે પૂર્વજ્ઞાનને લેપ થયે હતે. 2010_04