SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે પ્રત્યેક આગમ આદિ શાને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવનારા જેનાગમનિધિસંરક્ષક આચાર્યશ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ (શ્રી દેવવાચકો ( આચાર્યશ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું નામ જેના ઈતિહાસનાં સુવર્ણ પૃષ્ઠ પર રેખાંકિત અને અમર છે. તેમણે વલભીમાં પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત આગમને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવી આગને ચિરંજીવ બનાવવાનું ભગીરથ અને સ્તુત્ય કાર્ય કર્યું હતું. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી દેવદ્ધિગણિએ શ્રી લહિત્યાચાર્યની સુંદર શબ્દમાં પ્રશસ્તિ કરી છે. તેથી અને અન્ય એક કથાથી તેઓ શ્રી લહિત્યાચાર્યના શિષ્ય હેવાની પ્રતીતિ થાય છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તરે તેમને શ્રી દુષ્યગણિના શિષ્ય માન્યા છે. શ્રી દુષ્યગણિ અને શ્રી દેવદ્ધિગણિ – બંનેના ગણિ” પદાંત નામ ગુરુ-શિષ્ય હેવાની સંભાવના પ્રગટ કરે છે. ) શ્રી દેવદ્ધિગણિના ગૃહસ્થજીવનની પ્રામાણિત માહિતી ખાસ મળતી નથી. પણ એક કથાના આધારે તેઓ પૂર્વભવમાં હરિણગમેષ નામે દેવ હતા, જેમણે મહાવીર ભગવાનના ગર્ભને દેવાનંદાના ઉદરમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં મૂક્યો હતે. આ હરિણગમેષ દેવે પિતાના આયુષ્યના અંતિમ સમયમાં સૌધર્મેન્દ્ર દેવને નવા આવનાર હરિણગમેલી દ્વારા પિતાના નવા ભવમાં પ્રતિબંધ પમાડવાની વિનંતિ કરી હતી અને આ દેવે તેમને પ્રતિબંધ પમાડી જૈનદીક્ષા લેવા ઉત્સુક પણ કર્યા હતા. શ્રી દેવગિણિને જન્મ સૌરાષ્ટ્ર (પ્રાય: વેરાવળ કે પ્રભાસપાટણ)માં થયું હતું. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક કાશ્યપગેત્રીય કામધિ ક્ષત્રિયના તેઓ પુત્ર હતા. તેમની માતાનું નામ કલાવતી હતું. માતાએ સ્વપ્નમાં ઋદ્ધિસંપન્ન દેવને જે હતો, તેથી પુત્રનું નામ દેવદ્ધિ રાખવામાં આવ્યું હતું. દેવદ્ધિ એ ઉપરોક્ત વિગતે પ્રતિબોધ પામી આચાર્ય લેહિત્યસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. દેવદ્ધિમુનિએ ગુરુ પાસે આગમોનો અભ્યાસ કરી ગણિપદ પ્રાપ્ત કર્યું હતું. પછી ઉપકેશગીય આચાર્ય દેવગુપ્તસૂરિ પાસે રહી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણપદ પ્રાપ્ત કર્યું હતું. (આગમકાર્ય : આચાર્ય કંદિલસૂરિએ મથુરામાં થી આગમવાચના કરીને જે આગમ લખ્યાં હતાં તેને વાર આચાર્ય દેવદ્ધિગણિ પાસે હતો અને આચાર્ય નાગાર્જુનસૂરિએ વલભીમાં જે વાચના કરીને આગ લખ્યાં હતાં તેને વારસો આચાર્ય ભૂતદિસૂરિ અને આચાર્ય કાલકસૂરિ (ચોથા) પાસે હતા. આ બંને પાઠને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કરવાનું આવશ્યક હતું. આથી એ બંને પાઠના વારસદાર આચાર્યોએ વીર સં. ૯૮ન્માં વલભીમાં મોટું શ્રમણ સંમેલન મેળવ્યું અને એક ચેકસ પાઠ તૈયાર કર્યો. આ પાંચમી આગમવાચનાના વાચનાચાર્ય શ્રી દેવગિણિ હતા. તેઓ પિતાની ગણધરપરંપરાના ગણનાયક પણ હતા. પૂર્વે જે જે આગમ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249068
Book TitleDevarddhigani
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size74 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy